પ્રેમપત્ર પ્રેમનો ખુલાસો
પ્રેમપત્ર પ્રેમનો ખુલાસો


પ્રિય, અવની
તારા માટે આજે પણ એટલું જ વ્હાલ છે. જેટલું પ્રથમ મુલાકાત વખતે હતું. તને જોઈ અને પ્રેમ થયો એવું નથી, પ્રેમ થવાનો હતો એટલે તું નજરે આવી. તારાથી ઉંમરમાં પાંચ વર્ષ હું ભલે મોટો રહ્યો છતા પણ પ્રેમ થવો સ્વાભાવિક છે. કારણ કે, પોતાના પારસી મિત્રની સોળ વરસની દિકરી રુટીના પ્રેમમાં ચુમ્માલીસ વર્ષની વયે મોહંમદ અલી જીનાહ પડે એટલું નહી તેની સાથે નિકાહ પણ કરે તો તમારો અને મારો પ્રેમ પાંગરે તેમાં કંઈ નવાઈ નથી. મને તમે ઘણા સમયથી ગમતા હતા પણ તમારી જ્ઞાતિ ને મારી જ્ઞાતિ અલગ અલગ હોવાથી મને કહેવાની હિંમત ના થતી એટલે તો બે વર્ષ આમ જ કાઢ્યા હતા કે તમે આજે પૂછે કાલે પૂછે પણ સામેથી પૂછે ઈ બીજા અવની મેડમ નહી. તમને જોઈને જ મારા હ્રદયના ધબકારા વધી જાય છે તો પૂછવાની વાત તો બહુ દૂર રહી એટલે મે તમને મારા મોબાઈલ નંબર આપ્યા અને તમે પણ કંઈ પણ દલીલ વિના તે લઈને રવાના થયા. મને એમ કે તમારો મેસેજ સાંજ સુધીમાં આવશે. ના તો મેસેજ આવ્યો ના તો ત્રણ દિવસ સુધી તમે આવ્યા. એટલે મને એમ થયું કે મારા મનમાં ખોટી કૂંપળ ફૂટી હતી અને તેવી છોકરીને લાયક આપડે ના કહેવાય માટે બધુ ભૂલીને કામે ચડી જવામાં આપડુ ભલું છે.
પણ ચોથા દિવસે તમારો મેસેજ આવવો અને હું રીપ્લાય આપુ ના આપુ ત્યાં તો ધડાધડ મેસેજ નો તમારા ઘ્વારા ઢગલો કરી દેવો ઈ વાતની સાબિતી છે કે આગ ત્યાં પણ લાગેલી હતી 'ને અહિયા પણ. હવે તમારી સાથે વાતોનો દોર શરૂ થઈ ગયા પછી પણ પૂછવું એ મારા માટે પ્રાણ પ્રશ્ન હતો કારણ કે સુરતના આપડા મહોલ્લામા તમારી વસ્તી પ્રમાણમાં વધારે હતી અને તમારા સમાજનો દબદબો હતો, સામાન્ય બાબતે પણ સામે વાળ
ાના હાથ પગ ભાંગનાર તમારા સમાજથી મારા જેવા સીધા સાદા અને ઋજુ મનના માણસને ડર લાગે તે સ્વાભાવિક છે. છતા પણ પ્રેમ માણસને હિંમતના ટોટા નથી રેવા દેતો એ ન્યાયે મેં તમને પહેલી વાર મારા સાથે પ્રેમ કરવા માટે ઓફર કરેલી. પણ તમે ના પાડીને ખાલી મિત્ર રહેવા મને કહેલું અવની.
તેની ના પાડી ને તમે મને મેસેજ ન કરતા એમ કહી ને હું ઓફલાઈન થયેલો..!
મારી અચરજ વચ્ચે રાતના અગિયાર પેલા ઓનલાઈન ન થનારા તમે સવા આઠ વાગ્યામાં ઓનલાઈન આવેલા અને કેમ કંઈ બોલતા નથી એવો મેસેજ કરેલો અને મેં પણ શું બોલું...? એમ કહી ને ટૂંકો જવાબ વાળેલો ત્યારે તમે કહેલું હું હા કહુ તો તમે રાજી થશો અને મેં હા કહેતા તમે મારા પ્રેમ પર તમારી મંજુરીની મહોર મારી અને આગળ વધેલા...!!
હવે તો તમારા સાથે વાત કર્યા વિના રાત્રે નીંદર નથી આવતી આ રીતે વાત કરતા કરતા બે મહિના જતા રહ્યા પણ તમે એકવાર પણ રૂબરૂ મુલાકાત માટે આવી ના શક્યા ખાલી ખોટા વાયદા જ આપ્યા કર્યા એટલે મને જરા શંકા જેવું થયું કે તમે માત્ર સમય પસાર કરવા માંગતા હોય તેમ બને એમાં અધૂરામાં પૂરું એકવાર તમારી બેન બાજુમાં હતી અને તમે મને મેસેજ કર્યો ભગવાનની દયાથી ભલે તેણે જોયો નહી એટલે તમે અને હું બચી ગયા બાકી અવની આપણું થાત શું..? તમને તેની કલ્પના છે ખરી...?
એટલે જ તમારી પાસે જે નંબર હતો તે મારે બંધ કરવો પડ્યો. ખાલી નંબર બંધ કર્યો છે પ્રેમ નહી એટલુ યાદ રાખજો તમે. હા તમારી તૈયારી હોય તો તમારા માટે આખી દુનિયા સામે લડી લેવાની તૈયારી આજે પણ આ દુબળા દેહના તમારા સુદામામાં છે..!
માત્ર અને માત્ર તમારા જ ગૌરવના જાજાથી હેત...!!