પ્રામાણિકતા નું પુરસ્કાર
પ્રામાણિકતા નું પુરસ્કાર
એક સુંદરવન નામનું નાનકડું ગામ હતું. ત્યાં એક ચિત્રકાર રહેતો હતો. તેનું નામ બાબુલાલ હતું. તે ઘણો જ મહેનતુ અને ઈમાનદાર હતો. અને એટલે જ તે પ્રમાણમાં ગરીબ પણ હતો. તે કલર કામ કરવાનું અને ચિત્રો દોરવાનું કામ કરતો હતો. તે લોકોના ઘરે ઘરે ફરીને કલરકામ અને રંગરોગાનનું કામ કરતો હતો. એ રીતે મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક વાર તેણે એ ગામના એક જમીનદારે પોતાના ઘરે બોલાવ્યો. અને કહ્યું,
‘બાબુલાલ તું મારી આ હોડીને કલર કરી આપ. હું તને પૈસા આપીશ. પણ આ કામ આજે જ થઈ જવું જોઈએ.’
બાબુલાલે કહ્યું, ‘હા જમીનદાર સાહેબ આ કામ આજે જ થઈ જશે. કામ મળવાથી ચિત્રકાર બાબુલાલ ઘણો ખુશ થયો. જમીનદાર તેને પૂછે છે કે ‘આ હોડીને કલર કરવાના કેટલા પૈસા થશે ? ત્યારે બાબુલાલ કહે છે કે, ‘જમીદાર સાહેબ કલર અને મજુરી બધા થઈને પંદર સો રુપીયા થશે. જમીનદારે હા પડી અને બાબુલાલે કામ શરુ કર્યું.
તેણે મન લગાવીને હોડીને ક્લર કરવાનું શરુ કર્યું. કલર કરતાં કરતાં બાબુલાલ જુએ છે, કે હોડીમાં કોઈ એક જગ્યાએ છેદ હોય છે. તે પોતાનું કલર કરવાનું કામ બાજુ પર મૂકી એ હોડીનો છેદ પૂરવાનું કામ કરે છે. છેદ બરાબર પુરાઈ ગયા પછી તે કલર કરે છે.
કલર કામ પૂરું થવામાં રાત પડી જાય છે. અંધારું પણ થઈ જાય છે. એટલે બાબુલાલ પોતાના ઘરે જાય છે. મનમાં એવું વિચારે છે કે સવારે આવીને પૈસા લઇ જઈશ. અને એ જ રાતે જમીનદારના બંને દીકરા એ હોડી લઈને નદીના પાણી માં રમવા માટે જાય છે.
સવારે બાબુલાલ જમીનદાર પાસે આવે છે. અને કહે છે, ‘હોડી ક્યાં ગઈ?’
જમીન દાર કહે છે, કે ‘હોડી તો મારા બંને દીકરા લઈને નદીમાં ગયા છે.’
ત્યારે બાબુલાલ બે હાથ જોડી ભગવાનનો અભાર માને છે. બાબુલાલને આમ કરતાં જોઈએ જમીનદારને નવાઈ લાગે છે. તે બાબુને પૂછે છે, ‘તે ભગવાનને કેમાં યાદ કર્યા? કઈ બાબતે તમે એમનો આભાર માન્યો?
ત્યારે બાબુલાલ કહે છે, ‘શેઠ તમે મને જે હોડી કલર કરવા આપી હતી તે હોડીમાં એક છેદ હતો.’
આટલું સંભાળીને જમીનદારના તો હોશ ઉડી જાય છે. તે ચિંતામાં આવી જાય છે. પણ બાબુલાલ તેને હિંમત આપતા કહે છે, ‘જમીનદાર સાહેબ આપ ચિંતા ના કરો. કાલે કલર કરતી વખતે મે જાતે જ એ છેદ પૂરી નાખ્યો હતો. એટલે ચિંતા કરવાની જરૂર નથી.’ એમની વાત ચાલુ હોય છે એટલામાં જ જમીનદારના બંને દીકરા નૌકા વિહાર કરીને પાછા ફરે છે.
તેમણે સહી સલામત પાછાં આવેલા જોઈ જમીનદાર ખુશ થઈ જાય છે. તે કલર વાળા બબુલાલનો આભાર માને છે. અને તેણે મજુરીના પંદરસો રૂપિયાની સાથે બીજા પંદર સો રૂપિયા તેની ઈમાનદારી માટે આપે છે. અને ત્યારથી બાબુલાલનું આખા ગામમાં મોટું નામ થઈ જાય છે. તેમને મોટા મોટા કામ મળવા લાગે છે. અને તેનું ગુજરાન સારું ચાલવા લાગે છે.
સારા કર્મનું સારું ફળ ચોક્કસ મળે જ છે.
