STORYMIRROR

Rajput karan "writer"

Others

3  

Rajput karan "writer"

Others

પરિવારનો ડર

પરિવારનો ડર

2 mins
102

અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી, તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું.

પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી એની ખબર તેના ઘરના લોકો ને હોતી નથી. પરિવાર જનોને કે તે તેના કોઈ મિત્રના ઘરે ગઈ હશે. પરંતુ રાત થઈ જાય છે તો પણ અભિલાષા ઘરે નથી આવતી ત્યારે પરિવારના સભ્યો બહુ ચિંતિત થાય છે. અને તે તેના બધાજ મિત્રોને ફોન કરીને પૂછે છે કે અભિલાષા ત્યાં છે, પરંતુ ક્યાંયથી પણ હાનો જવાબ મળતો નથી. તે વધુ ચિંતિત થાય છે અને તેની શોધખોળ શરૂ કરે છે, પણ અભિલાષા નો કોઈ અતોપતો મળતો નથી.

અંતે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે. પોલીસ તેની શોધખોળ હાથ ધરે છે અને તે રેલ્વે સ્ટેશન પરથી મળી આવે છે. પોલીસ તેના પરિવાર જનોને જાણ કરે છે. અને તેના મમ્મી પપ્પા આવીને તેને ઘરે લઈ જાય છે. અને પૂછે છે કે બેટા તું ક્યાં જતી રહી હતી અમને તારી કેટલી ચિંતા થઈ. ત્યારે અભિલાષા કહે છે કે 'મમ્મી હું મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ સ્પર્ધા માટે મુંબઈ જતી હતી. મને એમ હતું કે તમે મને આ કરવા માટે ના પાડશો.ત્યા રે તેના પપ્પા કહે છે કે બેટા આ દુનિયા માં તુજ એક અમારી છે અમે તને કેમ ના પાડીએ. અને બીજા દિવસે તેના મમ્મી પપ્પા તેની સાથે ત્યાં સ્પર્ધા માં જાય છે.અને અભિલાષાનું સ્વપ્ન પૂરું કરે છે.


Rate this content
Log in