Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૩

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૩૩

4 mins
11


માયા બહેન : "જ્યારે તું સચિનના વિચાર કરતી હતી ત્યારે જ હું આવી તને જોવા."

આરતી : "અરે ના મમ્મી હું તો ઓલું.. અરે ના.. બીજું.."

માયા બહેન : "ઈટ્સ ઓકે બેટા, આ ઉંમરમાં એટ્રેક્ષન થાય, પરંતુ હા જો વ્યક્તિ બરાબર હોય તો એ એટ્રેક્ષનને પ્રેમમાં બદલતા વાર નથી લાગતી."

આરતી : "મમ્મી તું શું બોલે છે ?"

માયા બહેન : " ઠીક છે ચલ જવા દે, તે આજના દિવસમાં પૂજા સાથે વાત કરી ?"

આરતી : "ના મમ્મી આજે તો વાત નથી થઈ પણ ગઈ કાલે જ્યારે મે ફોન કર્યો તો બેસ્ટી નહીં પણ ભાઈ એ ફોન ઉપાડ્યો અને એમની સાથે વાત થઈ. ભાઈ બેસ્ટી સાથે બહુ ખુશ છે, અને હા બેસ્ટીના આવ્યા પછી ભાઈ મારી સાથે પણ વાત કરવા લાગ્યા છે."

માયા બહેન : "હું બહુ ખુશ છું કે કરણ તારી સાથે વાતો કરવા લાગ્યો છે. એક કામ કર અત્યારે પૂજાને ફોન તો કર, મને વાત કરવાનું બહુ મન થાય છે, એકવાર બંનેને જોઈ લઉં તો મને નિરાંત થઈ જાય."

આરતી : "ગુડ આઈડિયા."

પછી આરતી તરત પૂજાને ફોન કરે છે પરંતુ પૂજાનો ફોન બંધ આવે છે. માયા બહેનને થોડી ચિંતા થાય છે. આરતી તરત પૂજાને મેસેજ કરે છે કે," મમ્મીને તારી સાથે વાત કરવી હતી, એમને એની વહુની બહુ યાદ આવતી હતી માટે ફ્રી થઈને ફોન કર જે અને તારા મેકોવર વાળા ફોટો તો મોકલ જે, મમ્મી ને એની મોર્ડન વહુ ને જોવી છે." 

માયા બહેન : "ઠીક છે તું તારું વાંચવા માંડ હું જાવ છું અને પૂજાનો ફોન કે મેસેજ આવે એટલે મને કહેજે." 

આ બાજુ કરણ પૂજાની રાહ જોઈને થાકીને પાછો રૂમમાં જાય છે ત્યારે ત્યાં પૂજા ક્યાંય મળતી નથી. કરણ ને થોડી ચિંતા વધારે થાય છે માટે કરણ તરત સિટીંગ રૂમ માં ગોતે છે પણ પૂજા ત્યાં પણ નહોતી. કરણ પૂજાને ગોતતો હતો ત્યારે કરણ ના ફોનમાં રીંગ આવે છે, જે ફોન કરણ ના લોયર વિકાસનો હોય છે.

કરણ : "યેસ, શું અપડેટ છે ?"

વિકાસ : "સર મે વીર પર કડક ચાર્જીસ લગડ્યા છે, વીર ને જેલમાંથી બહાર નીકળવું અશક્ય બનાવી દીધું છે."

કરણ : "મેક શ્યોર કે વીર પાછો પૂજાને હેરાન કરવાનું સપનામાં પણ વિચારે નહીં."

વિકાસ : "ડોન્ટ વરી સર."

આટલી વાત કરીને કરણ ફોન કટ કરીને પાછળ ફરે છે ત્યારે પૂજા ત્યાંજ ઊભી હતી. પૂજાની આંખોમાં એક ઉદાસી હતી અને કરણની વાત સાંભળીને પૂજાની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. કરણ તરત પૂજાને હાથ પકડીને ત્યાં સોફા પર બેસાડે છે અને પૂજા પણ કરણના શોલ્ડર પર માથું રાખીને ખૂબ રડે છે. કરણ પૂજાને શાંત કરે છે, અને પોતાના બંને હાથથી ગાલ પકડીને પૂજાનું મોઢું પોતાની તરફ કરે છે અને કહે છે,

કરણ : "હું મસ્તી કરતો હતો, મેં મારી કોઈ લિમિટ ક્રોસ નથી કરી. ટ્રસ્ટ મી, આતો ખાલી હું તને ચિડવતો હતો બાકી તારી મરજી વગર હું તારી સાથે ક્યારેય જબરદસ્તી નહીં કરું. તારી મરજી હશે ત્યારે તારા સ્પેશિયલ મોમેન્ટ ને વધુ સ્પેશિયલ બનાવી દઈશ."

પૂજા : "શું કાલે મને વીરે વાઇન પીવડાવી હતી ? શું હું વીરને મળી હતી ?"

કરણ : "તારા આટલા નાના મગજમાં આટલાં બધાં સવાલ ક્યાંથી આવે છે ?"

પૂજા : "મને થોડું થોડું યાદ આવે છે, પ્લીઝ મને આખી વાત કરો, ક્યાંક મેં નશામાં ?"

કરણ : "શું નશા માં ? હા વીર તારો હાથ પકડીને બેઠો હતો, બાકી.."

પૂજા : "બાકી શું ? એ વીર જે બોલ્યો હોય પરંતુ હું ફક્ત અને ફક્ત તમને જ પ્રેમ કરું છું, મારા ઉપર ફક્ત તમારો જ અધિકાર છે, તમારા સિવાય હું કોઈને પ્રેમ નથી કરતી, બાકી એ વીર જે બકવાસ કરતો હતો તેના પર તમે પ્લીઝ વિશ્વાસ નો કરતાં."

કરણ : "શું કીધું તે હમણાં ?"

પૂજા : (થોડી અજાણ બનતાં)"શું કીધું મેં ?"

કરણ : "તે એમ કીધું કે તું પેલા વીરને પ્રેમ કરે છે ?"

પૂજા : "ના મેં એવું નથી કીધું ! હું ફક્ત અને ફક્ત તમને જ પ્રેમ કરું છું."

કરણ : "હજી એકવાર બોલને."

પૂજા : "ઠીક તો તમે મારી મસ્તી કરો છો ?"

કરણ : "ના, તું જે બોલી તે સાંભળવા માટે હું ક્યારનો રાહ જોતો હતો, આય લવ યુ માય જાન."

આ સાંભળીને પૂજા શરમાઈ જાય છે અને કરણ તરત પૂજાના હોઠને પોતાના હોઠથી લોક કરી દે છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે પૂજા કહે છે,

પૂજા : " અંદર ચાલો ને, આપણાં સ્પેશ્યિલ મોમેન્ટ માટે મે થોડી તૈયારી કરી છે."

કરણ : "સાચે તું રેડી છે આપણાં આ સંબંધને આગળ વધારવા ?"

પૂજા : "તમે અંદર ચાલો સમજી જશો."

કરણ તરત પૂજાને તેડીને પૂજાએ કહ્યું તે બીજા રૂમમાં જાય છે તો ત્યાં પૂજાએ કરણ માટે ખૂબ સુંદર રૂમ ડેકોરેટ કર્યો હતો. કરણને જાણે આજે દુનિયાની બધી ખુશી મળી ગઈ હોય તેવું લાગતું હતું.

પૂજા : "મને તમારા પર પૂરો વિશ્વાસ હતો કે તમે હું નશામાં હતી તેનો ફાયદો ઉઠાવ્યો નહીં હોય માટે તમે રૂમની બહાર ગયા કે તરત હું આ રૂમમાં આવી અને મેં થોડું ઘણું મારાથી થયું તે સરપ્રાઈઝ તમારા માટે કર્યું, હોપ યુ લાઈક ધિસ."

કરણ કંઈ કહેતો નથી અને તરત પૂજાને તેડીને બેડ પર લઈ જાય છે અને આજે બને એકબીજાને મન ભરીને પ્રેમ કરે છે અને આજે કરણનું પેશન તો અલગ જ હતું પૂજાને પ્રેમ કરવા માટે. પૂજા પણ આજે કરણની બનવા તૈયાર હતી, કરણે પણ આજે પૂજાને પોતાના પ્રેમમાં રંગી દીધી હતી. આખરે આજે પૂજા અને કરણ એક થઈ ગયા. બંને પ્રેમી પંખીડા ખૂબ ખુશ હતા.

ક્રમશ :                     


Rate this content
Log in

Similar gujarati story from Drama