પરણેલા નું "પણ"
પરણેલા નું "પણ"
આમ તો સૌ કોઈ જાણે છે કે પરણેલા પતિ અને પત્ની એક બીજા પર પૂરો વિશ્વાસ કરતા જ હોઈ છે, પણ એક સમય એવો આવે છે કે બંને ની વચ્ચે એક પણ આવી જાય છે.
ચાલો તો હું તમને આપણી સ્ટોરી વિષે થોડી માહિતી આપી દઉં. એક પતિ જેનું નામ 'કમલ' અને પત્ની નું નામ 'કામિની' હતું. આમ તો બંને ની લાઇફ શાંતિ પૂર્વક ચાલતી હતી પણ એક સમય એવો આવ્યો કે બંને ની લાઈફ માં પણ આવી ગયો. કામિની આમ તો ગૃહિણી અને પતિવ્રતા હતી અને પોતાની લાઈફ એની બે છોકરી સાથે ખુશીથી વિતાવી રહી હતી.
આમ આવી રીતે બંને ની લાઈફ સારી ચાલી રહી હતી પરંતુ એક દિવસ કામિની ને એની બેબી ની સ્કૂલમાં મહિનાની પેરેન્ટ્સ મિટિંગમાં જવા નું હતુ ત્યાં તેને એક અજનબી 'રાહુલ' સાથે થઇ, પણ અને એની સાથે એવું અટ્ટાચમેન્ટ થઇ ગયું કે એ એને પાછી ભૂલી ન શકી અને ત્યાં વાતો વાતો માં રાહુલ તેનું દિલ જીતી રહ્યો હતો અને મિટિંગ ના અંત માં એક બીજા ના મોબાઈલ નંબર ની આપ લે થઇ.