પ્રેમ છે તો છે પાર્ટ - 1
પ્રેમ છે તો છે પાર્ટ - 1


હજુ લાગે છે કે એ કાલે જ મારી સાથે હતી. પણ એ વાતને પણ વરસો વીતી ગયા. કાલે ઘણા વરસ પછી સોશ્યિલ મીડિયા પાર તેનું એકાઉન્ટ મળ્યું. અને મળ્યા સાથે જ મેં એને રિકવેસ્ટ મોકલી દીધી. એને એકસપટ તો ના કરી. પણ એનો મેસેજ આવ્યો બોલ સુ કામ છે. મારી તો ખુશી નો પાર ના રહ્યો. પણ મને ક્યાં ખબર હતી કે એ કટાક્ષ માં પૂછે છે કે શું કામ છે. પણ હું તો રાઝી રાઝી થઇ ગયો. મેં પૂછ્યું કેમ છે. કઈ જ રિપ્લાય ના આવ્યો. પણ હું રાહ જોતો રહ્યો. થોડી વાર પછી નોટિફિકેશન આવ્યું. તારે સુ કામ છે. હું તો જોતો જ રહી ગયો. એ હવે મારા થી નફરત કરતી હતી. મને થોડી વાર તો રડવું આવી ગયું. પણ હવે હું કઈ કરી શકતો ના હતો. મેં ઘણી કોશિશ કરી પણ એ મને ઉલ્ટા જવાબ જ આપતી રહી. મેં તેને કહ્યું કે તને સુ થઇ ગયું છે. કેમ એવું કરે છે. એ જાણતી હતી કે મેં તેને કેમ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.એને ખબર હતી કે હું તેને હજુ પણ પ્રેમ કરું છું. અને તેને રીઝવવાની કોશિશ કરું છું.
મેં મારા દિલ ને મનાવ્યું. કઈ વાંધો નઈ એ મારાથી નફરત કરી હોય તો હું તો એને સાચા દિલ થી પ્રેમ કરું છું. એ જેવી પણ હોય મને મંજુર છે. મને હજુ યાદ છે, મેં તેને પેહલી વાર પ્રોપોઝ કર્યું તું. જયારે હું ૧૨ માં ધોરણ માં સ્ટડી કરતો તો. આમ તો અમે ૭ માં ધોરણમાંથી સાથે સ્ટડી કરીએ છીએ. પણ મને એના પ્રત્યે હવે ફિલિંગસ આવવા લાગી હતી. મને હવે લાગવા લાગ્યું હતું કે હું સપના જોવા લાગ્યો છું. અમે રોજ સાથે એકજ બસ માં સ્કૂલ પર જતા. હું ઘણી વખત એની સાથે વાત કરવાની કોશિશ કરતો. પણ એ વધારે વાત ના કરતી. એ બધાને કેતી કે મને ગર્વ છે કે, એને એક પણ બોય ફ્રેન્ડ નથી. હું પણ ખુશ થતો કે એ હજુ સિંગલ છે. પણ જોત જોતામાં. અમારું સ્ટડી પૂરું થઇ ગયું. ને હું રાજકોટ સ્ટડી કરવા જતો રહ્યો ને એ જૂનાગઢ. બંને વચ્ચે હવે ૧૨૦ કિલો મીટર નું અંતર હતું જે મને ક્ષણે ક્ષણે એના થી દૂર કરી રહ્યું હતું. એને તો ખ્યાલ પણ ના હતો કે હું એને પ્રેમ કરું છું. હું એનું સોશ્યિલ મીડિયા માં એકાઉન્ટ શોધતો પણ એને હજુ સુધી એક પણ આઈડી બનાવ્યું નોહ્તું.
આમ તો અમે બંને એકજ ગામ ના છીએ. પણ ક્યારેય પ્રેમ વિષે વિચાર્યું જ નહોતું. ખાલી ફ્રેન્ડ જ હતા અમે. સાથે રમતા સાથે બધા ઉત્સવો મનાવતા. એ બધું તો ક્યાં ખોવાઈ ગયું ખબર જ ના રહી. હું ઘણી વાર એ દિવસો ને યાદ કરી ને ખુશ થાવ છું કે , એ સુ દિવસો હતા. જેમાં હું હતો એ હતી અને ઘણા બધા ફ્રેન્ડ હતા. અમે બધા ભેગા થઇ ને ઘણી વાતો કરતા ઘણી મસ્તી કરતા. અમે લોકો સાથે સ્કૂલ પાર સાથે જમવા બેસતા. એક બીજાનું ટિફિન ખાઈ જતા એ દિવસો ઘણાજ યાદ આવે. પણ હવે મોટા થઇ ગયા ભણવાનો ભાર વધતો ગયો. ને આબધી વસ્તુ ઓ ઓછી થતી ગઈ.
હવે આ પ્રેમ માં કોઈનો દોષ નહતો, કારણકે સમયે જ કઈ થવા ના દીધું.
પણ સુ થાય પ્રેમ છે તો છે.