પ્રાર્થના સભા
પ્રાર્થના સભા
એક સુંદર હસતો ફોટોને એના પર ફૂલોનો હાર,માઈકમાં ગવાતા દુઃખ અને વૈરાગ્ય મનમાં ઊભા કરે એવા ભજન, પરિવાર અને કુટુંબિજનોની આંખમાં આસું અને ચેહરા પર એમને ગુમાવવાનું પારાવાર દુઃખ.
હું અને તમેં આજે આ હોલમાં છીએ તો ફક્ત એક ફંક્શનમાં પોતાની હાજરી જ આપવા માટે આવ્યા છીએ, ટાઈમે આ સભા પુરી થાયને પાછા આપણે આપણા કામમાં જોડાઈ જઈએ, ના તો આપણે જે વ્યક્તિની સભામાં આવ્યા છે એના જવાનું દુઃખ છે કે ના એના પરિવારવના સભ્યોની ચિંતા.
હું ઘણી વખત મારા પતિદેવને પૂછતી હોવ છું કે કેમ લોકો જે માણસ આ દુનિયામાંથી હંમેશા માટે ચાલ્યું ગયું એની જ પ્રાર્થના સભામાં એ વ્યક્તિની સારી વાતો,સ્વભાવ,વ્યકિતત્વ અને એના જીવનની વાતો કરે છે. અને પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય લઈને આવે છે.
જયારે એ માણસ જીવતો હોય ત્યારે તો ના ફોન કરીને ખબરઅંતર લેતા કે, કોઈ સમય આપતા,કે પછી એના જીવનમાં કોઈ સિદ્ધિ માટે એને શુભેચ્છા આપતા.
અરે આપણેતો એટલા અહંકારી છે કે જીવતા વ્યક્તિ ને એના કોઈ સારા કામ માટે પણ અભિનંદન આપતા નથી એને કેહતા એમના સારા ગુણો વિષે.જીવતા વ્યક્તિ માટે સમય નથી અને મરેલા વ્યક્તિ માટે છે.
થોડા સમય માટે તો વેરાગ્ય જેવા વિચારો આવે પણ જેવા પ્રાર્થના સભામાંથી ઊભા થયા બધું જ ત્યાંને ત્યાં ખાંખેરીને પાછા પોતાના જીવનમાં વ્યસ્ત થઇ જઈશું બીજી પ્રાર્થના સભા સુધી.
