મામુની
મામુની
"મામુની, બેટા, અમે ઓફિસમાં જઈએ છીએ. તું ઘરમાં જ રહેજે. હમણાં જ " માસી" આવતા હશે. "એમ કહીને સુતાપાએ સુજાતાને કીસ કરી. એને ઉચકીને થોડો દુલાર પણ કર્યો.
"મા, મને પણ તારી સાથે ઓફિસ લઈ જા ને !
" ના, બેટા, ઓફિસમાં અમારા સાહેબ હોય તે વઢે અને પેલી અંધારી કોટડીમાં પુરી દે. ત્યાં બહું બધા સાપ હોય, પછી મારી મામુનીને કરડી જાય તો હું શું કરું ? એમ ખોટી બીક બતાવી પટાવતા સુતાપા એ કહ્યું.
છોકરાં પણ એટલા ચાલાક હોય છે કે બધું સમજતા હોય છે કે એમની મમ્મી ખોટું બોલે છે. એટલે પોતાની માગણી રજૂ કરતા કહે.
" મા, મારે માટે તું ગુડિયા લેતી આવજે અને ઘરઘર રમવાના વાસણ" સુજાતાએ મા પાસેથી પોતાનો ટેકસ માગ્યો અને આટલી મોટી ચોકલેટ. એણે પોતાનો નાનો હાથ લાંબો કરતાં કહ્યું.
આમ રોજ રોજ મામુનીની માગણીઓ માબાપ પુરી કરે અને છોકરાઓને ખોટી ટેવ પાડતા હોય છે. એટલામાં "માસી" એટલે કે કેરટેકર આવ્યા અને મામુની ના રડે માટે ફોસલાવીને બીજા રુમમાં લઈ ગયા અને રમકડાંથી રમાડવા માડયા.. સુતાપા માસી ને જરૂરી સૂચન કરી દોડીને પોતાના પતિ સાથે થઈ ગઈ.
દિવસો વર્ષો મા પલટાતા ગયા અને મામુની પાચ વર્ષની થઈ હવે એને સ્કૂલમાં જવાનો વારો આવ્યો.
અંગ્રેજો ગયા પણ એમની ભાષા મુકતા ગયા. મોટા ભાગના માબાપને પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એવું ઈચ્છતા હોય છે. પછી ભલે ને સ્કૂલ દૂર હોય અને એ થાકીને લોથ થઈ જાય તો પણ માબાપ બહુ જ ગર્વથી કહેતા હોય કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો કહે, "બેટા,બા બા બેલ્કશીપ ગાને ! પછી એમની વાતો નું કેન્દ્ર એનું અંગ્રેજી માધ્યમ થઈ જાય. અને ગર્વ અનુભવે.
ખેર ! મામુની પણ ધીરે ધીરે મોટી થતી ચાલી. રોજ બિચારી આઠ સ્ટેશન વટાવી સવારે ખાધા પીધા વગર જતી અને સાંજે ચાર વાગે થાકી ને લોથ થઈ આવતી. ના એને ભણવાનો કે હોમવર્ક કરવાનો ટાઈમ મળતો કે ના રીલેક્સ થવાનો. અને પાછું જવાનું પણ કેવું !
એક પછી એક વર્ષો વિતતા ગયા અને મામુની નવમાં ધોરણમાં આવી .એને કશું ના આવડતું કે સમજ ના પડી હોય તો મોટા છોકરાઓ સમજાવી દેતા. ટ્રેનમાં મોટા છોકરાઓ નાનાને ભણવામાં મદદ કરતા. એક સુંદર ઘર જેવો માહોલ બની જતો.
મામુની ને ભણવા કરતાં બીજી પ્રવૃત્તિઓમાં વધારે રસ. શેકશપીયરના એકેએક સંવાદ બોલી જતી. ચિત્રકામ પણ બહુ જ સરસ કરતી.
આમતો એ સાયન્સનાં વિષયોમા તો મહેનત કરી લેતી પણ હિન્દીમાં એને બહુ ફાવતું પણ નહીં એને હિન્દી ગમતું પણ નહીં. એટલે ત્રી માસિક મા ફેલ થઈ. રીપોર્ટ કાડ મળયું એટલે માસી પાસે સાઈન કરાવી દીધી. માસી મેટ્રિક ફેલ હતા. બીજે દિવસે સ્કૂલ મા જઈ કહ્યું "મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે અને ત્રણચાર દિવસ પછી આવશે. એટલે મારી માસી એ સાઈન કરી આપી.
ફરી છ મહિના પછી ફરી પરીક્ષામાં નાપાસ થઈ એજ હિન્દી મા. બીજા બધા વિષયોમાં તો પાસીગ આવી ગયા. આ વખતે મમ્મી ઓફિસે જતી હતી ત્યારે પાછળથી આવી જલદી જલદી સાઈન કરાવડાવી. મમ્મી એ કહ્યું " હું સાંજે નિરાંતે જોઈ ને સાઈન કરીશ "પણ સુજાતા બોલી આજે રીપોર્ટ આપી દેવાનો છે નહીંતર ફાઈન ભરવો પડશે. સ્કૂલમાં જયારે ટીચરને સબમિટ કર્યો
ત્યારે ટીચરે પૂછયું " શું કહ્યું તારી મમ્મી એ ? ત્યારે કહ્યું બહૂ વઢી."
ટીચર કહે વઢવું જ જોઈએ. બબ્બે વાર ફેલ થઈ તે !! અને હિન્દીમા ફેલ તો ફેલ ? એ તો આપણી રાષ્ટ ભાષા છે". એમા તો પાસ થવું જ પડે.
એણે ગાડી મા બધા ને વાત કરી. એક બે જણાને સાધારણ આવડતું હતું એટલે થોડું ગોખાવી દીધું.
ઘણીવાર એ કંટાળી જતી તો આખો દિવસ ટીવી જોયા કરતી. અને ટાઈમ પાસ કરતી. તેથી એની મમ્મી સાથે ઘણીવાર કચકચ થતી. આખો દિવસ એકલી રહેતી, થાકી જતી અને પોતાની એકલતા દૂર કરવા માટે ટીવી જોયાં કરતી.
એકવાર સુજાતા ઘરમાં એકલી હતી. માસી એ છુટ્ટી લીધી હતી એટલે એ ટીવી જોતી હતી અને એની મમ્મી આવી ગઈ એ એને ખૂબ વઢી અને કહ્યું કે જો તું નાપાસ થઈશ તો ઘરમાં નહીં આવતી. કુવો હવાડો વહાલો કરી નાખશે. માડમાડ તને મહેનત કરી ભણાવીને અને તું ટાઈમ બગાડે. એક તો ઈગ્લીશ માધ્યમની અધધધ ફી, જવા આવવાના ખરચા અને દર ત્રીજે દિવસે આ સીસ્ટરની વર્ષગાંઠ છે અને કંઈ કંઈ બહાના કાઢી પૈસા કઢાવ્યા કરે ! તારું ભણવાનું પતે એટલે ગંગા નાહયા. આમ ઘણું ખરું સુતાપા બોલતી.
એક દિવસ તો સુજાતા એ કહ્યું કે મેં તને ઈગ્લીશ માધ્યમ માં ભણાવાનુ કહ્યું હતું ? અને મા દીકરીની બહુ તુ તુ મૈમૈ ચાલી આખરે એના પપ્પા ગુસ્સે થયા અને બોલ્યા હવે બન્ને ચુપ રહો. રવિવારે પણ ઘરમાં શાંતિ નહીં !!
વાર્ષિક પરીક્ષા આવીને પુરી પણ થઈ ગઈ. આજે આખા વર્ષના લેખા જોખા એટલે કે પરીણામ આવવાનું હતું. આજે મમ્મીએ છુટ્ટી લીધી હતી.... મામુનીનું રીઝલ્ટ આવવાનું હતું !
સુજાતા એ ભગવાન ને દીવો કર્યો અને કહ્યું કે જો હું પાસ થઈ જઈશ તો મહાદેવ ને સવાશેર દૂધની ધારા કરીશ અને સુતાપા એ માન્યું સત્યનારાયણની કથા કરાવીશ. કહેવાય છે ને કે સુખે સાભરે સોની અને દુ:ખે સાભરે રામ ! અને સુજાતા પોતાનું રીઝલ્ટ લેવા ગઈ. પણ પરીણામ તો જે આવવાનું હતું તે આવ્યું. એના બધા વિષયમાં સારા મારકસ આવ્યા પણ હિન્દીમાં નાપાસ. માડ માડ પચીસ આવ્યા.
બધા લોકો બહુ ખુશ હતા. એ લોકો વેકેશનનો પ્રોગ્રામ બનાવતા હતા. કોઈ હિલસ્ટેશન જવાની વાત કરતા તો કોઈ અમેરિકા. કોઈ નવી કોઈ પ્રવૃત્તિની વાત કરતું. પણ સુજાતા જુઠું જુઠું હસતું મોઢું રાખી નતમસ્તક બેસી રહી. સ્કૂલ છુટી ગઈ. જે લોકો સાથે જતાં હતા તેમણે સુજાતા ને સાથે આવવા કહ્યું પણ એણે કહ્યું કે મારી બહેનપણીની પાર્ટીમાં જવાનું છે હું ઘેર કહીને આવી છું એટલે બધા જતાં રહ્યાં. પછી એણે મકકમ નિશ્ચય કર્યો અને જિંદગી ટકાવી નાખવાનો પાકો નિર્ણય કરી હાવરા ડોક પર ગઈ. એને એમ હતું કે ત્યાં કોઈ નહીં હોય પણ ત્યાં ખૂબ લોકો હતા. એને લાગ્યું કે કશાની ઈન્ટરવ્યુ ચાલતા હતા એટલે એ પણ ગઈ અને કહ્યું કે હું બીએ પાસ છું અને જોબ માટે આવી છું. એટલે એની જોડે જેમ જેમ ઓફીસર લેડી વાત કરતી ગઈ તેમ ખ્યાલ આવતો ગયો કે આ છોકરી ભાગીને ઘરેથી આવી છે.
આ બાજુ બધા ઘેર આવ્યા પણ સુજાતા ના દેખાઈ તેથી સુતાપા એની સાથે જનારી એની સ્કૂલ મેટ ને ત્યાં ગઈ અને તપાસ કરી તો એણે કહ્યું કે એ તો તમને જણાવી ને કોઈ બહેનપણીની પાર્ટીમાં ગઈ છે.
એટલે સુતાપા ને ફાળ પડી એણે પુછયું એનું રીઝલ્ટ કેવું આવ્યું.
તો કહે હં હં ખ્યાલ નથી પણ બનતા સુધી પાસ થઈ ગઈ છે, પછી ટાઈમ જવા માડયો. હવે સાત વાગ્યા પણ એનો પત્તો નહીં એટલે એ લોકો એની કહેવાતી દોસ્તને ઘેર ગયા. ત્યારે એણે કહ્યું કે મારે ત્યાં તો કોઈ પાર્ટી બાર્ટી નથી પણ એ ડિસ્ટર્બ લાગતી હતી. એટલે પૂછયું કે એ પાસ થઈ ગઈ ? તો એણે કહ્યું "ના".
આટલું સાભળતા જ સુતાપા ના હોશ ઊડી ગયા. એના પગ નીચેથી જમીન સરકતી લાગી. એને આખે અંધકાર છવાઈ ગયો. એના પતિ એ માડ માડ પકડી પછી એ લોકો એ પોતાના ઓળખીતાને ફોન કરી કરી પૂછયું પણ કંઈ પત્તો લાગ્યો નહીં. આખરી રાસ્તા કરીને પોલીસને વાત કરવાનું નક્કી કર્યુ પણ "છોકરીનો મામલો" કરીને સવારે વાત કરીશું કરી બેઠા.
સુજાતાને જેમ જેમ પૂછતા ગયા તેમતેમ એ લોકોને ચોક્કસ ખાત્રી થતી ગઈ પછી એને ધમકાવી એટલે એ રડી પડી ને બધીજ વાતો કરી. એણે ઘેર જવાની ચોખ્ખી ના પાડી પણ સમજાવીને એ લોકો રાત્રે એક વાગે એને ઘેર લઈ ગયા.
જેવો રાતના બે વાગે બેલ વાગ્યો કે સુતાપા એ દોડી ને દરવાજો ખોલ્યો. એણે સુજાતા ને જોઈ ને વળગી પડી. બંનેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો. બે મિનિટ સુધી તો બધા સ્તબ્ધ થઈ ગયા. પછી લોકેશ ભાઈ એ એમને અંદર બોલાવ્યા. પાણી આપ્યું અને એ લોકો એ બધીજ વાતો કરી. એમણે બન્ને ને ઠપકો આપ્યો. અને સુતાપા ને કહ્યું કે છોકરાં જેમ જેમ મોટા થતાં જાય તેમતેમ ખૂબ સંભાળીને વાત કરો. અપશબ્દોની ખૂબ માઠી અસર થાય છે. જો અમારે બદલે કોઈ ખરાબ માણસના હાથમાં પડી હોત તો.........? વિચાર કરો.
સુજાતા ને પણ કહ્યું કે "માબાપ છે, એટલે બે શબ્દ કહે તો શું થઈ ગયું ? " એ લોકો એટલો જ પ્રેમ પણ કરે છે ને ! હવે કોઈ દિવસ આવું વિચારવાનું નહીં. સમજણ પડી ?
પછી એ લોકો જતાં રહ્યાં.
સોમવારે સ્કૂલમાંથી ફોન આવ્યો અને સુજાતાના ૨૫ માર્કસમાં ગ્રેસ ઉમેરો મહેનત કરવાનું કહ્યું સ્કૂલમાં જ અડધો કલાક હિન્દીનું ટયુશન પણ આપશે એમ પ્રીન્સીપાલે કહ્યું.
