મિત્રતાના સંબંધો
મિત્રતાના સંબંધો


એક ગામ હતું. તેમાં બે સહેલીઓ રહેતી હતી. તેમાં નામ સુનિતા અને અનિતા. તેઓ સાથે રમતા, ઝઘડતા અને મજા કરતાં. બંને ને ભણવામાં ખૂબ જ રસ હતો. રમવામાં પણ આગળ હતા. એક જ ક્લાસમાં ભણતાં. અને એક જ બેન્ચ પર બેસ્ટ હતા. સુનિતા ને ગાવાનો એન અનિતા ને નૃત્ય નો શોખ. બંને સ્પર્ધાઓ જીતી શાળાનું નામ રોશન કરતા. અને સારા પ્રમાણમાં ઇનામો પણ મેળવેલા.
તેઓ જોડે શાળાના પ્રવાસે ગયેલી. તેઓ ના સોનેરી કાળના દિવસો એ જ હતા. બંને એ કેટકેટલા ફોટા પાડેલા. સુનિતાના પિતાને શિક્ષકની નોકરી હતી. તેથી તેમની બદલી થતા બીજે ગામ જવું પડ્યું. ને તેઓને ખૂબ દુઃખ થયું. આમ ને આમ પાંચ છ વર્ષ નીકળી ગયા.
થોડા વર્ષો પછી તેઓએ ડૉક્ટર ની નોકરી કરી અને એક જ દવાખાનામાં કામ કરવાનું થયું. ત્યારે બન્ને એક જ ઝલક માં ઓળખી ગયા. અને ભેટી પડ્યા. અને જૂની યાદો માં ખોવાઈ ગયા. અને પોતાની જાત ને નસીબદાર માનવા માંડ્યા. કે આટલા વર્ષો પછી એ એવી જ મિત્રતા રહી છે.