Siddhi Prajapati

Drama

3  

Siddhi Prajapati

Drama

રામ- સીતા

રામ- સીતા

3 mins
194


સીતા નામની એક છોકરી હોય છે. તે ખૂબ જ સુંદર અને સંસ્કારી હોય છે. તે નાની પાંચ એક વર્ષની હોય છે ને તેના મતા પિતા અલગ થઈ ગયા હોય છે. એને મંથન નામનો નાનો ભાઈ હોય છે. એના માતા પિતાનું અલગ થવાનું કારણ એના પિતા હોય છે, જે રોજ રાતે દારૂ પી આવી સીતાની માતાને મારતા. સીતા નાની હોવાથી કઈ કરી ના શકતી. એટલે સીતાનાં મામા સીતા અને તેની માતા અને ભાઈને પોતાના ઘરે લેતાવે છે.

આમ સમય પસાર થતો જાય છે સીતા અને મંથન મોટાં થઈ જાય છે, સીતા છઠ્ઠા ધોરણમાં અને મંથન ચોથા ધોરણમાં ભણતો હોય છે. સીતા ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે અને તેના નાના ભાઈ ને ભણતા ખૂબ જ જોર આવતું હોય છે. સીતાના રૂમમાં રામ નામનો છોકરો ભણતો હોય છે જે સીતા જેટલો જ હોશિયાર હોય છે. તે સીતા બંને જોડેજ રે'તા હોય છે. તે એટલી નાની ઉંમરમાં જ સીતાને પસંદ કરતો હોય છે પણ તે સીતને કઈ કે'તો નથી. સીતા પણ તેને પસંદ કરતી પણ હાલ તે પોતાના ભણવામાં ધ્યાન આપવા માંગતી હતી. આમ ધીમે ધીમે સમય પસાર થાય છે તે બને દસમા ધોરણમાં આવે છે અને એક દિવસ રામ અને સીતા એકલા બેઠાં હોય છે.

ત્યાં રામ પોતાના મનની વાત સીતાને કહે છે કે,"સીતા હું તને નાનપણથી પસંદ કરું છું તું મારી પ્રેમિકા બનીશ ?" આ સાંભળતા જ સીતા મનોમન ખૂબ જ ખુશ થઈ જાય છે પણ તે રામને કઈ કે'તી નથી. થોડો સમય રામની સામુ પ્રેમભરી આંખોથી જોઈ રહે છે. પછી એ રામ ને કહે છે કે,"હા હું તારી પ્રેમિકા બનવા તૈયાર છું પણ એના માટેની એક શર્ત છે કે દસમા ધોરણમાં તું પ્રથમ ક્રમે આવીશ તો જ હું તારી પ્રેમિકા બનીશ. આ સાંભળી રામ ખૂબ જ ખુશ થઈ જાય છે અને એ ખૂબ જ મહેનત કરવા લાગે છે. તેની મહેનત અને અથાગ પ્રેમના લીધે ફક્ત શાળામાં જ નહીં આખી યુનિવર્સિટીમાં તે પ્રથમ ક્રમે આવે છે, ત્યાં તે પોતાનું પ્રમાણપત્ર લઈ ઘરે જતો હોય છે, સામે સીતા દોડતી આવી તેને ગળે લાગી જાય છે અને રામને કહે છે કે હું તને પ્રેમ કરું છું. આ સાંભળી રામ પણ સીતા ને કસથી બાહોમાં લઈ કહે છે કે હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું.

પછી તે એકાંત સ્થળે જાય છે અને વાતો કરે છે, પછી તેઓ ઘરે જાય છે. એક બે મહિના પછી આગળ કૉલેજમાં એડમીશન લેવા જાય છે ત્યારે તે ભેગા થાય છે આમ કૉલેજમાં તેઓ અવાર નવાર મળતા રહે છે. એક દિવસ આ વાત સીતાના મામાને ખબર પડે છે સીતા ઘરે આવે ત્યારે તેને પૂછે છે કે તું કોને પસંદ કરે છે ત્યારે સીતા બધું સાચું કહી દે છે એના મામા એની વાત જાણી ખુબ જ ગુસ્સે થાય છે કારણ કે તે જે છોકરાને પસંદ કરતી હોય છે તે છોકરાના માતાપિતાથી ખૂબ સમય પહેલાનો ઝગડો થયેલો હોય છે એટલે એ ના પાડે છે. સીતાનું ભણવાનું બંધ કરાવી દે છે તેના મામા. હવે સીતા અને મંથન મોટા થયા હતા એમને સંબંધ કરવાની વાતો ચાલતી હતી. પણ સીતા રામને પસંદ કરતી હોવાથી તે ના પાડે છે એના મામા મામી એને મારે છે એટલે સીતા આત્મહત્યા કરી દે છે. સીતાના આત્મહત્યા કરવાના લીધે રામ પણ આત્મહત્યા કરી લે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama