Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

પ્રેમ કળશ એકીસાથે જો ઢળે

પ્રેમ કળશ એકીસાથે જો ઢળે

6 mins
14.5K


મીસ સ્મિથ સાથે આત્મિયતા એટલી બંધાઈ ગઈ છે મેં મારી મમ્મીને જોઈ નથી મમતા અને મા ના કૉડ મને મળ્યા નથી પણ મીસ સ્મિથને મળું છું ત્યારે ત્યારે મને તેણીમાં મારી ‘મા’ દેખાઈ છે. હું એલિમેન્ટ્રી સ્કુલમાં હતી ત્યારથી સ્કુલમાં વૉલન્ટીર તરિકે સેવા આપે છે. અમારા સંબંધ એટલા ગાઢ થઈ ગયા કે હું હાઈસ્કુલમાં ગઈ તો તેણી હાઈસ્કુલમાં પણ મારી સાથે જ ત્યાં વૉલન્ટીર તરિકે ફરજ બજાવવા લાગી. અમારા સંબંધ હંમેશા મા-દીકરી જેવાજ રહ્યા છે. ઘણી વખત હું મોડી સુધી સ્કુલમાં રહું તો તેણીએ મને ઘેર આવવા રાઈડ આપી છે.

મારા પિતાની વાત શું કરું ? મારા પિતાએ મને મમ્મી અને ડેડી બન્નેનો અઢળક પ્રેમ આપ્યો છે, મારી મમ્મી સાથે ડિવૉર્સ લીધા બાદ મારા પિતાએ કદી ફરી મેરેજ કર્યા નથી. તેનું મૂખ્ય કારણ હું છું, એ કહેતાઃ ‘બેટી રીના તારી મમ્મીને બીજા સાથે લફરું થતા તેણી તારી કશી પણ ચિંતા કર્યા વગરતને બે વર્ષની છોડી જતી રહી અને અમોએ અંતે ડિવૉર્સ લીધા. મને મારી મમ્મી પર બહુંજ નફરત પેદા થઈ છે. પ્રેમના ખોટા આવેશમાં આવી સંતાનની આહુતિ આપનાર મા ને મા કહેવી કે ડાકણ ? દીકરી ખાતર કદી પણ લગ્ન ના કરવાનો વિચાર ધરાવનાર પિતાનું બલિદાન મારી દ્ર્ષ્ટીએ ભીષ્મપિતા કરતાં પણ વિશેષ છે.

મારા ડેડી અહી શિકાગોમાં ’સ્ટેન્ફોર્ડ' કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ છે. અમારે શિકાગો નોર્થ એરિયામાં પાંચ બેડરૂમનું હાઉસ છે પણ આટલા મોટા હાઉસમાં રહેવાનું માત્ર મારે અને ડેડીને. નાનપણથી નેની સાથે ઉછરી છું પણ ડેડીએ માની ખોટ મને કદી લાગવા દીધી નથી. લાડ-કોડ સાથે ડિસીપ્લીન અને એજ્યુકેશનને હંમેશા પ્રથમ પ્રાયોરિટી આપી છે. એના પરિણામ રુપે આજ હું હાઈસ્કુલમાં ટોપ ફાઈવમાં મારુ નામ છે. તેનું ડેડીને ગૌરવ છે. મારી ઈચ્છા મેડીકલમાં જવાની છે અને મને ફૂલ સ્કોલરશીપ સાથે સારી યુનિવસિટીમાં એડમિશન પણ મળી ગયું છે.

હાઈસ્કુલ ગ્રેજ્યુએશન સેરિમનીમાં ડૅડી સાથે અન્ય મિત્ર-મંડળ હાજર હતાં. પણ મેં મીસ સ્મિથ ને ના જોઈ. એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી મને મા જેવો પ્રેમ આપતી રહી એ જ મા આજ હાજર નથી ? મે ડેડીને કહ્યું પણ ખરુઃ

‘બેટી તું હંમેશા મીસ સ્મિથની વાત કર્યા કરે છે પણ હજું સુધી મને તેણીને મળવાનો મોકો કદી મળ્યો નથી. મને પણ નવાઈ લાગે છે કે આટલી દયાળું અને મમતાના સાગર સમાન મીસ સ્મિથ તારા ગ્રેજ્યુએશનમાં કેમ ના આવી ?

ગ્રેજ્યુએશન બાદ અમો સૌ ઈટાલીયન રેસ્ટૉરન્ટમાં લન્ચ લઈ ઘેર આવ્યા. ડેડી તેના રૂમમાં આરામ કરવા ગયા. બે ત્રણ દિવસબાદ મારા નામની ટપાલ આવી, મીસ સ્મિથની હતી. મે જલ્દી જલ્દી ખોલી,

"પ્રિય રીનાબેટી,

બેટી, પ્રથમ પાંચમાં હાઈસ્કુલ ગ્રેજ્યુએટ થઈ સાથો સાથ ફૂલ સ્કૉલરશીપ સાથે સ્ટેટની ટૉપ યુનિવસિટીમાં એડમીશ મળી ગયું એ બદલ મારા લાખ લાખ અભિનંદન. આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો સોનેરી દિવસ છે. આજ મારું સ્વપ્ન સાકર થયું.

બેટી, તને થયું હશે કે હું તારા ગ્રેજ્યુએશનમા કેમ ના આવી ? બેટી, હું આવી હતી પણ દૂર દૂર ગ્રેજ્યુએશન હોલમા તારા ડેડી બેઠાં હતાં એની બીજા સાઈડ પર બેઠી હતી અને તને ગ્રેજ્યુએશન સાથે મેડલ મળ્યો બહું ખુશ થઈ મારી ખુશી વ્યકત કરવા મારી પાસે કોઈ બેઠું નહોતું. આખી ગ્રેજ્યુએશન સેરિમની મે માણી, દૂર દૂર બેઠાં મે એક તારી મા, જનેતા તરિકે તને અંતરના આશિષ આપ્યા.

મા, જનેતા શબ્દ સાંભળી નવાઈ ન પામીશ. હું તારી જન્મદાતા મા છું. સમય અને સંજોગેઓ દીકરી માને વુખુટા પાડી દીધા. શંકા-આશંકાથી ઘેરાયેલા ઝંઝાવટે દીકરી-માના પવિત્ર પ્રેમને ખિલવાનો મોકોજ ના આપ્યો.

તારા પિતા એક સારા પિતા બની શક્યા પણ એક સારા પતિ ના બની શક્યા. બેટી,હવે તું સમજદાર થઈ છે અને આજ મારે તને સાચી હકિકત કહેવીજ જોઈએ, મારા મનના બોજાનો ટોપલો જે વર્ષોથી લઈ ફરુ છું તે આજ હળવો કરવા માંગુછું.

બેટી, હું અહી શિકાગોમાં જન્મેલી અને અહીંજ ભણી અને કોલેજ ગ્રેજ્યુએટ થઈ મને એકાઉન્ટ તરિકી જોબ મળી હું અને તારા ડેડી દિવાળી પાર્ટીમાં મળ્યા બાદ અમારી બે વર્ષની ફ્રેન્ડશીપ પછી અમારા લગ્ન થયાં. અમો બહુંજ ખુશ હતાં. તારા ડેડીને કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન મળ્યુ. અમોએ મોટું હાઉસ લીધું ત્યાર બાદ તારો જન્મ થયો. તારા જન્મથી ઘરમાં ખુશાલીનું મોંજુ ફરી ફરી વળ્યું. મે એકાદ વર્ષ જોબ ના કરી તારી સંભાળ લીધી. ત્યારબાદ ફરી જોબ શરૂ કરી. જોબમાંથી મારી અવાર-નવર મારા બોસ સાથે બહારગામ જવાનું તેમજ કસ્ટમર સાથે બહાર લન્ચમા જવાનું થતુ. તારા ડેડી અહી જન્મેલ છતાં એની માઈન્ડ કેમ સંકુચિત હતું તે હું કદી પણ સમજી ના શકી. એમને શંકા હતી કે હું મારા બોસ સાથે પ્રેમમાં છું. ઘરમાં અવાર-નવાર ઝગડા-દલિલ થવા લાગી મેં તારા ડેડીને કહ્યું. ‘ઉમેશ,આપણી એકની એક વ્હાલી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે મારે મારા બોસ સાથે કોઈ આડકતરા સંબંધ નથી. મારી જોબને લીધે મારે આવાર-નાવર તેમની સાથે બહાર જવું પડે.’ પણ એમની શંકાના સમાધાનની કોઈ મેડીસીન મારી પાસે નહોતી. બદચલન, બેવફા જેવા શબ્દોથી મારુ અપમાન થવા લાગ્યું. છતાં તારા ખાતર મેં બધુંજ સહન કરી લીધું.

મને ખબર પણ નહોતી અને તારા ડેડીએ ડિવોર્સ પેપર્સ ફાઈલ કરી દીધા. પૈસાના જોરે સારો લૉયર અને એવા વિટનેસ કોર્ટમાં બોલાવ્યા અને મારી સામે ચારિત્રહીન અને હું મેન્ટલી તને સંભાળવવા માટે શક્તિમાન નથી એવું જુઠ્ઠુ સાબીત કર્યુ. હું એકલી પડી ગઈ. તારા વગર હું ગાંડી ગાંડી થઈ ગઈ. હું જે પહેલાં મેન્ટલી અપસેટ નહોંતી તે ડિવૉર્સબાદ મેન્ટલી અપસેટ થઈ ગઈ. મને પૈસા મળ્યા પણ સંતાન સુખ ના મળ્યુ. જોબ પર ધ્યાન ના આપી શકી. મારી જોબ પણ જતી રહી. સહારાવગરની બેસહારા નાવ જેવી બની ગઈ !એકલી અટુલી એપાર્ટમેન્ટમાં ખંડેર જેવી જિંદગી અને ભટકતા ભૂત જેવી થઈ ગઈ. તને જોવા તલસતી હતી પણ તારા ડેડીએ લૉયર દ્વારા તારાથી દૂર રહેવાનો કોર્ટ-ઓડર લઈ આવ્યાં.. શું કરુ ? મારી પાસે એટલા પૈસા નહોતા કે સામે કોર્ટમાં ફાઈટ કરી શકું.

એપાર્ટમેન્ટમાં મારી બાજુમાં રહેતા માઈકલ સ્મિથે મની ઘણીજ મદદ કરી. માઈકલ મારાથી પાંચ વર્ષ નાનો હતો, ઈમિગ્રેશન ઓફિસર તારીકે જોબ કરતો હતો. મારા પ્રત્યે એમને ઘણુંજ માન હતું. એ બ્લેક હતો પણ એમનું દીલ દૂધ જેવુ! ભયંકર આધીમાં સપડાયેલી વેલને એક સહારો મળ્યો. એક દિવસ મને લગ્ન માટે પ્રપૉઝ કરી…મારાથી પાંચ વર્ષ નાનો છતાં મેં હા કહી. બેટી, અમોએ કૉર્ટમાં લગ્ન કર્યા. મારી જિંદગીની બધી હકિકતથી તે વાકેફ હતો. અમો એ હાઉસ લીધું. તને જોવાનો, મળવાની તક હું કાયમ જોતી. માઈકલે મને કહ્યું. ’લીના,તું જોબ ના કરે તો પણ આપણું ઘર સુંદર રીતે ચાલી શકે તેમ છે. તું જે સ્કુલમાં રીના છે તે જ સ્કુલમાં વૉલીનટીયર તરીકે જોબ કર જેથી રીનાને તું રોજ મળી શકે.’ ‘માઈકલ, મારે રીનાને જાણ નથી કરવી કે હું તેની મમ્મી છું, રીનાના ડેડી પણ મારા વિશે ખબર ના પડવી જોઈએ. તને તો ઉમેશના સ્વભાવનો ખ્યાલ છે કે કેટલા હલકા વિચારનો છે.’ ‘તું માત્ર તારું નામ મીસ સ્મિથ તરીકેજે રાખજે. ઉમેશને પણ તે ફરી લગ્ન કર્યાની ખબર નથી તેથી સ્મિથ નામથી તેને ખ્યાલ પણ નહી આવે કે તું ઈન્ડીયન છો.

બેટી, એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી તારી સાથે સ્કુલમાં રહી અને મેં એક મા તરીખે મારી વહાલસોય દીકરીને ઉછરતી જોઈ. તારા ડેડીને પણ તારા પ્રત્યે આભાર લાગણીને પ્રેમ છે હું જાણું. એ એક પ્રેમાળ પિતા બની શક્યા પરંતુ એ પ્રેમાળ પતિ ના બની શક્યા. પિતા-વાત્સલ્ય આપનાર પિતા પત્નિને એમના હ્ર્દયમાં સ્થાન ના આપી શક્યા ! મને આનંદ છે કે તને સારા સંસ્કાર મળ્યા, તારા ડેડીએ ફરી લગ્ન ન કરી સઘળો પ્રેમનો કળશ તારી પર ઢોળી દીધો. તું બધી રીતે હોશિયાર નિવડી.

બેટી ! માઈકલની ટેક્ષાસ સ્ટેટમાં બદલી થઈ છે અને આવતાં મહિને અમો મુવ થઈએ છીએ. મારા આશિષ, શુભેચ્છા, માની મમતા સદા તારી સાથજ રહેશે. તને સારા ડોકટર તરીકે જોવાની ઈચ્છા છે અને મને આશા છે કે તુ મારું સ્વપ્ન જરૂર સાકાર કરીશ. અફસોસની વાત છે કે હું અને ઉમેશ એક ધરતી અને આકાશ સમાન છીએ જેનું મિલન અશક્ય છે. હું માઈકલ સાથે ઘણીજ સુખી છુ જેને મને કિચડમાંથી ઉંચકી પ્રેમરૂપી મંદીરમા બેસાડી છે તેનો ઉપકાર હું આ ભવમાં ચુકવી શકું તેમ નથી.

પત્ર બહુંજ લાંબો લખાઈ ગયો છે. પરંતું મારે મારા હ્ર્દયના ઉંડાણમાં છુપાયેલું વર્ષોનું રહસ્ય અને ભાર તારી પાસે ઠાલવ્યા સિવાઈ કોઈજ ઉપાય નહોતો. સત્ય સૂરજ સમાન છે, વાદળા તેને ટૂંક સમય માટેજ ઢાંકી શકે, સદેવ નહી ! આશા છે કે સત્યને સમજ્યા બાદ મા પ્રત્યે તિરસ્કારનું ઓઢેલું આવરણ દૂર કરીશ.

દીકરીના પ્રેમમાં ભટકતી મા."

પત્ર વાંચતા વાંચતા અનેક વખત અટકી, આંખમાંથી આંસુ પક્યા. વિચારોના વંટોળમાં ઊંડી. દુ:ખ એજ વાતનું થયું કે મીસ સ્મિથમા લિબાસમાં છુપાયેલી મારી મા ને હું કેમ કદી ના ઓળખી શકી ? કેટલો અતૂટ પ્રેમ, મમતા, નિસ્વાર્થ પ્રેમના ભાવને હું જાણી ના શકી ? મા ! તારો અદભૂત ત્યાગ, અપાર મમતાની તુલના ઈશ્વર સાથે પણ ના થઈ શકે.

પિતાનું વાત્સલ્ય, મા ની મમતા બન્ને લાજવાબ છે. હું કોઈનો પણ પક્ષ ના લઈ શકું. મારા જન્મદાતા માતા-પિતા બન્ને મહાન છે. મા ચાંદની છે તો પિતા સૂર્ય છે. બન્નેને મારા જીવનના આંગણે સાથે જોઈ શકીશ ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational