k c

Inspirational Others

4.0  

k c

Inspirational Others

પિતાનું બલિદાન

પિતાનું બલિદાન

5 mins
140


આ વાત મુંબઈ શહેરના એક મધ્યમ વર્ગના પરિવારની છે. કમલેશભાઈ જેમના પત્ની પુત્રને જન્મ આપતાજ મૃત્યુ પામે છે. ત્યારે કમલેશભાઈને બહુ દુઃખ આવી પડે છે. તે માનસિક અને સામાજિક રૂપે ભાંગી પડે છે. તેમને ડર લાગે છે કે હવે મારા હજુ તો નવ શિશુ છે. તેની સંભાળ કોણ કરશે તેને માતાનો પ્રેમ કોણ આપશે. ત્યારે તેમના સગા સંબંધી તેમને કહે છે કે તમે બીજા લગ્ન કરી લો પણ કમલેશભાઈને ડર હોય છે કે તેમની નવી પત્ની તેમના પુત્રનું પોતાના દીકરાની જેમ નહિ રાખે તો મારા દીકરાનું શું થશે. તે આ વિચારીને પોતાના બીજા લગ્નનો વિચાર મોડી વાળે છે. તે બીજા લગ્ન નથી કરતા ફક્ત તેમના દીકરાની ખુશી માટે.

તેમના દીકરાનું નામ તે વિપુલ પાડે છે. તે વિપુલના માટે કંઇ પણ કરી શકે છે. તે તેને પૂરતો સમયના આપી શકતા હોવાથી પોતાની સરકારી નોકરી છોડીને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તે એમ વિચારે છે કે મારા પુત્રને હું તેની માની કમી મહેસૂસ નહિ થવા દઉં. તે તેના માટે પોતાના બધાજ શોખને મારી નાખે છે.

હવે જ્યારે વિપુલ થોડો મોટો થાય છે. ત્યારે તેનું એડમિશન કમલેશ ભાઈ સારી સ્કુલમાં કરાવે છે. કે મારો પુત્ર સારી સ્કુલ માં ભણે તો સારું જીવન જીવશે. તે તેના માટે કંપનીમાં ઓવર ટાઇમ પણ કરે છે. તેના બધાજ શોખ પૂરા કરે છે. દિવાળીમાં પોતે ભલે નવા કપડા ના લે પણ પોતાના દીકરાને સારી સારી કંપનીના કપડા લઇ આપે છે. તેનો કોઈ એવો શોખ નથી હોતો કે કમલેશભાઈએ તને પૂરો કરવા ના પાડી હોય. હવે જ્યારે વિપુલ કોલેજમાં આવે છે ત્યારે તે બાઈકની માંગ કરે છે. પણ કમલેશભાઈ પાસે તેની કોલેજની ફી ભરવામાં પૈસા ખતમ થઈ જાય છે. ત્યારે તે વિપુલને કહે છે કે 'બેટા હાલ મારી પાસે પૈસા નથી. તારી ફી ભરવામાં વપરાઈ ગયા છે. પણ વિપુલ માનતો નથી અને તે બે દિવસ સુધી કંઇ ખાતો પણ નથી. ત્યારે તેની આ હાલત જોઈને તેમનાથી રહેવાયું નહિ. અને તેમને પોતાની કંપનીના માલિક પાસેથી વ્યાજે પૈસા લઈને તેને ત્રીજાજ દિવસે બાઈક લઈ આપે છે. અને પોતે સાઈકલ પર કામે જાય છે. પણ પુત્રને પિતાનું આ બલિદાન દેખાતું નથી. કારણ કે એતો જુવાનીના જુસ્સામાં હોય છે. આમ જેમ તેમ કરીને તે પોતાના પુત્રની કોલેજ પણ પૂરી કરાવે છે.

હવે જ્યારે વિપુલને સારી કંપનીમાં જોબ મળી જાય છે. એટલે તે વિચારે છે કે આટલા દિવસ સુધી મે તેના માટે ઘણું દુઃખ ભોગવ્યું છે હવે તેને નોકરી મળી ગઈ છે અને હવે તેના લગ્ન પણ સારી છોકરી સાથે કરાવીશ એટલે મારા દુઃખ બધા પૂરા થઈ જશે અને પછી પુત્ર અને તેની વહુ મારી સેવા કરશે. આ વિચારથી તે તેના લગ્ન માટે પણ વિચાર કરે છે. અને તેના લગ્ન કરાવે છે.

***

પણ હજુ તો લગ્નના પંદર દિવસ થયા છેને વિપુલ ની પત્ની કહે છે કે 'મને આ ડોહો અહી ખટતો નથી. તમે તેને વૃદ્ધાઆશ્રમમાં મુકતાઓ નહિ તો હું અહી નહિ રહું. ત્યારે આ વાત વિપુલ તેના પિતાને કરવા જાય છે કે

'પિતાજી હવે તમે અહીથી જતા રહો.'

'પણ કેમ ?'

' કેમ કે મારી પત્નીને તમે અહી ખટતા નથી.'

'પણ બેટા હું તારો બાપ છું. અને હું આ ઉંમરે કયા જઈશ. .'

'હસમુખભાઈ બહુ રડે છે આ એટલું કરુણ ઘટના હોય છે જેને હું હાલ લખતા પણ મારી આંખોમાં પાણી આવી ગયું.

વિપુલ કહે 'તમે ગમે ત્યાં જાઓ પણ અહીંથી નીકળી જાઓ.'

'પણ બેટા,' એટલું કહેતાં કહેતાં તો વિપુલની પત્ની તેમનો બધો સામાન બહાર ફેંકી દે છે. .

ત્યારે ત્યાંથી નીકળતા હસમુખભાઈ એટલું જ બોલે છે કે સદા સુખી રહેજો. આ એક બાપની હદય છે સાહેબ તમે તેને ગમે તેટલા દુઃખ આપો પણ તે ક્યારે પોતાના પુત્ર વિશે ખોટું બોલતો સુ પણ વિચારતો પણ નથી.

હસમુખભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે અને એક વૃદ્ધાઆશ્રમમાં રહે છે. તેમની ત્યાં સારી વર્તણૂક જોઈને તેમને ત્યાંના મેનેજર બનાવવામાં આવે છે. થોડા વર્ષો વિતી ગયા પછી એક નવુ જોડું આ આશ્રમમાં આવે છે અને તે ફોર્મ ભરીને સહી કરાવવા માટે મેનેજર હસમુખભાઈ પાસે આ ફોર્મ જાય છે. ત્યારે હસમુખભાઈ તે ફોર્મમાં ભાઈના લેખન જોઈને રડી પડે છે. અને ત્યાંને ત્યાંજ તે મૃત્યુ પામે છે. અને સેક્રેટરીને કહેતા જાય છે કે મારા મૃતદેહને પેલા નવા જોડા દ્વાર અંતિમ સંસ્કાર કરાવશો.

ત્યારે આ સેક્રેટરી તે નવા જોડા પાસે જાય છે ને કહે છે કે અમારા મેનેજર હાલ જ મૃત્યુ પામ્યા છે અને તેમની છેલ્લી ઈચ્છા એ છે કે તમારા હાથે તેમનો અંતિમ સંસ્કાર થાય. ત્યારે પેલા બંને પતિ પત્ની વિચારે છે કે આપણે તો હજુ હાલ અહી આવ્યા જ છીએ આપણે અહી કોઈ ઓળખતું પણ નથી. કોણ હશે તે વ્યક્તિ જે એવું ઈચ્છે છે કે આપણા હાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. ત્યારે તે મૃતદેહ પાસે જાય છે. અને કપડું ઊંચું કરીને મૃતદેહ જોઈને બહુ રડે છે. ત્યાં તેના પત્નીને બંને બહુજ રડે છે. ત્યારે સેક્રેટરી કહે છે કે 'તમે કેમ રડો છો ?'ત્યારે તે કહે છે કે 'મારું નામ વિપુલ છે અને આ મારા પિતાજી હસમુખભાઈ છે. જેમને મે અને મારી પત્નીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. અને અને એમને અહી જોઈને તે રહી ના શક્યા અને મૃત્યુ પામ્યા.'

તેને તેના પિતા એ તેની ખાતર કરેલા ત્યાગ અને બલિદાન યાદ આવે છે. અને તે વિચારે છે કે મે એક પત્ની ના કારણે મારા ભગવાનરૂપી પિતાની સાથે આવું કર્યું. અને તે બહુજ રડે છે પણ હવે શું સમય તો જતો રહ્યો. અને તે પણ ત્યાજ પોતાના પિતાની છાતી પર પોતાનું મોઢું રાખીને મૃત્યુ પામે છે. તે પોતાને માફ કરી શકતો નથી. તેથી જ કહેવાય છે કે

 "છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય."

તેથી સાહેબ જિંદગીમાં જો સુખી રહેવું હોય તો પોતાના માબાપના તમારી માટે કરેલા ત્યાગ અને બલિદાનને ક્યારે ભૂલશો નહિ. અને તેમને તમારી સાથે પ્રેમથી રાખજો. જેમ એમણે તમને નાનાથી મોટા કર્યા તેમ તમે પણ તેટલા જ પ્રેમથી તેની સેવા કરશો જિંદગીમાં ક્યારેય દુઃખી નહિ થાવો. બીજા લોકોના પગે પડવું તેનું કરતા સારું કે પોતાના માબાપના પગે પડવું.આશા રાખું છુ કે તમે બધા હું શું કહેવા માગું છું તે સમજી ગયા હશો. તો કોઈ ભૂલ તમારાથી કે માંબાપથી થઈ ગઈ હોય તો તેને ભૂલી અને એક ઉત્તમ જીવન જિવશો.

".લો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ. . . "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational