Pooja Patel

Fantasy Thriller Children

3  

Pooja Patel

Fantasy Thriller Children

મોટુ પતલુંની કેક શોપ

મોટુ પતલુંની કેક શોપ

2 mins
89


   મોટુ અને પતલું બંને બેસ્ટ ફ્રેન્ડ હતાં. તેઓ બંને સાથે જ રહેતાં હતાં. બંનેએ એક કેકેશોપમાં નોકરી કરતાં હતાં. તેઓ સવારે વહેલા જાગીને શોપ પર પહોંચી જતાં હતાં, ત્યાં મોટુ પેસ્ટ્રી બનાવવાનું કામ કરતો હતો, જ્યારે પતલું કેક બનાવતો હતો. તે બંને સારી રીતે પોતાનું ગુજરાન ચલાવવા હતાં.

     એક દિવસ બંનેએ એવો વિચાર કર્યો કે સારી નોકરી ને લીધે તેમની પાસે પૈસા ભેગાં થયાં હતાં તો તે બંને ભેગા મળીને એક કેક શોપ ખોલીએ. બંનેએ રજિસ્ટરની ઓફીસમાં ડોક્યુમેન્ટ્સ જમા કર્યાં અને એક કેક શોપ ખોલી. નામ રાખ્યું, "મોટુંપતલું કેક શોપ" ! તેઓ ત્યાં કેક અને પેસ્ટ્રી બનાવવાનું અને વેચવાનું કામ કરતાં હતાં. ત્યાં આસપાસ રહેતાં લોકોને પણ મોટું પતલુંનાં કામની ખબર હતી. લોકો તેનાં ખૂબ વખાણ કરતા હતા. કોઈક ને ઓર્ડર આપવો હોય તો તે પહેલેથી આવીને આપી જતાં હતાં. ધીમે ધીમે તે બંનેએ એ કેક - પેસ્ટ્રીની સાથે સાથે બીજી વસ્તુઓ પણ વેચવાનું ચાલું કર્યું. હવે તેઓ માર્શ મેલો, ડોનટ્સ, કપ કેક, જેલી બીન્સ, જીંજર બ્રેડ, આઈસ ક્રીમ સેન્ડવિચ, નગેટ અને પાઇ.....! બંને નો આ કેક શોપ નો બિઝનેસ ખૂબ પ્રસિધ્ધ થયો હતો. તેઓ ને બીજાં શહેરથી પણ મોટા મોટાં ઓર્ડર આવવાના ચાલું થયાં હતાં. 

     પતલું અને મોટું એ હવે તેની કેક શોપ માં નવાં નવાં કારીગરો ને રાખવાનું ચાલું કર્યું. તેઓ એ ત્યાં કારીગરોને બધું શિખવાડ્યું અને જેમ જેમ કારીગરો શીખતાં ગયાં, તેમ તેમ તેનો બીઝનેસ માં ફાયદો થતો ગયો. હવે તેઓ શાંતીથી પોતાનો બીઝનેસ કરતાં હતાં. અને પોતાનાં ઓર્ડર્સ પૂરાં કરતાં હતાં. પણ એક દિવસ તેમની શોપ માં ચોરી થઈ હતી.

તે બંનેએ પોલીસ માં કમ્પ્લેન કરી પણ ચોર પકડાયો નહી. દિવસે દિવસે તે ચોર એકપછી એક એમ વધારે વસ્તુઓ ચોરવા લાગ્યો. મોટુ - પતલું એ નક્કી કર્યું કે તેમને જાતે જ આ વાતની તપાસ કરવી પડશે. તેમને ઓફીસ માં સીસીટીવી કેમેરા ફીટ કર્યાં. ત્યારે ખબર પડી કે એક બહાર થી આવેલો છોકરો ચોરી કરતો હતો ! મોટુ - પતલું તેને ખબર ન પડે તે રીતે તેની પાછળ પાછળ ગયાં.  જોયું તો ખબર પડી કે તે છોકરો તેના આસપાસ રહેતાં ગરીબ લોકો ને કેક શોપમાંથી લાવેલી વસ્તુઓ આપતો હતો.

મોટુ - પતલું એ તેને કહ્યું કે તે જે કામ કરતો હતો તે સારું હતું પણ તેનો રસ્તો તેણે ખોટો અપનાવ્યો હતો. એટલે તેઓ એ બીજીવાર ચોરી ન કરે તેની સજા રૂપે તેને ૧ મહિના સુધી પગાર વગર નોકરી એ રાખ્યો. જ્યારે તે છોકરાને સમજાઈ ગયું ત્યારે તેને કાયમ માટે નોકરી એ રાખી લીધો. અને બંનેએ પોતાનો બીઝનેસ કન્ટીન્યુ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy