Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Parul Desai

Inspirational


0  

Parul Desai

Inspirational


ઋણ

ઋણ

6 mins 132 6 mins 132

“જોઇએ છે એકાઉંટ્સ ક્લાર્કસ. રુબરુ મળો : સવારે 11 થી 1 વાગ્યા વચ્ચે. મે. ભગીરથ પ્લાસ્ટીક્સ(પ્રા) લિ. કુ. 6, ઓમ કોમ્લેક્ષ, વાસણા, અમદાવાદ...” નોકરીની આ જાહેરખબર વાંચી મોહિતની આંખો ફરીથી ચમકી. પોતાના બાયોડેટાની ફાઇલ યાદ આવી.

મોહિત એમ.કોમ. સ્પેશિયલ એકાઉંટ્સ એન્ડ કોસ્ટીગ સાથે પાસ થયેલો. આ વિષયોમાં તેના 85% માર્ક્સ હતા. એ પોતાના પિતાનું ત્રીજું સંતાન હતો. એમ.કોમ એકાદ વર્ષ પહેલા પાસ થયેલો. કેટલાય ઇંટરવ્યુ આપેલા પરંતુ કઈને કઈ આડુ આવતું અને નોકરી વિનાનો આજે પણ હતો. તેને પોતાના નિવ્રુત પિતાની ચિંતા હતી. તે તેના માતા-પિતા અને ભાઇ ભાભી સાથે અમદાવાદમા રહેતો. પરંતુ નોકરી વિનાન હતો તેની તેના પિતાને પણ ચિંતા હતી.

આંખોમા ફરીથી નવી આશાઓ આંજી ઓજસ સહ આ એકાઉન્ટ્સ ક્લાર્કની જગ્યાનો ઇંટરવ્યુ આપવા તૈયાર થયો. ભલે પોતે એમ.કોમ હતો છતા આજના બેરોજગારીનો ભરડો લઈને બેઠેલ ભારતમા આ નોકરી મળે તો પણ ખોટું ન્ હતું એમ સૌએ સ્વીકારી લીધું. મોહિત તેના પિતાને ચરણસ્પર્શ કરી નીકળ્યો ત્યારે તેના પિતાએ જાણેઅજાણે આજે દ્રઢ વિશ્વાસ જતાવ્યો કે આ નોકરી જરુર મોહિતને મળી જશે ! મોહિતની 10 ધોરણ થી એમ.કોમ સુધીની કાર્કિર્દી ઉજ્જ્વળ  હતી.

મોહિત સમયસર મે. ભગીરથ પ્લાસ્ટિક્સ (પ્રા) લિ. કુ.ની ભવ્ય વિશાળ સુંદર ઓફિસે પહોચી ગયો. આ કંપની ઘરગથ્થુ પ્લાસ્ટિક્સની વસ્તુઓ બનાવતી, માતબર નામના મેળવેલ કંપની હતી.  જેણે થોડા સમયમાં જ હરણફાળ પ્રગતિ કરી હતી.

મોહિતે ઓફિસની રિસેપ્શનિસ્ટને પોતાની ફાઇલ બતાવી અહીં આવવાનો હેતુ જણાવ્યો અને મખમલ સોફા ઉપર – મુલાકાતીની લોંજ મા બેઠો.

 મોહિત તો મનોમન મુંજાતો હતો કે આ નોકરી પણ નહી મળે તો ઘરમા બધા અને વિશેષ નિવ્રુત પિતાજીની શી હાલત થશે? એ જે કંઈ યાદ આવ્યુ તે જનરલ નોલેજ નું યાદ કરવા માંડ્યો. એકાઉન્ટીગના હવાલાના વ્યવહારો વગેરે યાદ કરતા પ્રભુને પ્રાર્થના કરતો, વ્યગ્રતા સાતે શાંતિ પકડવાની મથામણ કરતો બેઠો...

વિશાળ એરકન્ડીશન્ડ, અધ્ય્તન ચેમ્બરમા બિરાજમાન થયેલ મે. ભગીરથ પ્લાસ્ટીક્સ (પ્રા.) લિ. કુ. ના ચેરમેન રાજિવ ઠાકોર એ પોતાની પાસે આવેલ ફાઇલ જોવા માંડી... ઓહ! ફાઇલ વાંચતા વાંચતા તે ઉતેજિત થવા માંડ્યો... ઓહ! આ શું હતું ! પોતે ગળગળો થવા માંડ્યો. આંખોના ખુણે અશ્રુ ઊભરાઇ આવ્યા... ફાઇલ વાંચતા આવડા મોટા હોદ્દાવાળો એટલે કંપનીનો સર્વોચ્ચ અધીકારી ચેરમેન ને આવુ કેમ થવા માંડ્યુ.

રાજીવ ઠાકોર એ વાચ્યુ : મોહિત સોમપુરા, એમ.કોમ ! ખુબ સુંદર. અને મોહિતના પિતાનુ નામ શ્રી ક્રુપાશંકર વી. સોમપુરા, નિવ્રુત હેડ્માસ્તર, શ્રી ગાંધીવિધ્યાલય પાલનપુર.... આમ મોહિતનું પણ વતન પાલનપુર... હાલનું સરનામું “ગૌતમ એપાર્ટમેંટ્સ ફ્લેટ 302 સુભાષચોક, નવા વાડજ, અમદાવાદ... ”

બસ, હવે ચેરમેન રાજીવ ઠાકોર ઉતાવળો થયો. તેના માનસપટ સહિત હ્રદય ઉપર અનેક કૂણા – કૂણા સ્પંદનો અને પ્રવાહોના તરંગો વહ્યા. પોતે જ બેચેન હતો. જાણે પોતાના ઉપર પોતાનો કાબૂ નહોતો રહ્યો. આમ કેવી હાલત હતી! મૂળ તો ઇંટરવ્યુ આપવા આવનારો બેચેન થાય તેને બદલે આજે ઇંટરવ્યુ લેનારો બેચેન હતો!! ઊલટી ગંગા વહી!  

તેમણે મોહિતને પટ્ટાવાળા મારફતે પોતાની ચેમ્બરમા બોલાવ્યો.

 “મે આઇ કમ ઇન સર?” એમ રજા માંગતા મોહિત ઉપસ્થિત થયો. આજ્ઞા થતા સામેની ખુરશીમા બેઠો. “હાં, તમારું નામ મોહિત ક્રુપાશંકર સોમપુરા, મૂળ વતન પાલનપુર, હાલ અમદાવા ખાતે, નિવ્રુત હેડમાસ્તર, ગાંધી વિધ્યાલય પાલનપુર .... કેમ બરાબરને? રાજીવ ઠાકોર એ બધું ધબકતા હ્રદયે પૂછી લીધું.

 આ પછી “તેણે’ મોહિતના અભ્યાસની, 85% વિગેરે આડીઅવળી વાત કરી. તેને ચેમ્બરની બહાર બેસવા કહ્યું અને ન જવા વિનંતી કરી.

 પોતાના વિશાળ ટેબલ ઉપર ગોથવેલ ક્મ્પ્યુટર પર એક પત્ર જાતે જ ટાઇપ કર્યો. પ્રિંટ કાઢી તેમા

 ચેરમેન તરીકે રાજીવ ઠાકોર એમ સહી કરી કુ નું સીલ માર્યુ. પત્ર પેક કર્યો. આ દરમ્યાન બહાર

 રિસેપ્શનિસ્ટ મારફતે ક્યા જવાનું તેના “શોફર” ને ક્યા જવાનું તેનું સરનામું લખાવ્યુ.

 ચેરમેન સાહેબ ચેમ્બરની બહાર આવ્યા અને બહાર બેઠેલા મોહિતને જણાવ્યું, “ચાલો મારી સાથે.”

આજે આ ચેરમેન સાહેબ રાજીવ ઠાકોર ના પગમાં અનોખું જોર હતું... મનમા ઉત્સાહ હતો... મોહિત તો કઈ  

સમજી ન શક્યો..... સાહેબ સાથે જવાનું? મનોમન ગભરાયો....છતા “સાહેબ” ની પાછળ પાછળ ચાલ્યો. ત્યા            

વળી સાહેબે નવો ધડાકો કર્યો. .... “મારી સાથે લિફ્ટ્મા જ આવો.” મોહિત લિફ્ટમા સંકોચ સાથે ગયો. તેને નવાઇ લાગતી હતી ને સાથે બીક પણ લાગતી હતી કે આ ચેરમેન સાહેબને મારે- અમારે કોઇ જૂની ઓળખાણ નથી , ફાઇલમા કોઇ ભલામણ નોટ નથી અને છતા સાહેબ પોતાને આટલુ બધું માન કેમ આપે છે? એ વિચારે ચડ્યો. પોતાનાથી કોઇ ભૂલ કે અવિવેક થયો હશે એટલે ક્યાક ઠપકો આપવા લઈ જાય છે ! પણ હા... તેમા મને બહાર શા માટે લઈ જાય? બન્ને લિફ્ટમા નીચે આવ્યા. “સાહેબ”ની કાર તૈયાર હતી.... તે કારમા બેઠા એટલે મોહિત એ રજા લેતા કહ્યું, “સાહેબ, આપનો આભાર.” અને ચાલવા માંડ્યો. ત્યા તો નમ્રતા દાખવતા લહેકાથી બોલ્યા “ અરે! મોહિત, ક્યા ચાલ્યા? બેસો આ કાર મા.” “અરે! સાહેબ, હુ તો બસમા ઘેર જતો રહીશ. આપને જવું હોય ત્યા જજો.” એમ કહેતા મોહિત વધુ મુંજાયો.  આ તે શું બની રહ્યું છે! પોતાની કોઇ ભૂલ હશે? ઇંટરવ્યુમા તો આવું કંઈ પૂછ્યુ નથી. ક્યાય તોછડાઇ થઈ ગઈ હશે? જો કે તેની શક્યતા નહોતી. હવે આ નોકરી તો મળે એમ નથી લાગતું પણ આ સઘળી ગતિવિધિ થઈ રહી છે તેની તેને ગતાગમ પડતી નહોતી. છતા તે “સાહેબ” ના ખૂબ આગ્રહથી તેની બાજુમા પાછળ સંકોચાતો બેઠો.

 થોડીવારમા મોહિતે જોયું ચેરમેન સાહેબની કાર તો પોતાના ઘર પાસે જ આવીને ઊભી રહી. મોહિત તો બહુ ગભરાયો. સાહેબે પૂછ્યુ : “મોહિત, આ જ તમારું ઘર ને ! ફ્લેટમા ચાલો તમારે ત્યા....” હવે તો મોહિત કરગરી રહ્યો, “ સાહેબ, મને માફ કરો. મારી તે કોઇ ભૂલ થઈ છે? સાચું ખોટું કંઈ કહેવાઇ ગયું હોય તો મને માફ કરો. તમારા પગે પડુ.... મારા પિતાશ્રીને કોઇ ફરિયાદ ન કરતા- એ બિચારા બહુ ગભરાઈ જશે. ..આપને દુખ થયુ હોય તો માફ કરો..” બે હાથ જોડી મોહિત..

ચેરમેન સાહેબ- રાજીવ ઠાકરે તેને સાંત્વન આપતા કહ્યું,” અરે ! મોહિત તમે કેમ ગભરાવ છો? એવુ કઇ જ નથી. તમને શી ખબર હોય કે આજનો આ દિવસ અને ઘડી મારા માટે કેટલા મહત્વનાં અનેરા છે .”

તેમના નયનો મા હર્ષ ના આંસુ ઉભરાઇ આવ્યા...” આ તો મારા માટે આતિ આનંદિત- ઉતેજિત અને રોમાંચભરી ઘડી છે.. અવસર છે!!”

બન્ને મોહિત ના ફલેટ ના બારણે આવી ને ઉભા- મોહિતે ડૉરબેલ દબાવી.. જાણે આજે ડોરબેલ બહુ જ અનોખી રીતે, મસ્તીખોર અવાજે રણકી ઉઠી...

બારણુ ખૂલ્યુ. બારણુ ખોલવા ખુદ કૃપાશંકર સાહેબ જ આવ્યા. રાજીવે તો તરત જ સાહેબ ને ઓળખી લીધા.. એ ખુબ જ ગળગળો થઈ ગયો. અને તેના ચરણ સ્પર્શ કરવા જૂકી પડ્યો.. મોહિત જોતો રહ્યો..

કૃપાશંકર તો પહેલા કાઇ સમજી ના શક્યા પછી રાજીવે પૂછ્યું, “ સાહેબ મને ઓળખ્યો? થોડીક વાર કૃપાશંકર ઓળખી ના શક્યા પછી તરત જ બોલી ઉઠયા, “ આરે ! આ તો મારો રાજીવ કે નહી? “એમ કહેતા રાજીવ સાહેબ ને ભેટી પડ્યો.. હા.. બે દિલ વચ્ચે નો સ્નેહ સમ્બંધ, પ્રેમ ના તાણાવાણા વણાયેલ હોય તે વિસરાય ખરો?

“... ઓહ રાજુ(જ્યારે કૃપાશંકર ઉમળકા મા આવી જતા ત્યારે રાજીવ ને રાજૂ કહેતા જે રાજીવ ને પણ બહુ ગમતું) તુ અહી કયાથી? કેમ:?”

રાજીવે ગદગદ અવાજે કહ્યુ, “સાહેબ, આજ નો આ દિવસ અને આ ઘડી મારા જન્મ કે લગ્નદિન કરતાય મહ્ત્વ ના છે, રોમાંચક છે. મારા ઉપર આપ નુ જે ઋણ છે તે જોતા આજ નો દિવસ અનેરો, અદભૂત, અવિસ્મણીય આનંદીત છે, અદકો છે...આપનું ઋણ જો કે કદી ઊતરે એમ નથી છતા આજે જરાક પ્રયત્ન કરી રહ્યો છુ. જ્યારે ધોરણ 10 માં પાલનપુરના ગાંધી વિધ્યાલય મા હુ ભણતો હતો ત્યારે આપ મારા શિક્ષક હતા તે વખતે માર ગણિત અને અંગ્રેજી કાચા હતા અને તેથી આપે મને ધોરણ 11-12 એમ બે વર્ષ ટ્યુશન આપ્યુ. અરે! કોઇ પણ ફી રકમની અપેક્ષા વિના મારા પિતાશ્રીએ આપને ટ્યુશન ફી લેવા... કોઇ ભેટ સ્વીકારવા ખૂબ સમજાવ્યા પરંતુ આપે તેનો વિનમ્રપણે અસ્વીકાર કર્યો અને દિલથી મને ભણાવી આ બન્ને વિષયોમા મને પ્રવિણ બનાવ્યો. સાહેબ, આ ઋણ તો ક્યાથી ઉતારી શકુ? છ્તા આજે ભગવાને અનાયાસે તેમાથી થોડોક ભાર ઉતારવા મોકો આપ્યો છે તો તે માટે સદભાગી છુ....”

રાજીવે આગળ વધારાતા જણાવ્યું કે “આજ આપના પુત્ર મોહિત મારે ત્યા ઇંટર્વ્યુ આપવા આવ્યા. મેં તેની ફાઇલ જોઇ ત્યારે મેં જાણ્યુ કે આપ જ મારા ભાવિ નુ ઘડતર કરનાર શિક્ષક શ્રી ક્રુપાશંકર સોમપુરા. હવે અમદાવાદ છો આ બધુ જાણ્યુ. એટ્લે આપને ત્યા આપના ચરણસ્પર્શ કરી આપને મળવા તો દોડી આવ્યો. ...” આ સઘળી ગતિવિધિ મોહિત તો બાઘામંડળ જેવો બની રહી જોઇ રહ્યો.

....પછી ચેરમેન – રાજીવ ઠાકોર એ ક્રુપાશંકર સાહેબના હાથમા એક કાગળ આપ્યો. ....એ હતો મોહિતની મે. ભગીરથ પ્લાસપ્લાસ્ટીક્સ (પ્રા.) લિ. કુ મા એકાઉન્ટ્સ ઓફિસરની નિમણૂકનો નહી કે એકાઉંટ્સ ક્લાર્કનો !

બે વર્ષ પછી મોહિત હવે રાજીવ ઠાકોરનો બનેવી અને તેની નાની બહેનનો પતિ હતો.. એટલું જ નહી આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાનો એક ડિરેક્ટર પણ...

                                               


Rate this content
Log in

More gujarati story from Parul Desai

Similar gujarati story from Inspirational