Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Alpesh Barot

Drama


3  

Alpesh Barot

Drama


મિસિંગ-૧૧

મિસિંગ-૧૧

3 mins 375 3 mins 375

મહારાષ્ટ્ર, અને રાજસ્થાન પુલીસના હાથમાં મહત્વની કડીઓ આવી રહી હતી. જાનકી ઉદયપુર પોલીસ હેઠળ હતી. રીમાંડ રૂમમાં મહિલા પુલીસ કર્મીઓ અને સિંઘ સાહેબે, સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું હતું. પણ જાનકી એકની બે ન થઈ! તેની કેસેટ તો હું નિર્દોશ છું ત્યાં જ અટકી હતી. નિલ, આર્યન જે કહો તે, તે હજુ ફરાર હતો.

"સાહેબે એક ગુપ્ત માહિતી ખબરી તરફથી મળી છે. કચ્છના ખાલીખમ દરિયા કિનારે, એક જહાજમાં ડ્રગ્સ,હેરોઇન મોટા પાયે પહોંચાડવા છે."

"તેનો આપણા થી શુ સંબધ?"

"સાહેબ નિલ, નિલનો યુરોપના વેપારીઓ સાથે કરાર થયો છે. હોઈ શકે આ માલ તેના માટે જ યુરોપથી મોકલવામાં આવ્યો હોય?"


                  *****

જહાજ તો રાબેતા મુજબના સમયે જ આવ્યો, પણ કોઈ ખાલી દરિયા કિનારે નહિ, પણ પોર્ટમાં એન્ટર થયો! પુલીસ પહેલાથી જ મિટ માંડી તેની રાહ જોઈ રહી હતી. જહાજ પર કામ કરતા તમામ મેમ્બરને પકડવામાં આવ્યા! જહાજની પુર જોરથી તલાશી લેવામાં આવી રહી હતી. એક એક ઇંચ, એક એક ગુપ્ત જગ્યા પણ કઈ મળ્યું નહિ...

                   *****


" તું આને ઓળખે છે?"

"નહિ સાહેબ, આ ફોટો કોનો છે?"

"ભાભી છે, તમારી જાનકી નિલની ગર્લફ્રેંડ..."

"સાહેબ મને કઇ ખબર નથી આ વિશે...."

"પહેલા ક્યારે આને જોઈ છે?"

"સાહેબ મા કસમ ક્યારે પણ નથી જોઈ..."


"રવિને કેમ બંધક બનાવ્યો હતો?"

રાજ સખત ત્રાસ અને મારથી કંટાળી ગયો હતો. જેથી તમામ માહિતી પોપટની જેમ બોલી રહ્યો હતો.

"સાહેબ, મને પુરે પૂરી માહિતી નથી, પણ હમેશા આર્યન ભાઈ કહેતા કે, રવિએ મને દગો આપ્યો,મારી પીઠ પર ખંજર ભોક્યો છે."

"મતલબ?"

"સાહેબ આર્યન ભાઈ કોઈ છોકરીના પ્રેમમાં હતા..."

               *****

"જાનકી, આ તસવીરને ધ્યાનથી જોજે .... ઓળખાણ પડી?"

" કોણ છે આ ફોટોમાં?"

"પ્રેમથી પૂછું છું, કહી દે જાનકી..." સિંઘે કહ્યું.

"આમરી પાસે પૂરતી માહિતી છે. તારુંને રવિનું!"

"મારુને રવિનું શુ?"

"તારાને રવિ વચ્ચે અફેર હતો. જેની માહિતી નિલને પડતા, નિલે તેને મરાવી નાંખ્યો.."

"શુ રવિ હવે નથી રહ્યો?"

જાનકી પોતાની ફીલિંગસ રોકી ન શકી, તેની આંખોમાંથી ધડધડ આશુઓ ટપકી રહ્યા હતા. 

 

                 *****

"નિલ, રવિ, હું અમે બધા એક જ કોલેજમાં અભ્યાસ કરતા... હું તો રવિથી શૂરવાતથી જ પરિચિત હતી. હા હું નિલથી દૂર જ રહેતી..

પણ મારી ફ્રેન્ડ ચાંદની નિલથી દૂર ન રહી શકી.

31st પર ફાર્મહાઉસ પર પાર્ટી હતી. અમે બધા ત્યાં ગયા હતા. ચાંદનીને નિલ રૂમમાં લઈ જઈ રહ્યો હતો. મેં તેને મારી નરી આંખે જોયું, મને લાગ્યું આ બધું નોર્મલ છે. ચાંદનીની પોતાની સહમતિ છે. તો હું કોણ બોલવાવાળી. બીજે દિવસે બાજુની નદીમાંથી ચાંદનીની લાશ મળી હતી. તેની વિરુદ્ધ પુરાવાના અભાવના કારણે, તેને ક્લીન ચિટ મળી હતી. જેથી મેં અને રવિએ નક્કી કર્યું હતું. કે નિલ ગુનેગાર છે. તે આપણે જ સાબિત કરીશું.. ધીમેધીમે અમે ત્રણે સાથે સમય વ્યતીત કરવા લાગ્યા! નિલની એક કમજોરી હતી. તે કોઈ પણ સ્ત્રી તરફ જલ્દી ઝૂકી જતો. જેથી હું નિલની ગર્લફ્રેંડ બનવા તૈયાર હતી. કઈ તો એવું હશે, જે હું શોધવા માંગતી હતી. જેનાથી નિલ ગુનેગાર છે તે હું સાબિત કરી શકું."

" સાહેબ છોકરી સાચું બોલે છે." તોમરે કહ્યું.

"જાનકી, સાચું બોલે છે, નિલને પકડવો બહુ જરૂરી છે. તે રિઢો ગુનેગાર છે. દેશ દ્રોહી છે. ખૂની છે. " સિંઘે કહ્યું.


"ક્યાં છુપાયો છે. આ નીચ, કેટલા ગુના કર્યા છે. કેટલા ગુના હજુ કરશે? અત્યારે પણ તેના મગજમાં કઈ કારસ્તાન જ ચાલતું હશે! કઈ ગુનાનો ષડયત્રં કરી રહ્યો હશે! તેને તો તેને સાથીઓની પણ પડી નથી, ખરેખર જાનકી સાચું બોલી રહી છે? જો સાચું બોલી રહી છે. તો આ નિલની હવે ખેર નથી..

મોટા ભાગના ગુનાઓ માં જે અજાણયો શખ્સ એટલે, આ નિલ જ નીકળ્યો છે. સંદીપ, ચેતન, ચાંદની, રવિ.... આ તો આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ નામ છે. હજુ આ લિસ્ટ લાબું થશે, આ દેશ દ્રોહી હત્યારો ફાંસીના માંચડે હશે....." સિંઘ ગુસ્સો કરતા બોલી ઉઠ્યા..


ક્રમશRate this content
Log in

More gujarati story from Alpesh Barot

Similar gujarati story from Drama