રાજાનું અભિમાન
રાજાનું અભિમાન


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક નગર હતું. આ નગરમાં એક રાજા હતો. આમ તો આ રાજા ઘણો જ દયાળુ અને પ્રજા પ્રેમી હતો. તે હંમેશા પ્રજાના સુખનો જ વિચાર કરતો હતો. હમેશા પ્રજાને સુખી રાખવા જ પ્રયત્ન કરતો. પ્રજા પણ આ રાજાથી ખુબ જ ખુશ હતી. પણ એક જ દોષ હતો. તે ઘણો અભિમાની હતો. તેને એવું લાગતું કે હું ખુબ જ મહાન છું. તે ભગવાનમાં માનતો નહિ. તે પોતાની જાતને જ ભગવાન માનતો હતો.
હવે ભગવાને નક્કી કર્યું કે આ રજાનો અભિમાન ઉતારવો જ પડશે. એટલે એકવાર સવારે રાજા પોતાના મહેલના ઝરૂખામાં વહેલા ઉઠી દાતણ કરતાં હતા. એ વખતે ભગવાન એક સુંદર પક્ષીનું રૂપ લઈને રાજાના ઝરૂખામાં તેની સામે આવીને બેસી ગયા. રાજા તો આ પક્ષીને જોઈને ખુશ થઇ ગયો. રાજાને થયું કે જો આવું સુંદર પક્ષી મારા રાજમાં હોય તો શોભા વધી જાય. આમ વિચારી તે પક્ષીને પકડવા જાય છે. તે પક્ષીના બે પગ પકડી પાડે છે.
પણ એ પક્ષી તો ભગવાન જ હોય છે. જેવો રાજા બે પગ પકડે છે પક્ષી ત્યાંથી ઉડે છે. અને ભેગો રાજા પણ ઉડે છે. પક્ષી તેને લઈને દૂર દૂર ચારેય બાજુ દરિયાથી ઘેરાયેલા એક ટાપુ પર લઇ જઈને ઉતારે છે. આ આખો ટાપુ નિર્જન હોય છે. આખા ટાપુ પર કોઈ જીવજંતુ, પશુ પક્ષી કે માનવ હોતું નથી. અહી રાજાને જીવવું દુષ્કર લાગે છે. અને તેને થાય છે. આ મારું અભિમાન ખોટું હતું. ભગવાન જ મને બચાવી શકે. આમ તે ભગવાનને યાદ કરવા લાગ્યો.
બીજા દિવસે સવાર પડી એટલે આ રાજા ભગવાને યાદ કરવા લાગ્યો. અને બચાવવા માટે મદદ માંગવા લાગ્યો. એટલમાં પેલું પક્ષી ફરી પાછું ઉડતું ઉડતું આવ્યું. રાજાએ તેના પગ પકડી પડ્યા. પક્ષી ફરી પાછુ રાજાને લઈને ઉડ્યું અને પોતાના મહેલમાં પાછું લઇ આવ્યું. હવે આ રજાનો અભિમાન ઉતારી ગયો હતો. બીજા દિવસે તેને રાજ દરબાર ભર્યો. પ્રજાને આમંત્રણ આપ્યું. બધાને ભોજન જમાડ્યા ને કહ્યું, ‘આ બધું જ ભગવાનનું આપેલું છે. હું તો એક તુચ્છ માનવ છું. આ બધું ભગવાનની કૃપાથી જ શક્ય બને છે.
આમ એ રાજાનું અભિમાન ઉતરી ગયું. અને તે ભગવાનના દૂત તરીકે સેવા કરવા લાગ્યો.