પર્યાવરણ
પર્યાવરણ


આવો સૌ સાથે મળીને સંકલ્પ નવો કરીએ,
એક વૃક્ષ હું વાવું, એક વૃક્ષ તમે વાવો,
વૃક્ષો દ્વારા પ્રકૃતિને ફરી સુંદર કરીએ..
કારખાનામાંથી નીકળતા પાણીનો યોગ્ય નિકાલ કરીએ,
વિશ્વને આપણે પ્રદૂષણથી મુક્ત કરીએ,
આવો સૌ સાથે મળીને....!
સુકીભઠ્ઠ થઈ ગયેલી ધરા તરસે લીલીછમ થવા,
વૃક્ષોની મદદથી આપણે તેને ફરીથી સજાવી દઈએ,
આવો સૌ સાથે મળીને....!
પ્લાસ્ટિકનાં દુરુપયોગથી અશુધ્ધ થઈ છે હવા,
જંગલો અને વૃક્ષો દ્વારા તેને ફરી શુદ્ધ કરીએ,
આવો સૌ સાથે મળીને....!
પ્રદૂષણને અટકાવીને પર્યાવરણનો બચાવ કરીએ,
આવનારી પેઢીને એક સંદેશ નવો દઈએ,
આવો સૌ સાથે મળીને સંકલ્પ નવો કરીએ....!