નખ્ખોદિયો
નખ્ખોદિયો
" એ તારું નખ્ખોદ જાય, તારું આ માણસોએ તારું શું બગાડયું હતું, કે આજે આ દિવસ દેખાડયો !"
વિશાળ આશ્રમની નાનકડી પણ સુંદર મઢૂલીમાંથી બાબા સૂૂૂરનાથનો ગુસ્સાભર્યો અવાજ આવી રહ્યો હતો. સંધ્યા આરતીની તૈયારી કરી રહેલા તેમના સેવકોએ બધું પડતું મૂકીને બાબાની મઢૂલી તરફ દોટ મૂકી. જઇને જુએ છે ,તો બાબાના હાથમાં આજનું છાપું છે ને બાબા ગુસ્સામાં તમતમી રહ્યા છે. આંખો લાલ વીજળીના બલ્બની જેમ તગતગી રહી છે. શરીરમાં કોઈ દેવે પ્રવેશ કર્યો હોય તેમ ધ્રુજી રહ્યુું છે. બધા સેવકોને ખૂબ નવાઈ લાગી. હંમેશા શાંત અને સૌમ્ય રહેતા ને સૌને હસીને આવકારતા બાપુનુું આ સ્વરૂપ જોઈને કેટલાક ભક્તોને આઘાત પણ લાગ્યો. આ બધા બાબાના સેવકોમાં દિલીપ બાબાનો સૌથી જૂૂનો અને વિશ્વાસુ સેેેવક. બાબા આ આશ્રમમાં આવ્યા એ પછી ક્યાંકથી રખડતો દિલીપ આવ્યો ને બાબા સાથે રહી પડયો. આશ્રમમાં તનતોડ મહેનત કરી ને આશ્રમને ચારપાંચ વર્ષમાં તો નંદનવન બનાવી દીધો. ધીરેેધીરે બાબાની ને આશ્રમની સુવાસ આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગી. બાબાનું ભક્તવૃંદ વધવા લાગ્યું. સંધ્યાઆરતીના સમયે તો માનવ મહેરામણ ઉમટવા લાગ્યો. કેેેટલાકને તો બાબા પર એવી શ્રદ્ધા બેેઠી કે તેેેઓ બાબાના આશ્રમમાં જ સેવક બનીનેે રહી ગયા. આખા આશ્રમની વ્યવસ્થા દિલીપ સંભાળે. બાબાની રજેરજ જાણે. એ પણ આજે સમજી ન શક્યો કે બાબા આજે કેમ ગુસ્સામાં કંપી રહ્યા છે ! તે બાબા પાસે ગયો. બાબાએ તેને પોતાની પાસે જોઈનેે તથા બહાર ભક્તોનેે ઊભેલા જોઈને એકદમ ભાનમાં આવી ગયા. પોતાની જાતને સ્થિર કરી. બહાર ઊભેલા ભક્તો ને સંધ્યાઆરતી માટે જવા આદેશ આપીને દિલીપ સાથે તેઓ પણ સંધ્યાઆરતીમાં પહોચ્યા, પણ આજે તેમનુું ચિત્ત ન ચોટયું. આરતી પછી દરરોજ બાબા પોતાના ભક્તોને ઉપદેશ આપતા, પણ આજે પોતાની તબિયત ઠીક નથી, એટલું કહીને પોતાની મઢુલીમા જતા રહ્યા. જતાંજતાં દિલીપને સૂચના આપતા ગયા કે મારી આજે ભોજનની ઈચ્છા નથી. એક પ્યાલો દૂધનો આપી જવા તાકીદ કરી. દિલીપ દૂૂધ આપી ગયો કે તરત જ બાબાએ મઢુલીનો દરવાજો બંધ કરી દીધો.
ખૂૂણામાં પડેલ ચોળાયેલ આજનું છાપું તેમણે ઉઠાવ્યું ને સરખું કર્યુ. છાપામાં છપાયેલ એક સમાચાર પર તેમની આંખો ફરતી રહી.
" સાડત્રીસ વર્ષ !" બાબા મનોમન બબડયા ને ઊંડા વિચારમાં ખોવાઈ ગયા.
આજથી લગભગ સાડત્રીસ વર્ષ પહેેલાં તેમણે સંસારનો ત્યાગ કરીને પોતાના ગુરુ સાથે ચાલી નીકળ્યાં હતા. માતાપિતા, પત્ની અને બે વર્ષના માસુુમ બાળકની માયા પણ છોડીને સન્યાસી બનવા સૂૂૂરજની પહેલી કિરણ સાથે પ્રયાણ કર્યુ હતું. માતાપિતા અને ગામલોકોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો હતો,પણ તેઓ એકના બે થયા ન હતા. પત્નીનાં આંસુ અને માસુમની દયામણી આંખો પણ તેમનો રસ્તો રોકી શકી ન હતી. એ પછી તો સાબરમતીમાં ઘણું પાણી વહી ગયુું. આટલા વર્ષોમાં તેમણે કયારેય ઘર તરફ વળીને જોયું ન હતું.
પણ આજે છાપામાં છપાયેલ સમાચારે તેમને વિહ્વળ બનાવ્યા હતાં. " કાળમુખા કોરોનાએ માતા અને પુત્રનો ભોગ લીધો." તેઓએ સમાચાર ફરી વાંચ્યા.
છાતીમાં ભાર જેવું લાગ્યું. હાથની મુુુઠ્ઠી જોરથી દીવાલ પર પછાડી. ને તેઓએ જોરથી બૂમ પાડી.. "નખ્ખોદિયો...".
