સાચો પ્રેમ !
સાચો પ્રેમ !


આ કરુણ હૃદયસ્પર્શી કહાની છે. એક આંધળી છોકરી હોય છે. તેને પ્રેમ કરવાની ઈચ્છા થાય છે પણ આંધળી હોવાથી તેનાથી કોઈ પ્રેમ કરતું નથી. તેની વચ્ચે એક દિવસ એક છોકરો તેને આવીને કહે છે કે હું તને પ્રેમ કરું છું. ત્યારે છોકરી કહે છે કે જો તમને ખબર ના હોય તો કે કહી દઉં કે હું આંધળી છું.
ત્યારે છોકરો કહે છે કે હું તારા અસ્તિત્વથી નહિ પણ તારા વ્યક્તિત્વ ને ચાહું છું.
છોકરી : આજ આ ૨૧ વર્ષ સુધી મને કોઈ એ આમ નથી કીધુ કે હું તને ચાહું છુ. તમને વિનંતી છે કે તમારો ફોટો અને અને સરનામું મને આપશો. જો ક્યારેક હું જોતી થઈશ તો પહેલા તમને મળીશ.
છોકરો તેનો ફોટો અને સરનામું લખી ને તેને આપીને ચાલ્યો જાય છે.
ત્રણ વર્ષ પછી કોઈ ચક્ષુ દાન કરે છે ત્યારે તેની આંખો આ છોકરી ને મળે છે. ત્યારે તે પહેલાં તેના પાકીટમાંથી પેલા છોકરાનો ફોટો કાઢીને જોવે છે. છોકરો દેખાવે એટલો સારો નથી હોતો થોડો શ્યામ વર્ણનો હોય છે. ત્યારે પેલી છોકરી ને એમ થાય છે કે આને મને પ્રેમ કર્યો. પછી તે પોતાને અરીસામાં જોવે છે અને તે દેખાવે સુંદર હોય અને હવે તો આંખો પણ મળી ગઈ. ત્યારે તે વિચારે છે કે હવે તો મને કોઈ પણ સારો છોકરો મળી જાય છે.
પેલા છોકરાનું સરનામું તો હતું જ. તેને તે પત્ર મૂકે છે કે દોસ્ત મે તારો ફોટો જોયો પણ પછી મે પોતાને જોઈ ત્યારે આપણો મેળ નહિ થાય એવું લાગે છે. મને માફ કરજે.
છોકરો એમાં કંઈ વાંધો નથી તને આંખો મળી ગઈ એનો આનંદ પણ છે અને હું બીજા લગ્ન પણ કરી લઈશ પણ તુ મારી આંખો ને સાચવજે. આટલું વાંચીને તો છોકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કે જેને મને દુનિયા બતાવવા માટે પોતાની આંખો મને દાન કરી દીધી અને હું તેના રૂપ ને જોઈને તેને ના પાડી તો પણ તેને મને કશું ના કહ્યું. ત્યારે તે તેની પાસે જાય છે અને તેને ગળે મળીને બહુ રડે છે. કે મને માફ કરીદે હું તારા પવિત્ર પ્રેમ ને સમજી ના શકી મને માફ કરી દે.
અંતે બંને એક બીજા ને ભેટીને બહુ રડે છે. અને એકબીજા સાથે લગ્ન પણ કરી લે છે.
સાચો પ્રેમ તો સૂર્ય જેવો હોય છે જે ક્યારેય પોતાનું તેજ ગુમાવતો નથી.