Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

મિત્રની વફાદારી !

મિત્રની વફાદારી !

7 mins
15.1K


‘અલ્પેશ,તારો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તારા જેવા મિત્રો આજની દુનિયામાં મળવા મુશ્કેલ છે, તેમજ મારૂં અમેરિકા આવવાનું જે સ્વપ્ન હતું, દોસ્ત,તે સાકાર કર્યું. મારી લાઈફ(જિંદગી) બની ગઈ !'

‘દિપેશ, માખણ મારી મને બહું ચડાવ ના માર ! મિત્ર, મારાથી જે થયું તે કર્યું, બાકી તો તારા નસીબ ના જોરે…’

ના ના નસીબ પતંગ જેવું છે જો તેને દોરી અને હવાનો સહારો ના મળે તો તે આકાશમાં કદી પણ ઉડી ના શકે ! મિત્ર, તું જ મારી દોરી અને તું જ મારી હવા !

‘અલ્યા, અમો પણ અહીયા છીએ. અમો કંટાળ્યા છીએ મારી પત્નિ રાખી બોલી. હું મારી પત્નિ રાખી, મારી બેબી ગર્લ મોની અને દિપેશ સૌ ઈટાલિયન રેસ્ટોરન્ટમાં ડીનર લેવા આવ્યા હતાં.

’ભાભી, માફ કરશો, અમો બન્ને મિત્રો વર્ષો બાદ મળ્યા…’

‘હા..સાચી વાત દિપેશભાઈ, હું તો ખાલી મજાક કરૂ છું અને તમારૂ ધ્યાન ખેંચવા માંગુ છું..’ ચિકન, પાસ્તા, ગાર્લિક બ્રેડ, સલાડ અને લઝાનિયા અને મોની માટે ચાઈલ્ડ પ્લેટ સાથે સ્ટ્રોબરી જ્યુસ આવી ગયાં સૌ સાથે જમ્યા અને મેં બીલ ચુકવી દીધું.

કમ્પુટર એન્જિન્યર તરીકે એચ.વન વીઝા પર અમેરિકા આવી ગયો અને બાદ ગ્રીન કાર્ડ મારી કંપની દ્વારા મળી ગયું. આજ કાલ કરતાં અમને અહીં સેટલ થયાં દશ વર્ષ થઈ ગયાં. મારી પત્નિ અને મારી ચાર વર્ષની મોની અહીં ડલાસમાં સેટલ થયાં હતાં. દિપેશ મારો બાળપણનો મિત્ર હતો અને અમારા બન્નેનું સ્વપ્ન એકજ હતું કે કૉમ્પુટર ક્ષેત્રેજ કોઈ સારી ડીગ્રી મેળવી અમેરિકા જવું. હું લક્કી હતો કે મને કૉમ્પુટર એન્જિનયરની ડીગ્રી મળ્યા બાદ એકાદ વર્ષમાં અમેરિકા આવવા મળ્યુ. અમો બન્નેએ અમેરિકન કંપનીમાં એપ્લાઈ કરેલ અને મારો જીગરજાન દોસ્ત બિચારો રહી ગયો એનો મને બહુંજ અફસોસ હતો. હું જ્યારથી અહીં આવ્યો ત્યારથી તેને અહીં બોલાવી લાવવામાં સતત પ્રયત્ન કરી રહ્યો હતો. ફાયનલી મારા બોસ સાથે દિપેશ માટે વાત કરી અને મારા વર્ક અને સ્વભાવથી એ ઘણોજ પ્રભાવિત હતો તેથી મને કહ્યું.

‘મારે તારા જેવા માણસો જોઈએ છીએ.’

‘કોઈ સવાલજ નથી સાહેબ, હું તેના કાબેલિયત વિશે ખાત્રી આપું છું.'

મારા બોસે(સાહેબે), દિપેશના રેઝ્યુમે પરથી અને ફોન પર વાત કરી દિપેશને એચ.વન પર અમેરિકા અમારી કંપનીમાં જોબ આપી. દિપેશની આર્થિક પરિસ્થિતી ઘણીજ નબળી હતી તેથી મેં તેને એર લાઈનની ટિકિટ મોક્લી આપી. તેની વાઈફે દિપેશ સેટલ થઈ જાય પછી આવવાનું નક્કી કર્યું. દિપેશ મારે ત્યાં રહેતો હતો અને દર મહિને લીનાભાભીને પૈસા મોકલી આપતો. અમદાવાદમાં તેની માથે ઘણુંજ દેણું હતું તે ધીરે ધીરે ભરપાઈ કરી દીધુ. અમારૂ ચાર બેડરૂમનું હાઉસ છે તેથી મેં દિપેશને કહ્યું. ‘દિપેશ જ્યાં સુધી લીનાભાભી અહીં ના આવે ત્યાં સુધી તું અમારી સાથે રહે જેથી તારો પર્સનલ ખર્ચ ઓછો આવે અને તું ઈન્ડિયામાં વધારે મદદ કરી શકે.’

બે વર્ષથી અમારી સાથે રહે છે. ‘અલ્પેશ, લીનાને વીઝા મળી ગયો છે તો મારે હવે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે લેવું છે તો તું જ કહે કે કયાં એરિયામાં લેવું ?’

‘દિપેશ, લીનાભાભી અહીં આવશે પછી શરૂઆતમાં અહીં હોમસીક લાગે તો તું અમારા હાઉસની નજીક એપાર્ટમેન્ટજ લઈ લે જેથી લીનાભાભી અવારનાર અમારે ઘેરે આવી શકે અને સમય પણ પસાર થઈ જાય.

'અલ્પેશ, બહુંજ સારો વિચાર છે, મેં આપણાં ઘરથી અડધા માઈલમાં એક એપાર્ટમેન્ટ કૉમ્લેઝ જોયો છે અને રૂમ ખાલી છે અને મહિને માત્ર ૯૦૦ ડોલર્સ ભાડું ,બે બેડરૂમ માટે.’

‘દિપેશ, ચાલો અત્યારે જઈ એક વર્ષ માટે ઘર ભાડે રાખી લઈએ.’

લીનાભાભી આવી ગયાં. દિપેશને જોબ પર જવાં હું રાઈડ આપતો હતો. હજું દિપેશે કાર લીધી નહોતી. બપોરના સમયે રાખી લીનાને કારમાં લઈ અમારે ઘેર લાવે જેથી લીનાભાભીનો સમય પસાર થઈ જાય અને કંપની પણ રહે. ઘણીવાર હું દિપેશને જોબ પરથી સીધો ઘેરે લાવું અને તેઓ બન્ને અમારી સાથે વિકેન્ડ ગાળે.

દિપેશે લીઝ બ્રેક કરી અને એક નવું ત્રણ બેડરૂમનું મકાન લીધું, નવી કાર પણ લીધી. ધીરે ધીરે બન્ને ઘણાંજ સેટલ થઈ ગયાં હતાં. થોડા સમયમાં કોઈની સાથે પાર્ટનરશીપમાં કન્વીનન્ટ સ્ટોર લીધો મને નવાઈ લાગી. મારી પત્નિ રાખીએ કહ્યું પણ ખરૂ.

’જોયું તમારા મિત્ર કેટલા જલ્દી સેટ થઈ. સાઈડમાં બીઝનેસમાં પણ શરૂ કરી દીધો !'

'હા, હની એ થોડો ખટપટીઓ, ચાલાક અને હોશોયાર છે. બીજું તો શું એમના નસીબ પણ કામ કરે ને !'

અમારી જોબમાં મેનેજરની જગ્યાં ખાલી પડી.. મેં દિપેશને હસતાં હસતાં કહ્યું..ચાલ આપણે બન્ને આ જોબ માટે એપ્લાઈ કરીએ, જોઈએ તો ખરા કોના નસીબ જોર કરે છે.’ ‘અલ્પેશ,મારા કરતાં તું સિનિયર છો અને જોબ તને જ મળેને. ના હું એપ્લાઈ નથી કરતો..’

‘હું મારી ઓફીસમાં કામ કરતો હતો અને મેં બહાર ખિલખિલાટ હસવાનો અવાજ સાંભળ્યો !..બહાર આવ્યો..જોયું.

'દિપેશ, મેનેજર તરીકે બઢતી મળ્યા બદલ અભિનંદન ! સૌ તેને અભિનંદન આપી રહ્યાં હતાં..ઘડીભર હું થંભી ગયો ! દિપેશે તો મેનેજર તરીકે એપ્લાઈ કરવાની મને ના કહી હતી. તેના શબ્દો યાદ આવી ગયાં.

’દોસ્ત, તું મારા કરતાં સિનિયર અને અનુભવી છો, આ જોબ તનેજ મળવી જોઈએ !’ છતા એક પળ બધું ભુલી જઈ હું હસતાં હસતાં દોડી દિપેશને ભેટી અભિનંદન પાઠવ્યા. દિપેશના મોં પર કશો ક્ષોભ કે દિલગીરી નહોતી. જાણે કશુંજ બન્યું નથી તેમ મને તેણે હસતાં હસતાં કહ્યુ.

'અલ્પેશ, આજ હું ઘણોજ ખુશ છું, આજ મારી જિંદગીનો સારામાં સારો દિવસ છે.

મેં પણ કહ્યું, ’હા યાર..તું સાચું જ કહે છે !’

‘દોસ્ત, તે શું કર્યું ? એ સવાલને ઘુટતો ઘુટતો ઘેર આવ્યો. આજ આ દિલ પર એટલો ભાર વધી ગયો છે કે ક્યાંરે હું હળવો કરી શકું ? એક જિગરજાન દોસ્તે મારો હળવેથી હાથ જાલી. હરીકેનના વિન્ડ એક ભંયકર ફૂંકાતા વાવાઝોડમાં મને ક્યારે ધક્કો મારી દીધો! મને ખબર પણ ના પડી.’

ગરાજમાં કાર પાર્ક કરી ઘરનો બેલ માર્યો.

‘હાય, અલ્પેશ !’ રાખીએ સ્મિત સાથે મને આવકાર્યો. રાખી તુરતજ મારા ચહેરાની ઉદાસિનતા પારખી ગઈ ! રાખી મને એક ગ્લાસ પાણી આપીશ ? રાખીની ચિંતા વધી, જલ્દી જલ્દી વોટર-કુલરમાંથી પાણી લાવી મને આપી મારા ગળામાં સ્નેહાળ હાથ વિટાળતી બાજુંમાં બેસી ગઈ !

જિંદગીમાં એક વફાદાર દોસ્ત અને એક વફાદાર પત્નિ બન્ને એવી વ્યાક્તિ છે કે હ્ર્દયપર વધી પડેલભાર ને હળવા કરવા માટે શક્તિમાન છે. અને તેમાંથી એક વ્યક્તિતો મને પછડાટ આપી દૂર દૂર ભાગી ગઈ ! બાકી રહી મારી અર્ધાગીની ! મારી વફાદર પત્નિ…! ભારે હૈયે વાત કરી!

‘અલ્પેશ, મને બધીજ વાતની ખબર પડી ગઈ છે. મારે તને જોબપર ખોટી ચિંતા નહોતી કરાવવી તેથી તને મેં ફોન નહોતો કર્યો.

‘શું કહે છે હની ?’

‘હા..આજે બપોરના ભાગમાં તારી સાથે જોબ કરતી મારી બેનપણી સોનાલી !

હા બોલ બોલ..મારા બોસની સેક્રેટરીને ?…હા અલ્પેશ. દિપેશભાઈએ તારીજ પીઠ પાછળ ઘા કર્યો છે. સોનાલીએ કહ્યું છે ‘રાખી આ વાત તારા અને અલ્પેશ સિવાય કોઈને પણ કહીશ નહી. નહી તો મારી જોબ પર તેની બહુંજ ખરાબ અસર થશે. આ વાત મને માઈકલે કહી.

‘મીસ સોનાલી અપ્લેશ સારો કર્મચારી નથી. હી મને વિગતવાર વાત કહી.

‘દિપેશભાઈએ …તને કશું કીધા વગર મેનેજર માટે એપ્લાઈ કર્યું. અને તારા મોટા બોસ(સાહેબ) માઈકલને મળી તારા વિશે ઘણીજ ખોટી આડી-અવળી વાતો કરી કાન ભંભેર્યા. ‘મીસ્ટર અલ્પેશ ભટ્ટ ઘણીવાર કામ-હોય કે ના હોય તોય..ખોટો ખોટો ઑવર-ટાઈમ કરે છે તેમજ પર્સનલ-ફોન પર કલાકો સુધી બેસી રહી ગામ ગપાટા મારે ઉપરાંત ઈન્ટરનેટ પર બેસી મિત્રો સાથે ચેટ કરતો હોય, ઈન્ડીયન ન્યુઝ પેપર્સ વાંચતો હોય છે.’

‘ઓહ માય ગૉડ! એક પ્રમોશન લેવા આવા કાવાદાવા ? મારી સાથેજ ચક્રવ્યુ રચ્યો ? મને આવા ગંદા કાદવના છાંટા ઉડાડ્યા વગર તેને પ્રમોશન મળ્યું હોત તો હું જરૂર ખુશ થાત !’

‘અલ્પેશ, જે બની ગયું તેનો અફસોસ શા કામનો ? ભૂતકાળ ભુલી જઈ વર્તમાનમાં જીવીએ..’

'હની, મને અફસોસ એ વાતનો નથી કે મને કેમ પ્રમોશન ના મળ્યુ. અફસોસ તો એ વાતનો છે કે એક મિત્રની અંદર છુપાયેલા શૈતાનને હું ઓળખી ના શક્યો.’ કહી રાખીના ખોળામાં માથુ રાખી સુતો મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતી રહી. ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ના પડી !

વહેલી સવારે ચાર વાગે ફોનની ઘંટડી વાગી. અત્યારે કોણ હશે ? ધારણા કરી કે ખોટો નંબર હશે. ફરી રીંગ વાગી…મેં ફોન ઉપાડ્યો.

'હું એ.ટી.ટીની ઑપરેટર છું. દિપેશનો ફોન છે. ફોન કરવાના પૈસા ભરપાઈ કરી ફોન સ્વિકારશો ?) પળભર થંભી ગયો !

મે કહ્યુ, ‘હા.મેમ’

અલ્પેશ’.

સામેથી દિપેશ બહુંજ ગભારાયેલા અવાજે બોલ્યો…’દોસ્ત, હું જેલમાં છું. મહેબાની કરી મને છોડાવી જા’

'શું થયું ? ’

‘યાર, ગઈ કાલે મારા પ્રમોશનની ખુશાલીમાં રેસ્ટોરન્ટમાં ડ્રીન્કપાર્ટી રાખી’તી અને થોડો વધારે પિવાઈ ગયો. ઘેર કારમા પાછા આવતા પોલીસે મને રોક્યો અને ડ્ર્ન્ક હાલતમાં મને પકડ્યો ..હાથકડી પહેરાવી મને જેલમાં પુરી દીધો. આખી રાત જેલમાં રહી હું બહુંજ ડરી ગયો છુ. તું જલ્દી આવી મને જામીન આપી છોડાવ દોસ્ત !’

મનોમન હું બોલ્યો, ’.દોસ્ત..!’

રાખી જાગી ગઈ…શું થયું ? મેં વિગત કહી.

‘રાખી મને ૫૦૦ ડૉલર્સ રોકડા આપ.’

'અલ્પેશ ? જે મિત્રે મારેલો ઘા હજું પુરાયો નથી. તમારી પીઠ હજુ લોહી-લોહાણ છે, રૂઝાઈ પણ નથી..ને તું.’ તેણીને મેં વચ્ચે રોકી કહ્યુ..

‘હું અત્યારે માત્ર મારા એક ભારતિય ભાઈ ,એક માનવ મુશ્કેલમાં છે તેને મદદ કરવા જઈ રહ્યો છું.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational