રોમાંચક સફર
રોમાંચક સફર


સવારના દસ થવા આવ્યા. એલાર્મ જોર જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કિચન માં કંઈક બનાવી રહી છે.
મમ્મી બૂમ મારે છે. ઓ લાડસાહબ ! ...કયારે ઊઠશે... ઊઠ ને બેટા કોઈ કામ નથી તને....,?
મમ્મી ઝડપથી રુમ માં આવે છે અને એલાર્મ બંધ કરે છે.
શુભમ્ ઊઠ ચાલ હવે દસ થવા આવ્યા છે.
હં મમી ઊઠું છું...... આંખ...ચોળતા...ચોળતા જવાબ આપે છે.
"હૈ ભગવાન આનું શું થશે ?"
શુભમ્ ફ્રેશ થઈ નાસ્તો કરવા બેઠો...ત્યાંજ તેના પપ્પા પણ ટીફિન લઈ ઓફિસે જવા નીકળ્યા.. થોડા અટકતાં બોલ્યા..
'આમ કયાં સુધી રખડપટ્ટી કરશે... હવે કમાવવાનું ચાલુ કર નઈ તો બધા તારા સાથેના તારા થી આગળ નીકળી જશે.. અને તું અહિં જ રહી જશે.
આજે માણસ ની કિંમત નથી, બેટા પૈસા ની કિંમત છે.
ભલે આજે મારા બોલ તને કડવા લાગતાં હોય પણ કાલે જયારે તને ઠોકર લાગશે ને ત્યારે મને યાદ કરશે.
પપ્પા.. ટેશન નોટ.. હું બધાંથી કંઈક હટકે કરીશ આ સાત થી પાંચ ના ચક્કર માં હું નહીં પડું.
હટકે વાલી ચલ હવે, પહેલા બે રૂપિયા કમાતા શીખ
પછી કહેજે.... પપ્પા કટાક્ષ કરતાં કરતાં ઓફિસે રવાના થયા.
હવે કંઈક ને કંઈક કરવું પડશે..હવે ઈજજત નો સવાલ છે..
અચાનક સામેથી એના પર ઉમંગ નો ફોન આવ્યો "અબે કયાં છે તું જલ્દી મલ મને તને એક જાણકારી આપવી છે.એવી જાણકારી તું આશ્ચર્ય માં પડી જઈશ.
ચાલ આવ્યૉજ દસ મિનટ માં આપણા અડ્ડા પર મલ...
ઓકે !.. ઉમંગ બોલ્યો.
અને ફોન કટ થઈ ગયો.... શુભમએ બાઈક કાઢી અને ફટાફટ અડ્ડા પર પહોચ્યો. ઉમંગ ત્યાંજ ચા પી રહ્યો હતો.
"ચાલ ઉમંગ જલદી બેસ " અને ઉમંગ ગાડી પર બેઠો અને ગાડી ભાગવા લાગી. એમના સીક્રેટ મીટીંગ ની જગ્યા પર જઈ ગાડી અટકી.
હં બોલ ઉમંગ શું છે.
વાત એવી છે ને કે અમારા ઘર નો પાયો ખોદકામ કરતાં ત્યાંથી એક પેટી મળી આવી છે.
તો તો તેમાં ખજાનો હશે કેમ??
ના કેનો ખજાનો એક કાગળ નિકળ્યું અને તે પણ કંઈક જુના જમાના નો નકશો જેવો લાગે છે.
અને તેમાં વપરાયેલી લીપી ધણી જુની લીપી હતી હજારો વર્ષ જુની અને સાથેજ તેમાંથી ત્રણ મૂર્તિ ઓ પણ મળી આવી જે કોઈક સામ્રાજય નો નિર્દશ કરે છે.
તને કેવી રીતે ખબર.....?
મારા આર્કિયોલોજી વાલા અંકલ છે એ કહી ગયા.
મારા પેલા આર્કયોલોજી ના અંકલ એ આ બધું જોયું. મારા અંકલે એક દિવસ ના અંતે શોધી કાઢયું કે આ લીપી અને મૂર્તિઓ કયાની છે અને એના પાછળ નું રહસ્ય શું છે..?
શું છે એનું રહસ્ય....?? શુભમ અધિરો થતાં
વાત જેમ આગળ વધી રહી હતી શુભમ ને એમાં વધારે રૂચી પડી રહી હતી.
મારા અંકલે જે જવાબ આપ્યો તે મારા હોશ ઉડાડવા વાલો હતો.
અંકલ એ કહ્યું આ એક અત્યંત રહસ્યમય અને જાદુઈ દુનિયા ના "ભૈરવ" સામ્રાજય નો શ્રાપિત ખજાનો છે.
માહારાજ ભૈરવ એ આ ખજાનો એકઠો કરવા માટે સેકડો લોકો ને મોત ને ધાટ ઉતારી દિધેલા
કેટલાયે રાજયો નો સર્વનાશ કરલો.
એક દિવસ ચાલું સભા એ એક સાધું ને વન માંથી પકડી લાવ્યા અને તેને સભા માં હાજર કરવામાં આવ્યો.
એનો એટલો જ ગુનો હતો કે તે યે એક મરતા માણસ ને પાણી પાયું હતું તેપણ એ માણસ જેને રાજા એ મુત્યુ ની સજા કરેલી હતી.
મહારાજ મરતા માણસ ને પાણી પાવું કોઈ અપરાધ નથી. સાધુ બોલ્યો.
પણ અહી રાજકેદી ઓને પાણી પાવું એ દેશદ્રોહ છે અને એની સજા મોત છે.
રાજા એ કંઈ પણ કહ્યા વિચારયા વગર તલવાર કાઢી અને સાધુ નુ માથુ ધડ થી અલગ કરી નાંખ્યું.
પણ એ કોઈ સામાન્ય સાધુ ન હતો તે તો માયાવી અધોરી સાધુ હતો.
તેનું માથુ જમીન પરથી બોલ્યુું હૈ રાજન છલ અને કપટ કરીને નિર્દોશો ની હત્યા કરીને જેના માટે તું આટલા પાપ કરે છે તેજ ધન તારા મુત્યુ નું કારણ બનશે. તારાજ લોકો તારી હત્યા કરશે.
તારો આત્મા હમેશા આ ધન ની આસપાસ જ ફરશે તુ જન્મ અને મરણ ના ચક્ર માંથી કદી આઝાદ થશે નહીં .
તારો આત્મા આમજ ભટકશે તારા અને તારા રાજય નો સર્વનાશ થશે તને મારો શ્રાપ છે.
અને ત્યાંથી આ માથું અનંત માં વિલિન થઈ ગયું
ત્યાર થી આ શ્રાપિત સૈનિકો ની આત્મા આ ખજાના ની રક્ષા કરે છે.
જેટલા પણ લોકો તેની શોધખોળ માં ગયા તે આજ સુધીમાં જીવતા નથી આવ્યાં.
આ નકશા ના હિસાબે જો જોઈએ તો આ જગ્યા પાચસો કમી ના અંતરે કોઈક ગાઢ જંગલ ના મધ્ય માં મંદિર ના નીચે ના ગર્ભગૂહ માં હજારો વર્ષો નો ઈતિહાસ તેમની સંસ્ક્રુતિ તેમની જીવન શૈલી આ બધુંજ કેટલાય વર્ષો થી દફન છે. પરંતુ શ્રાપિત હોવાને કારણે કોઈ એને શોધી નથી શકયું.
મારો વિચાર છે કે મંણીઅંકલ સાથે આ ખજાનો આપણે શોધીએ આપણુ નામ ઈતિહાસ માં અમર થઈ જશે. ઉમંગ બોલ્યો.
અરે ગાંડા ખજાનો શોધવા જવુ મતલબ મોત ના મુખ મા જવું.
આ કોઈ ફિલ્મ નથી કે આપણે ખજાનો શોધી લેશુ અને જીવતા પણ બચી જશુ....આ રિયલ લાઈફ છે બકા જો એક વાર ગયા તો કદાચ જ આપણે જીવતા નહી આવએ.
તને ખબર છે જીદગી માં તારે શું કરવું છે.??
નથી ખબર..! પણ કંઈક હટકે કરીશ.
આનાથી હટકે શું હશે..? કિસ્મત એ આપણા સામે બોવ મોટી તક મુકી છે. આ તક ને આપણે ઝડપી લેવી જોઈએ.
મારા આર્કિયોલોજીસ્ટ અંકલ આ ખજાના પર રિસર્ચ કરવાના છે તો. અને ધણાં વર્ષો થી આનાપર રીસર્ચ પણ કરી રહ્યા હતાં.
આપણે પણ એમના સાથે જાયે અને રિસર્ચ માં જોયે તો ખરુ કે આ સત્ય છે કે જુઠું..!
"ચાલ તું કહે છે તો જઈએ આપણે જે થાય તે જોવાઈ જશે." બોલ કયારે જવાનું છે આપણે...??
કાલે જ નીકળ્યે તું બેગ પેક કરી લેજે અંકલ એ પણ કીધું છે. મમ્મી પપ્પા ને પણ જાણ કરી દેજે કે જંગલ સફારી માં જવાના છે.
શુભમ અને ઉમંગ એ બધી તૈયાર કર લીધી અને સાથે ઘરેથી પરમીશન પણ લય લીધી.
કામ નું સામાન લઈ બેગ પેક કરી ને ત્રણેજણ કારમાં ગોઠવાયાં અને કાર પુરઝડપે દોડવા લાગી....!
પણ એમને શું ખબર કે આ પ્રવાસ એમને શું શું દેખાડશે કયાં કયાં લઈ જશે નવી નવી દુનિયા ઓની શેર કરાવશે.
એવી જાદુઈ દુનિયા જયાં જન્મ અને મુત્યુ થી પરે એવાં શ્રાપિત માણસો, માયાવી ચક્રો, અધોરા સાધુ ઑ
વિચિત્ર માન્યતાઓ કલ્પનાઓ થી પણ પરે એવા પ્રાણીઓ ભયંકર અને ક્રુર આત્મા ઓ દિલ કંપી ઊઠે એવા દ્રશયો અને
તેમાંથી ઉડતું આશ્ચર્ય અને રોમાંચ એમની રાહ જોતું હશે..!!!
---
બાંધવગઢ નેશનલ પાર્ક ની શરહદ પર પોહોચ્યા ત્યાંજ જંગલ ની બોડર પર નેશનલ પાર્કની ઓફિસ હતી. ઓફિસ માં કામ કરતાં માનિસિંહ ઝાલા સાહેબ મંણી અંકલ ના ખાસ મિત્ર હતા.
જયારે થોડા વર્ષો પહેલાં મંણી અંકલ અહિં શોધ કરવા આવ્યા હતાં ત્યારે બન્ને ની પાકિ દોસ્તી બંધાઈ ગયેલી.
એટલે ઝાલા સાહબે ત્યાંજ ત્રણેય ને રહેવાની ! અને ખાવાની સગવડ કરી આપી.
ઓફસ ની અગાસી ઉપર થી બાંધવગઢ નેશનલ પાર્કનો નઝારો રમણીય અને મનમોહક લાગતો હતો. આખા જંગલમાં એક વિચિત્ર પ્રકારની શાંતી છવાઈ હતી.
આ વનો એટલાં ગાઢ હતાં કે સુર્ય ના કિરણો પણ એની ધરાતલ ને સ્પર્શ કરી શકતાં ન હતાં. ધાટ ના પહાડો પોતાની અલ્હડ અદા થી ઊભા હતાં.
થોડી થોડી વારે પ્રાણીઓ ના અવાજ આવ્યા કરતાં હતાં. પણ કહેવાય છે ને કે જે જેટલું સુંદર હોય છે તેટલુજ ખતરનાક અને જાનલેવા પણ હોય છે.
ત્યાંજ જંગલ તરફથી થોડા માણસો દોડતા આવ્યા અને ઝાલા સાહેબ પાસે આવીને કંઈક કહેવા લાગ્યાં.
એ લોકો નો ગણગણાટ સાંભળી ને હું અંકલ અને ઉમંગ પણ ત્યાં પહોચી ગયાં.
એ આદીવાસી લોકો ના ચહેરા પર અજીબ ભય દેખાઈ રહયો હતો.
એક માણસ કહેવા લાગ્યો "ઝાલા સાહેબ જંગલ મે થોડે અંદર દો ગાંવ વાલો કી અધખાઈ લાશે પડી હૈ લગતા હે વો કિસી જંગલી જાનવર કા શિકાર હો ગયે હૈ. આપ જલદી ચલીયે સાયદ કોઈ જીન્દા હો ઓર
કિસીકે મદદ કી રાહ દેખ રહા હો ધ્રુજતા ધ્રુજતા બોલ્યો.
ઓ..હો..હો યે કયા હો રહા હૈ એક મહિને મે યે પાંચમી વારદાત હૈ,,,, ઝાલા સાહબ દાંત કટકટાવતા બોલ્યા.
ચલો જલદી જંગલ મે ઓર સબ સાથ મે ઓર ચોકકને રહના,,,, ઝાલા સાહબે બે બંદુક ધારી શિપાહી ઓને સાથે લીધા.
અંકલ,ઉમંગ અને હું પણ સાથે જોડાયો.
વારદાત ની જગ્યા પર પહોચ્યા.
ત્યાં બે માણસો પડેલાં હતાં એક તો મરી ગયો હતો પણ બીજો હજુ થોડો જીવતો જ હતો એ થોડો થોડો તરફડીયા મારી રહયો હતો.
તેને પ્રાણીઓ એ જીવતો જ ખાવાનો ચાલુ કરી દિધો હતો.
એટલે તેના પેટ નો ભાગ આખો બહાર આવી ગયો હતો. એના આંતરડાઓ જયાં ત્યાં પડેલા હતા.એનો અરધો પગ ની જાધ પણ અઘખાયેલી હતી.
એ મળદા ઓની આજુબાજુ લોહી ના ખાબોચ્યાં ભરાયા હતાં.
આ બધું જોઈ અમેબધા ધ્રુજવા લાગ્યાં.
પણ આ તો ઝાલા સાહેબ એમનું આ બધુ રોજનું કામ હતું એટલે એમને એટલો ફરક નહિ પડયો. પણ હા આ બીજો કેસ હતો કે કોઈક જીવતા માણસ ને પ્રાણીઓ એ ખાધો હોય.
એ લાશો ગામવાસીઓ ને સોપી ને અમેપાછા ઓફિસે પોહોચ્યા.
રાત થવામાં આવી હતી ધીમેધીમેરાત નું કાળું અંધારું આખા જંગલ પર પ્રસરવા લાગ્યું હતું. હવે ધીમે ધીમે જંગલ જીવંત થવા લાગ્યું હતું.
જંગલમાંથી વિચિત્ર અવાજો સાંભળાવા લાગ્યાં એવા વિચિત્ર અને ડરાવના આવાજો થી આખું જંગલ રીતસરનું ગુંજવા લાગ્યું.
ઝાલા સાહેબ નો કડક આદેશ હતો કે રાતના કંઈપણ થાય પણ રુમ ની બાહર નીકળવું નહીં.
કારણ આપણે જંગલ ની વચ્ચો વચ્ચ છે.
રાત ના બાર થી એક થવા આવ્યા હતાં. હું જંગલ ની મૂર્તિ ઓ વિશે લેપટોપ માં સર્ચ કરી રહયો હતો ત્યાંજ બારી ની થોડી ખુલ્લી જગ્યા તિરાડ માંથી બાહાર થી થોડો પ્રકાશ રૂમ ના અંદર આવવા લાગ્યો અંકલ અને ઉમંગ બન્ને સુઈ ગયાં હતાં.
મને કંઈક અજુગતુ લાગ્યું એટલે મે બારી ની નાની અમથી તિરાડ માંથી બાહાર જોવા લાગ્યો.
બાહાર જોતાજ મારી આંખો આશ્ચર્ય થી ફાટી પડી.
આખાં જંગલ માં જણે કોઈક અજાણી નકારાત્મક શકિત નો પ્રકાશ અને પ્રભાવ લાગ્યો.
અચાનક જંગલ પીળી રોશની થી જગમગ કરવા લાગ્યું
કેટલીક સફેદ પરછાઈ ઓ આમ થી તેમ આટા મારી રહી હતી. કેટલીક નાની નાની સફેદ પરછાઈ ઓ બાળકો જેવી દોડા દોડી કરી રમી રહી હતી. કેટલીક કાળી પરછાઈ એક ઝાડ નીચે વિચિત્ર અવાજે વલોપાત કરી રહી હતી.
ઍવું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું જાણે આખું નર્ક લોક પુથ્વી પર ઉતરી આવ્યું હૉય.
કેટલીક કાળી પરછાઈ મળદા જેવી આક્રુતિ ની આજુબાજુ બેસીને કોઈક વિચિત્ર અવાજે રડી રહી હતી. અને તેજ મળદા ને ખાય રહ હતી.
તેનો રડવાનો અવાજ એટલો ભયાવહ હતો કે મારા શરીર માં કંપારી થવા લાગી દિલ ના ધબકારા એ સ્પીડ પકડી રહયા હતા.
બહાર જંગલ માં પરછાઈ ઓ વધી રહ હતી. અને એ પરછાઈ ઓ વિચિત્ર પ્રકારનો અવાજ કરી રહી હતી.
જેમ મસાણ માં ભળભળ કરતી ચિતા ઓ સળગે તેમ અહિં ચિતા ઓ સળગી રહી હતી.
હવેએ અવાજો ડરવાની ચિસો માં પરિવર્તિત થઈ રહ હતી.
એટલી ડરાવની કે શાભળનાર ની આત્મા કંપી ઊઠે....!!
બધાજ ચિતા ના પ્રકાશ એક વિચિત્ર ગુબજ માં એકત્ર થવા લાગ્યો. ચિસો ચિહાડા માં પરીવર્તિત થવા લાગી.
એક જોરદાર વિસ્ફોટ જેવો પ્રકાશ થયો અને બધુ જ અંધકાર માં વિલિન થઈ ગયું.
થોડવાર પછી મે સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ મને ઊંઘ આવતી જ ન હતી.
સવાર થઈ મે બધી વાત ઉમંગ અને મંણી અંકલ ને કરી.
સવારે ત્યાં કંઈ પણ ન હતું
સવાર થઈ ને અમે ગામ માં ગયા ગામના માણસો પાસે કંઈક માહિતી માટે.
સવારે એક માણસ ચા નાસ્તો લઈ ને આવ્યો શુભમે વાત વાત માં રાત ની ધટના એને પુછી લીધી.
એણે કહયું કે આ તો ધણાં સમય પહેલાં અહી આદીવાસી ઓ નું મસાણ હતું પછી અહીં આ ઓફીસ બની ગઈ એટલે હવે જંગલ ના અંદર લોકો ને બાળે છે. ધણાં લોકો અહી ડર્યો છે પણ જેમ તમે કિધુ તેમ આજ સુધી કોઈએ કઈ નથી જોયું.
એનું કામ પતાવી એ નીકળી ગયો.
કાલે ઝાલા સાહબ ને બોલાવવા આવ્યા હતાં ને તેમાંથી એક ને પુછતાછ કરી તેણે કહ્યું મને આ મંદિર વિશે નથી ખબર પણ હા બધાં કહે છે કે કે જંગલ ની અંદર હજું પણ મંદિર નું ખંડર છે પણ ત્યાં જવું વર્જીત છે કારણ કે ત્યાં માનવભક્ષી પ્રાણી ઓ રહે છે. અને એ પ્રાણી ઓ કોઈને પણ છોડતા નથી.
ત્યાં થી આગળ જાતા અમે એક બુઝૂર્ગ ને પુછ્યું પણ ઍ હિન્દી જેવી કોઈ અલગ બોલી બોલી રહ્યો હતો.
કયાં તુમ જાનતે હો કીસીકો જો હમે ઉસ શ્રાપિત મંદિર કે બારે મે બતા શકે....?
એણે થૉડુ ખોખારતા ધીમાં સ્વરૅ કીધું..!
હા એક આદમી હે જો ઈસકે બારે મે કુછ જાનતા હોગા.
કોન....??
વો યહા કા સબસે પુરાના આદમી હે નામ હૈ લવજી આદિવાસી હૈ ઉસકી પુરી જીંદગી ઈસી જંગલ મે પુરી હુવી હૈ વો જાનતા હોગા.
વો ઉસ નદી કી કિનારે બડે સે પેડ કે નીચે રહેતા હૈ.
અમે ત્રણે જણે એ તરફ પ્રયાણ કર્યુ. ત્યાં જઈ ને જોયું તો એક મોટી ઉંમર નો માણસ ખાટલા માં પડેલો હતો. મેલા ઘેલા કપડા હતા તેના,, એનાં મોઢા પર કરચલીઓ પડેલી હતી. આંખો નસીલી હતી.
એનું શરીર અશકત હતું પણ અવાજ હજુ પણ કડક હતો.
સામેથી અવાજ આયો "કયા કામ હૈ.. કોન હો તુમ.??"
મે મંણીભાઈ હું મે એક આર્કીયોલોજીસ્ટ હું ઓર યે દોનો મેરે સ્ટુડન્ટ. હમ ગુજરાત સે આયે હૈ,, યહા ખોજબીન કરને કે લિયે સરકાર ને હમે રખ્ખા હૈ.
મતલબ....??
વો જો પુરાને મંદિર યા કોઈ પુરાની સંસ્ક્રુતિ કે અવશેસ ખોજતે હૈ વો.
ઓહ અબ સમજા શ્રાપિત મંદિર કે બારે પુછને આયે હો ક્યાં....?
હા હમ ઉસી કે બારે મે જાનને આયે હૈ.
હા મે બહોત પહેલે વહા ગયા હું વો ઉચી ચોટી દિખ રહી હૈ ઉન દો ઉચી ચોટીયો કે બીચ મે વો શ્રાપિત મંદિર હૈ.
હા વહી મંદિર....! શુભમ ઉત્સુકતા થી બોલ્યો.
હા વહિ મંદિર.... પર વહા જાના મતલબ અપની ચિતા ખુદ સજાના...!
હા બહોત સી કાહાનીયો મે સુના હૈ કી વહા ખજાના હૈ.. ઉસ શ્રાપિત મંદિર કે નીચે.
મેરે દાદાજી ને મુઝે બચપન મે કહા થા કિ જીદા રહના
હોતો વહા કભી ના જાયે. પર મે અપની ઉત્સુકતા રોક નહી પાયા ઈસ લિયે મે એક બાર વહા ગયા થા,,,પર ઉસે મેને વો ચોટી પેસે દેખા થા ભહોત હી ભંયાનક મંદિર હૈ.
મંદિર કે સામને પથ્થરો મે ગુફાએ હૈ ઉન્હી ગુફા ઓ મેને બહોત હી ભયાનક દ્રશય દેખા કોઈ કાલી પરછાઈ મેરે પીછે દોડી થી ઉસને મુઝ પર ઝપટ ભી મારી થી પર મેરી કીસ્મત અચ્છી થી કી મે બચ ગયાં.
બહોત સે લોગ વહા ગયે હૈ પર કોઈ ભી આજતક લોટ કૈ નહી આયા.
કોઈ તો રાસ્તા હોગા અંદર જાને કા....! શુભમ બોલ્યો.
વો મુઝે નહી પતા પર એક અધોરી સાધુ મેરેપાસ ગાંજા પીને આતા હૈ. વો ઈસી જંગલો ધુમતા રહતા હૈ ભટકતા રહતા હૈ સાયદ આજ સામ કો વો મેરે પાસ આયેગા તુમ સામકો ઉસકે સાત બાત કર લેના,,,, થોડા ગુસ્સેવાલા હૈ સોચ સમજ કે બોલના..!
સાંજે પાંચ વાગ્યે ફરીથી અમે ટાઈમસર ત્યાં પહોંચી ગયા.
પાછળ બંન્ને ચિલમ પી રહયાં હતાં.
એ તાંત્રિક થી પણ વધારે કંઈક નાગાબાવા જેવા લાગતો હતો પણ એણે કાળી લંગોટ વટાળેલી હતી. આખા શરીરે સપૂંણ રાખ લગાવેલી હતી.
ગળા માં હડ્ડીઓની ની માળા પહેરેલી હતી. ચમકદાર ચહરો અને તેજ થી પ્રકાશિત નશીલી આંખો,, માથાપર મહાદેવ ની ત્રીજી આંખ જેવું તિલક, બાલો ની લટ થી બાંધેલો અંબુડો અને લાંબી,, લાંબી દાઢી એમના આખા વ્યકતિત્વ ને ને ઓર ગુઢ બનાવતી હતી.
બોલો કયા કામ કે લીયે આયે હો યહાં.... તાંત્રિક બોલ્યો.
હમ વો શ્રાપિત મંદિર ઓર ઉસમે છુપા શ્રાપિત ખજાને કી જાનકારી કે લીયે આયૅ હૈ,,, હમ વહા તક કેસે પહોચ સકતે હૈ.... ! અંકલ સીધી કામ ની વાત પર આવ્યા.
તાંત્રિક એ જોરમાં ચિલમનો કસ ખેચ્યો..અને થોડી વાર પછી હસવા લાગ્યો.. જોર જોર માં હસવા લાગ્યો.
અને પછી મોટી આંખો કરી બોલ્યો..
યે દુનિયા મે કતને મુર્ખ લોગ રહતે હૈ જો જાન બુઝ કર અપની મોત કે પાસ જાતે હૈ..!
અનેપછી જોર જોરથી અટ્હાસ્ય કરવા લાગ્યો.
થોડી વાર પછી બોલ્યો "ચલે જાવ યાહા સે વરના બેમોત મારે જાવોગે."
આ જોઈ શુભમ થોડો ઉદ્વિગ્ન થઈ ગયો ને બોલ્યો "આપકો હમારી મદદ કરની હો તો કરો વરના હમ ખુદ અપની મદદ કર લેગે.
તુમ્હારી આંખો મેં વો ચમક દિખ રહીં હૈ પર તુમ યૈ કર પાવોગે.
હા મેં કરુગા.