પ્રાણીઓની ચતુરાઈ
પ્રાણીઓની ચતુરાઈ
હવે પંખી હોય કે પ્રાણી, હિંસક હોય કે શાકાહારી તરસ તો ભાઈ બધાને જ લાગે ! આ જંગલમાં રહેતા પ્રાણીઓ પણ પોતાની તરસ છીપાવતા, ઘણા વરસો પહેલાની આ વાત છે. એક મોટું જંગલ હતું. આમાં અનેક જાતના પ્રાણીઓ અને પંખીઓ રહેતા હતા. જેમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ જેવા હિંસક પ્રાણીઓ તો વળી સસલા, હરણ, હાથી જેવા શાકાહારી પ્રાણીઓ પણ રહેતા હતા. એટલું જ નહિ આ જંગલમાં મોર, પોપટ, કોયલ, બાજ, કબુતર, કાગડો, ચકલી જેવા સુંદર મજાના પંખીઓ પણ રહેતા હતા.
માટે જંગલમાં આવેલા એક નાનકડા તળાવે જતાં. તળાવ ઘણું નાનું હતું. એટલે તેમાં પાણી પણ ઓછું રહેતું. ચોમાસાના વરસાદમાં થોડાક પાણીથી જ તળાવ ભરાઈ જતું. અને પણ પાણી માંડ શિયાળા સુધી ચાલતું. ઉનાળો આવતા સુધીમાં તો એ પાણી સુકાઈ જતું. અને ઉનાળાનાં ખરા બપોરમાં જ પ્રાણીઓને તરસે મારવાનો સમય આવતો.
જંગલના બધા જ પ્રાણીઓ આ વાત જાણતા હતા. ઘણીવાર તો ઉનાળામાં તળાવમાં ઓછું પાણી રહ્યું હોય ત્યારે જંગલના આ પ્રાણીઓ વચ્ચે પાણી પીવા માટે ઝઘડા પણ થતા. અને ક્યાંક મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને મારી પણ નાખતા. પણ હવે આ સમસ્યાનો ઉપાય કેમ કેમ કરવો ! હવે આ જંગલના પ્રાણીઓમાં એક વાંદરો પણ રહેતો હતો. તે ઘણો જ ચતુર હતો. એકવાર તેને જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને સમજાવ્યું કે,’આપણા જંગલમાં પ્રાણીઓની સંખ્યા વધારે છે. એટલે પાણી વધારે જોઈએ. પણ આપનું આ તળાવ ખુબ જ નાનું છે એટલે થોડુક જ પાણી છે. જો આપને ઉનાળામાં પાણીની અછત હશે, તો આ તળાવને ખોદીને મોટું અને ઊંડું કરવું પડશે.
વિચાર બધાને યોગ્ય લાગ્યો. અને ગમ્યો પણ. બસ પછી શું બીજા દિવસે જંગલના બધા પ્રાણીઓ તળાવ આગળ ભેગા થયા. અને ગરમીને લીધે સુકાઈને ખાલી થયેલા તળાવને પોત પોતાની આવડત મુજબ ખોદીને મોટું અને ઊંડું કરવા લાગ્યા. થોડાક દિવસોમાં તો તળાવ ખુબ મોટું અને ઊંડું થઇ ગયું.
પછી ચોમાસું આવ્યું. અને વરસાદ પડ્યો. આખું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું. આટલું બધું પાણી જોઇને બધાજ પ્રાણીઓ ખુશ થઇ ગયા. પછી એ પાણી આખું વરસ ચાલ્યું. એ પછીના ઉનાળે કોઈ પ્રાણીને પાણીની તંગી રહ્યી નહિ. આ વાર્તા પરથી બોધ મળે છે કે આપને ભવિષ્યનો વિચાર વર્તમાનમાં જ કરી લેવો જોઈએ.