STORYMIRROR

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

ફૂલ કરમાય છે બાગમાં !

ફૂલ કરમાય છે બાગમાં !

4 mins
28.5K


‘તું મારી કોઈ વાત સાંભળતોજ નથી.'

‘તો તું વળી ક્યાં કોઈ મારી વાત ધ્યાન માં લે છે..!' ‘જોબ કરવી નહી ને ઘરમાં ખોટી દાદાગીરી કરવાની… ‘

‘જોબ કરવી સારી…આખો દિવસ ઘરમાં કેટલું કામ રહે છે તેનું તને ભાન નથી. રસોઈથી માંડી, ઘરનું કામ અને ઉપરાંત નિમેશ-રુચાનું સતત ધ્યાન રાખવાનુ. મારી તો ચોવીસ કલાકની જોબ. તમો પુરુષોને શું ભાન પડે ? માત્ર આઠ કલાકની જોબ ! ઘેરે આવી બીયર ઢીચવાનો કે સોફા પર બેઠા બેઠાં ટી.વી જોવાનો.’

‘તો એમ કર તું જોબ કરે અને હું ઘેર રહી બધું સંભાળી લઈશ….’

‘હા પણ તને કોઈ જોબ આપે તો ને ?‘ અમેરિકામાં બાર વર્ષથી આવી છે એક દિવસ પણ જોબ નથી કરી..કે નથી ડ્રાવિગ શીખી. ખોટી ફિસીઆરી મારવી છે !’

‘જો ઉમેશ તને કહી દઉં છું કે મારી વિશે ગમે તેમ બોલ નહીં તો…’

‘તો તું શું કરી લઈશ?’ સુલેખા એક્દમ ગુસ્સે થઈ વેલણનો સિધ્ધો ઘા કર્યો.’

વાત એટકે સુધી આગળ વધી ગઈ કે એક બીજાના ચારિત્ર પર છાંટા ઉડાવવા લાગ્યાં!

‘તું ઉમેશ સાથે ચાલું છે.’

‘તો તું પણ હેમલતા સાથે ચાલું છે જ ને ! પરણેલી છે તોય !'

બસ આ રોજના મારા મમ્મી-ડેડીના ઝગડા, વાત વાતે ઝગડી પડે. ઘણીવાર નજીવી બાબતમાં લડી પડે. મારી ઉંમર માત્ર દસ વર્ષની અને મારી નાની બહેન રુચા જે પાંચ વર્ષેની, બહુંજ રૂપાળી અને દેખાવડી હતી તેથી તેને હું રૂપલી કહેતો. અમારી હાજરીમાં ઘણીવાર મારામારી પર આવી પડે. અમો બન્ને અમારા બેડરૂમમાં જઈ રડી લઈએ. પણ એ લોકોને તો આ કાયમી ટેવ !

અંતે બન્નેએ ડિવોર્સ લીધા. અમારું શું ? બન્નેનાં ઝગડાંમાં અમારી સેન્ડવીચ થઈ ! અમો કઈના ના રહ્યા ! અમને કોર્ટના ચુકાદા પ્રમાણે ફોસ્ટર-હોમમાં રાખવાનું નક્કી થયું. મમ્મી-ડેડી પોત પોતાની રીતે બીજા લગ્ન કરી લીધા. એક માળામાંથી વિખુટું પડી ગયેલા બચ્ચાનું શું થશે ? હેવી ટ્રાફીકમાં બીન અનુભવી ડ્રાવરનું શૂં થશે ? હું અને મારી બહેન બન્ને જુદા જુદા ફોસ્ટર-હોમમાં ગયા. વિખુટા પડી ગયાં ! મારી ફોસ્ટર-હોમના રખેવાળ બહું સારા નહોતા.એ ઘરમાં ત્રણથી ચાર બાળકો રહેતાં અને ખાવામાં પીન્ટસ બટર સેન્ડ્વીંચ અથવા બલોની સેન્ડવીચ. ઘણીવાર બે દિવસનો વાસી ચીકન-સુપ અને રાઈસ.

એક બેડમાં ત્રણ ત્રણ બાળકોને સુવાનું. આ ફોસ્ટર પેરેન્ટસ માત્ર ગવર્મેન્ટ પાસેથી અમને સાચવવા માટે પૈસા મળે તેમાં જલસા કરતાં હતાં. કોઈએ અમારી કન્ડીંશનની જાણ કરતાં તેમના ઘરમાંથી અમને બીજા ફોસ્ટર-હોમમાં મુવ કર્યા. ત્યાં કન્ડીશન થોડી સારી હતી. મને સ્કુલે જવું ગમતું હતું અને મારા ગ્રેડ પણ સારા આવતાં હતાં. સારી સ્કોલરશીપ મળવાથી મેં કોલેજ કરી કમ્પુટર સાઈન્સમાં ડીગ્રી મેળવી અને મને જોબ પણ સારી મળી ગઈ.

આ સમયની દોડમાં કદીય મારી બહેના રૂપલીનો કોન્ટેકટ ના થયો. ઘણી કોશિષ કરી, તપાસ કરી પણ એ ફોસ્ટર-હોમમાંથી કયારે પલાયન થઈ ગઈ, કેમ થઈ ગઈ ? કશી ખબર ના પડી. ગુમ થયેલી વ્યક્તિ તરીકે દરેક ન્યુઝ-પેપરમાં, મીલ્ક કાર્ટન પર જાહેરાત કરી. અફસોસ એ વાતનો છે કે આજ લગી તેણીનો કોઈ સમાચાર નથી !

નવરાત્રી મહોત્સવમાં નીતા સાથે મન મેળ પડી ગયો અમો બન્નેએ લગ્ન કર્યા. મારું કબનસીબ તો જુઓ ! મારા મમ્મી-ડેડીને મેં મારાં લગ્નમાં હાજર રહેવા અલગ અલગ ઈન્વીટેશન કાર્ડ અને ફોન કર્યા પણ બીઝી છીએ એવું બાનું કાઢી ન આવ્યાં.

મારે એક નાનો બાબો છે એનું નામ દેવ છે. જીવનમાં શીખેલા પાઠમાંથી નક્કી કર્યું કે મારા બાળકને કોઈ પણ ભોગે સારા સંસ્કાર અને મા-બાપનો અઢળક પ્રેમ આપીશું. કદી કોઈ પણ જાતની ખોટ નહીં આવવા દઈએ.

નીતાની પણ જોબ સારી હતી એથી બન્નેની ઇન્કમ ઘણીજ સારી હતી.૩૦૦૦ સ્કેવર-ફૂટનું આલિશાન ચાર બેડરૂમનું હાઉંસમાં અમો ઘણાં જ સુખી હતાં. નીતા ઘણીવાર જોબ પર મોડે સુધી રહેતી અને કહેતીઃ ‘હિતેશ, વર્કનો લોડ એટલો છે કે મારી મોડે સુધી મારા બોસ મીસ્ટર સ્મીથ સાથે રહી કામ પુરુ કરવું પડે એમ છે. હું જોબ પરથી દેવને ડે-કેર સેન્ટરમાંથી ઘેર લઈ આવું અને એની સાથે થોડી બાળ મસ્તી કરૂ જેથી આખો દિવસનો મારો થાક ઉતરી જાય ! પછી સાંજની રસોઈ બનાવી લઉ જેથી નીતાને આવી રસોઈ ના બનાવવી પડે ! કોઈ વાર નીતા મોડીથી આવે તો કહેઃ

‘આજ મારા બોસ સાથે ડીનર લઈને આવી છું. હું થાકી ગઈ છું, હું સુવા જાવ ?’ ‘ વ્હાલી, સમજી શકું છું.તું સુઈ જા અને દેવની સંભાળ હું કરી લઈશ.

સમય ને સંજોગને બદલાતા ક્યાં વાર લાગે છે ? દેવને ડે-કેર સેન્ટરમાંથી લઈ ઘેર આવ્યો. મેઈલ-બોકસમાંથી ટપાલ લીધી. એક કવર જોઈ ચોક્યો ? લોયરની ટપાલ હતી. જલ્દી જલ્દી કવર ખોલ્યું. લેટર વાંચ્યોઃ’ મારી ગ્રાહક, મીસ નીતા એ આપની સામે કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યા છે.’

મારી આંખો ત્યાંજ ફ્રીઝ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational