Siddhi Prajapati

Others

3  

Siddhi Prajapati

Others

પરિવાર કે પ્રેમ

પરિવાર કે પ્રેમ

7 mins
139


સિયા નામની એક છોકરી હોય છે. તે ૧૮ વર્ષની હોય છે. તેના પરિવારમાં કુલ પાંચ સભ્યો છે તે તેના માતા પિતા અને ભાઈ બહેન. તે મધ્યમ વર્ગના લોકો હોય છે. જેમાં સિયાની મોટી બેનનું નામ રજની હોય છે અને ભાઈ સૌથી નાનો જેનું નામ દિવ્ય હોય છે. સિયાની બેન ખૂબ ભણી ગણેલી હોય છે એના પાછળ એના માં બાપ એ ખૂબ ખર્ચ કરી ભણાવી હોય છે ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી તો સીયાની બેન ને ભણાવવા એના પિતા રાત દિવસ મજૂરી કરતા હોય છે. સિયા ખૂબ જ સારી અને દયાળું હોય છે તેથી તે તેના માતા પિતા ને એના પાછળ પૈસા બગાડવા નથી દેતી એ ૧૧-૧૨ સાયન્સ કરતી હોય છે પણ તેના ઘરની પરિસ્થિતિ ને લીધે એ પોતાના ભણવા પર ધ્યાન નથી આપી શકતી. જેના લીધે એ ૧૨ સાયન્સમાં ત્રણ વિષયમાં નાપાસ થાય છે. જેના લીધે એના મા બાપ એને રોજ બોલ બોલ કરે, કામ વધારે કરાવે, ખેતરમાં લઈ જાય આ બધું જોઈ સિયાને ખૂબ જ દુઃખ થાય છે તેથી તે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે પણ ત્યાં એના પડોશમાં રે'તા કાકા કાકી ના છોકરા આવી જાય છે અને તેને રોકે છે. સિયાની માં ઘરે આવે છે ત્યારે તેમના પાડોશી સિયાની માતાને જણાવે છે ત્યાર પછી સિયાની માં તેને આગળ ભણવાનું કે છે સિયા વિસનગર આઇ. ટી. આઇ. કરવા જાય છે પણ તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો હોય છે તે પોતાની જાત ને ખુબ જ એકલતા અનુભવતી હોય છે. તેની બેન તેને એનો જૂનો મોબાઈલ આપીદે છે અને તે નવો મોબાઈલ લાવે છે.

 સમય જતા સિયા મોબાઈલ માં ફેસબૂક ખોલે છે. એને મોબાઈલની એટલી જાણકારી હોતી નથી. એટલે તેને ફેસબુકમાં ઘણા મિત્રો હોય છે. એ મિત્રોમાં કૌશિક નામનો છોકરો હોય છે જેના જોડે સિયા રાત્રે મોડા સુધી વાતો કરતી હોય છે. એ છોકરો કૌશિક જે સિયાની એકલતા ને દૂર કરે છે એ તેનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો હોય છે એટલે સિયા એની સાથે થયેલું બધું કૌશિક ને કે છે. સમય જતાં કૌશિક સિયા એક બીજા તરફ નું આકર્ષણ વધી જાય છે કોઈ દિવસ કૌશિક સીયાને મેસેજ ના કરે તો સિયા નો આખો દિવસ ઉદાસ ભર્યો જાય અને રાત્રે મોડા સુધી મેસેજ ની વાટ જોવે. પછી બીજા દિવસે કૌશિકથી નારાજ થઈ જાય એમ વિચારે કે આજ એને મેસેજ નહિ કરું પણ થોડો સમય થાય અને એનાથી ના રહેવાય અને મેસેજ કરી દે આવી હાલત બસ સિયાની જ નહીં કૌશિકની પણ હોય છે. સમય જતાં કૌશિક પોતાના દિલની વાત સિયા ને કહે છે કે હું તમને પસંદ કરું છુ શું તમે મારા જીવન સંગીની બનશો. સિયા પણ કૌશિકને પસંદ કરતી હોય છે પણ જિંદગીનો આવડો મોટો ફેંસલો એ કેવી રીતે લઈ લે એટલે કૌશિક જોડે થોડો સમય માગે છે.

સિયા ઘરે જાય છે ત્યારે તે તેની મમ્મીને પોતાની વાત જાણવા કે મમ્મી પપ્પા શું વિચારે છે તે જાણવા તે પોતાની વાત એની દોસ્ત નું નામ લઈ કે છે ત્યારે તેની મમ્મી એમ કહે છે કે બંને એક કાષ્ઠના હોય તો કઈ વાંધો ન આવે. આ સાંભળી સિયા ખુશ થઇ જાય છે કારણ કે કૌશિક સિયા એક જ કાષ્ઠ ના હોય છે એટલે તે કૌશિક ને હા પાડવાનું વિચારે છે પણ ત્યાં તેને યાદ આવે છે કે તે ઊંચાઈ માં બહુ નીચી હોય છે કેટલાક લોકો તેને ઠીંગણી, ઢગી જેવા નામથી ખીજાવતા. ફક્ત લોકો જ નહીં ગણી વાર તેના માતા પિતા ભાઈ બહેન ખિજવતા . એટલે એ દુઃખી થઈ જાય છે અને તે કૌશિક ને ના પાડે છે. કારણ કે કૌશિકે સીયા ને કે સિયાએ કૌશિકને જોયા નથી એટલે એ વિચારે છે કે જ્યારે કૌશિક મારાથી રૂબરૂ થશે ને હું નહિ ગમુ તો આ વિચારી બિચારી સિયા કૌશિકને ના પાડી દે છે.

સમય જતા કૌશિક- સિયા એક બીજાથી વાત કરવાનું ઓછું કરી દે છે પણ તે એક બીજા સાથે વાત કર્યા વગર એક મિનિટ એ ના રહી શકતા એ આખી જિંદગી કેવી રીતે કાઢે. અઠવાડિયા જેવું થાય છે ને કૌશિક સિયા ને મેસેજ કરી પૂછે છે કે તને મારી કસમ છે સાચું કે કેમ ના પાડે છે તું મારું દિલ માનવા તૈયાર જ નથી કે તું મને પસંદ નથી કરતી . ત્યારે સિયા પોતાની વાત જણાવે છે. ત્યારે કૌશિક સિયા ને કહે છે કે ગાંડી આટલી વાત માટે તું મને ના પાડે છે મે બસ તને ફોટા માજ જોઈ છે . મે તને પ્રેમ કર્યો છે ના કે તારા દેખાવ ને . આમ કહી કૌશિક રોવા લાગે છે અને કહે છે કે તને મારા પર બસ આટલો જ વિશ્વાસ છે. સિયા પણ રડવા લાગે છે અને કહે છે માં થી ભૂલ થઈ ગઈ હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું. પછી રોજ ની જેમ કૌશિક સિયાથી વાતો કરવા લાગે છે. 8 મહિના જેવું થાય છે તેમને એક બીજાને મળે કૌશિક સિયા ને એક બીજાને મળવાની ઈચ્છા થાય છે. કૌશીકનું ગામ સિયા ના ગામ થી બહુ દૂર હોય છે . કૌશીકનો એક મિત્ર સિયા ના ગામની બાજુનો હોય છે એટલે કૌશિક તેમના મિત્ર ના ઘરે આવે છે અને બીજા દિવસ સિયા કૌશિકને મળવાનું હોય છે સિયા ખૂબ જ ખુશ હોય છે કે તે એના કૌશિકને પહેલી વાર જોશે અને એક બાજુ પેલી વાર જોડે જાય છે તો શું બોલશે ? શું કરશે ? તેને પેલી વાર કૌશિક જોશ તો તેના વિશે શું વિચારશે ? એવા ગણા બધા પ્રશ્નો એના મનમાં થતાં હોય છે. અને આખરે એ ક્ષણ આવી જ જાય છે તે કૌશિક જોડે પોકી જાય છે પેલિ વાર કૌશિક ને જોઈ ખૂબ જ ખુશ થઇ જાય છે. એની ખુશી નો પાર નથી હોતો .

આમ સમય જાય છે ને તે મહિના માં એક વાર કોઈક વાર તો ૩-૪ મહિને મળે છે. આમ એમના સબંધ ના ત્રણ વર્ષ વિતી જાય છે. કૌશિક તેમના સબંધ ની વાત પોતના પરિવાર ને કરે છે તેમના પરિવાર ના લોકો સિયા ને જોવા માગતા હોય છે પણ સિયા એ એમની વાત પોતાના ગળે નથી કરી હોતી . સિયા પોતાના ઘરે વાત કરતા પહેલા કૌશિક ના ઘરે જવાનું વિચારે છે. એટલે એ કૌશિક ના ઘરે જાય છે. કૌશિકનો પરિવાર ખૂબ મોટો હોય છે. તે લોકો નો સ્વભાવ પણ સારો હોય છે સિયા પણ કૌશિકના પરિવાર ને ગમે છે. સાંજે સિયા ઘરે જાય છે. પછી બીજા દિવસ એ આઇ. ટી. આઇ. જાય છે તે પોતાની વાત એના માતા પિતા ને સામે નથી કહી શકતી એટલે એ તેના પિતા ને કૉલ કરી બધી વાત કરે છે તેના પિતા તેને કહે છે તું ઘરે આય પછી વાત કરીએ. સિયા ગભરાઈ ગઈ હોય છે હવે શું થશે ? તેની પાક્કી બહેનપણી એને કે છે કે ઘરે જા બધી વાત કર . પછી સિયા ઘરે જાય છે અને તેના પિતા એની જોડેથી કૌશિકનાં ઘરનું સરનામું ,મોબાઈલ નંબર લે છે અને કૌશિકના પિતા થી વાત કરે છે અને દસ દિવસ પછી કૌશિકના પિતાને સિયાના પિતા ત્યાં આવવાનું કે છે પણ સિયાના પિતા એ સિયાની માતા ને વાત ન"તી કરી એટલે સિયા તેના પિતા ને એની માતા ને એ વાત નું જણાવાનું કે છે. સાંજે સિયાના પિતા સિયાની માતાને વાત કરે છે.

સિયાની વાત જાણી તેની માતા તેને બોલવા લાગે છે કે એક વાર પણ તે પોતાના ભાઈ વિશે ના વિચાર્યું કે એનું શું થશે ? ક્યાંના લોકો છે કેવા છે કોને ખબર આ બધું કેતિ હોય છે સિયા ઉદાસ થઇ જાય છે અને કે છે કે એક વખત જોવામાં શું થશે ? જોયા વગર કેવી રીતે ખબર પડે કે કેવા લોકો છે. સિયાની આ વાત સાંભળી તેની માતા કે છે કે એ લોકો ને કે મારા ભાઈનું ક્યાંક કરવો તોજ થાય નહિ તો ક્યારેય નહીં. સિયાના સમાજમાં હાટાં પ્રથા હોય છે સામે પોતાની છોકરી આપો તોજ સામે એમની છોકરી આપે. એટલે સિયાની માં સિયા ને કે છે કે તારા ભાઇ ને કોણ હાટુ આપશે એ વિચાર્યું છે ત્યારે સિયા કે છે કે મોટી બેન છે ને એના માટે પણ એની માતા ના પાડે છે અને રોવાનો ઢોંગ કરે છે. આ જોઈ સિયા રડવા લાગે છે એને પોતાનાથી નફરત થાય છે. પછી એને એમ હોય છે આજ નહિ તો કાલ મમ્મી પપ્પા માનસે એટલે એ વાત બંધ કરી દે છે. સિયા 21 વર્ષની થાય છે એની મોટી બેનનો સંબંધ જોવાતો હોય છે કોઈ હાટાં મા વાત આવે તો એની માતા ના પાડી દેતી. સિયા ખૂબ રડતી એક તરફ કૌશિકને ખોવાનો ડર તો બીજી બાજુ કૌશિકની સાથે જાય તો પોતાના માતા પિતાને ખોવાનો ડર. હવે એ શું કરે. આજ પણ સિયા પોતાના માતા પિતાને મનાવવા માટે પ્રયત્ન કરે છે પણ સિયાના માતા પિતાને પોતાના બે સંતાનો રજની દિવ્યની ખુશી સામે સિયાની ખુશી દેખાતી ન હતી. સિયા તો જાણે જીવવાનુ જ છોડી દે છે બધાથી બોલવાનું બંધ કરી દે છે કારણ કે બધા પોતાના સ્વાર્થ નું વિચારતાં હોય છે અને સિયા બધાનુ વિચારે છે. ગણા લોકો સીયાને એમ કહેતા કે આપણે ઘર જેવું હોય એવું સામે મળે કોઈ તેની વેદનાને સમજતું નથી. હવે સિયા ને શું કરવું શું ના કરવું એ સમજ માં નહિ આવતું. સિયા ની માતા એક દિવસ એને કહે છે કે એ છોકરા સાથે પરણવું હોય તો અમારાથી કોઈ સંબંધ નહિ રાખવાનો. આ સાંભળી સિયા તૂટી જાય છે એને કઈજ સમજાતું નથી કે તે પોતાના પરિવાર તરફ જાય કે કૌશિક તરફ.  


Rate this content
Log in