માનવતાનો મહેકતો રંગ
માનવતાનો મહેકતો રંગ
નાના નાના હાથથી દર્શ મમ્મીને હોળીના રંગ લગાડવા આવ્યો.
"મામા, લો લંગ લગાવો. આવો લંગ લગાવો" એની કાલી કાલી ભાષામાં એ બોલ્યો. અને મમ્મી એ દુલાર કરતાં ઉચકી લીધો. એના કપડાં, હાથ બધુંજ રંગ, પાણી, અને કાદવથી ખરડાયેલુ હતું. એણે દર્શને ખૂબ બધા કીસ કરી પોતાના પ્રેમની મહોર મારી દિધી.
લતા આમ તો ઘરમાં જ રહેતી પણ બાજુવાળા આર્મિ અંકલ અને બીજા બે ત્રણ ફેમિલી માટે ટિફિન આપતી. એ નાસ્તો પણ સરસ બનાવતી. એમાં સમોસા અને કેક લાજવાબ હતી. કહેતી, 'જે બે પૈસા આવ્યા '.ત્યારે એ દર્શ ને કાગળ પેન્સિલ પકડાવતી અને એ સરસ રંગ પુરતો અને પછી તો ચિત્રકામ પણ કરતો.
એ સ્કૂલ મા જતો થયો અને એકવાર એની ટીચરે, દર્શે દોરેલું અને સુંદર ચિત્ર જોયું એને ખૂબ આનંદ સાથે નવાઈ લાગી. પછી એણે પ્રિન્સિપાલને બતાવ્યું. એમને પણ ખૂબ નવાઈ લાગી.
એકવાર નટરાજ પેન્સિલ તરફથી, દર વખતની જેમ આ વખતે પણ હરીફાઈ હતી એમાં દર્શે દોરેલું ચિત્રને પહેલું ઈનામ મળ્યું.
એક દિવસ એ ઘેર આવી લતાબેન ને કહ્યું કે ", મા, હું કલાસમાં સૌથી લાંબો છું તેથી મને ટીચર પાછલી બેન્ચ પર બેસાડે છે તેથી મને કંઈ બોર્ડ પર લખેલું દેખાતું નથી. એટલે એની મમ્મી એ ટીચરને પહેલી બેન્ચ પર બેસાડવા વિનંતી કરી. ટીચરે એને પહેલી બેન્ચ પર બેસાડયો. તો પણ એની " નથી દેખાતું ની ફરીયાદ ચાલું રહી. ટીચરે એને બોલાવી ચક્ષુ ચેક કરાવવા કહ્યું. ઘરની પાસે ચશ્મા વાળાની દુકાન હતી તે કોમ્પુટરાઈઝ ચેકિંગ કરાવી ચશ્મા કરાવ્યા. છતાં એની ફરીયાદ ચાલુ રહી.
એ લોકો પંજાબ ના છોટા ગામમાં રહેતા હતા એટલે શહેરમાં જઈ આંખ ચેક કરાવી. ડોક્ટરે બે, ત્રણ ટેસ્ટ કર્યાં અને કહ્યું કે તમે મુબઈ ટાટા હોસ્પિટલમાં જાવ અને ચેક કરાવો. આ લોકોને ફાળ તો પડી "ટાટા હોસ્પિટલનું નામ સાંભળતાં. પણ ડોકટરે કશું કહેવાની ના પાડી.
આંખરે એ લોકો ગયા અને ત્યાં ટેસ્ટ કરાવ્યા. પછી ડોકટરે કહ્યું કે" દર્શ ને આંખનુ કેંસર છે. અને જો તમે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવો તો જાનનું જોખમ છે. આ સાંભળીને લતાની પગ તળેથી ધરતી ખસી જતી લાગી માડ માડ પોતાની જાતને સંભાળી.
પછી ધીરે થી પુછયું, "એનો ઉપાય"?
" ઉપાય તો માત્ર એક જ છે અને એની આંખો કાઢી નાખવી પડશે. પણ હા, જો કોઈ ચક્ષુ દાન કરશે અને એના બ્લડ ગૃપ ને મેચ થતું આવશે તો ચોક્કસ તમને જાણ કરીશ. અત્યારે તો મારી પાસે માનવશરીરના એક પણ અંગ નથી. મને ખબર નથી પડતી કે મરી ગયા પછી પણ એ લોકો દાન કેમ નથી કરી શકતા ? "
"અને એનો ખરચ ? "
"લગભગ ત્રણ લાખ" હું માત્ર ઓપરેશનના પૈસા લઈશ મારી ફી નહીં લઉં. "
એ થોડી વાર સુધી તો વિચાર કરતી ત્યાં ઊભી રહી.
પછી ડોકટરે પૂછયું "શું વિચાર કર્યો ? "
એટલે લતાએ કહ્યું કે ઓપરેશન વગર તો ચાલે તેમ નથી તો મને તારીખ આપો. હું પૈસાનો પ્રબંધ કરું છું. "
"તમે પૈસાની ફીકર ના કરશો. એને કાલે દાખલ કરાવી દો. બીજા ટેસ્ટ કરી બે દિવસ પછી ઓપરેશન કરીશું"
તે રાત્રે દર્શ ને દાખલ કર્યો. બીજે દિવસે જ્યારે એને ચેકિંગ કરવા માટે સીસ્ટર આવી ત્યારે દર્શ એના રુમમાં ન હતો. સીસ્ટરે બધે શોધ કરી પણ કંઈ પત્તો ના લાગ્યો એણે વોચમેન ને પણ પૂછ્યું. પછી એણે ડોકટરને વાત કરી ડોકટર ખૂબ ગુસ્સે થયા. પણ લતાને કંઈ જ ખબર ન હતી. એજ ખુદ પરેશાન હતી. એના પપ્પા તો આજે રાત્રે આવવાનાં હતાં તો દર્શ કયાં ગયો ? કોઈ ઉપાડી ગયું ? પણ એને શો ફાયદો ? એ જાત જાતના વિચાર કરવા માંડી. પછી રાત પડી. ડોકટર આંખરી રાઉન્ડ લેવા આવ્યા ત્યારે એ એના આર્મી અંકલ સાથે બેઠો હતો. ડોકટરે જોયું કે એમનો એક પગ ન હતો. એ ખૂબ ગુસ્સે થયા, અને કશું કહેવા જાય તે પહેલાં જ એ બોલ્યા
ડોકટર, મારી બદતમીઝ હરકત બદલ માફી માંગુ છું પણ વિચાર કરો કે, રંગોથી રમનાર આ મારા નાના ચિત્રકારની જિંદગી મા કાલથી માત્ર કાળો રંગ, અરે માત્ર અંધકાર હશે. પણ કાલની ચિન્તા મા આજનો આનંદ શું કામ ગુમાવે ? અમે ટેકસી કરીને ઉગતા સૂરજની લાલિમા જોઈ, સાગરના ઘુઘવતા મોજામાં મસ્તી કરી બગીચામા રંગબેરંગી ફૂલ જોયાં. ખુબ બધા ગુબ્બારા લીધાં અને છોડયા. એ મસ્તીની યાદ મમળાવી બાકીનું જીવન વિતાવશે. અમાસની કાળી રાત લોકો જુએ છે પણ અંદર ચમકતાં તારલાની સુંદરતા લોકો કેમ નથી જોતાં ? લો તમારો પેશંટ તમને મુબારક !
ડોકટર ભાવાવેશ થઈ ગયા. પછી બોલ્યા. નવજુવાન, તમારી ભાવનાની હું કદ્ર કરું છું પણ હવે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે જો કોઈ ચક્ષુ દાન કરશે અને દર્શ ને મેચ થશે તો જરૂર ખબર કરીશ.
"તો ડોકટર બતાવો, અમે ફરી કયારે આવીએ ? "
ડોકટર બોલ્યા "ફરી ? "
એટલે આર્મી અંકલ બોલ્યા, "ભગવાને મને બે નેત્રો આપેલા છે તેમાંથી એક હું મારા નાના ચિત્રકારને આપું છું. મારી તો બહુત ગઈ પણ આની તો આંખી જિંદગી પડી છે.
" દેશને માટે કુરબાન થનાર ઓ મહામાનવ હું ફક્ત તારી આગળ મારું શીશ નમાવું છું.
ધન્ય છે એ માનવતાના રંગને !
