મહેનતથી ગમે તે બની શકીયે છીએ
મહેનતથી ગમે તે બની શકીયે છીએ


વાવેરા ગામમાં ઘણા બધા લોકો ખેડૂતનું કામ કરતા. તેઓ ની પાસે ઘણી જમીન હતી. તેમાં એક ટીનું નામની છોકરી તેના પરિવાર જોડે રહેતી હતી. તેના પપ્પા ખેડૂતની જમીન ભાગવી રાખી અને તેમાં પાક ઉગાડી પોતાનું ગુજરાન ચલાવતા.
ટીનું ના પપ્પાએ તેને સરકારી સ્કૂલ માં મૂકી. એન તેમના ખેડૂત ના દીકરા ને પ્રાઇવેટ સ્કૂલ માં બેસાડ્યો.
ટીનું જેમ જેમ મોટી થવા લાગી તેમ ઘરનું વાડીનું કામ તેને ભાગે આવા માંડ્યું. જ્યારે ખેડૂતના દીકરાને કોઈ કામ ભાગે આવતું નહીં. અને તે ટ્યૂશન માં પણ જતો. તેને ભાગે માત્ર ભણવાનું જ આવતું.
ધીમે ધીમે બંને આઠમા ધોરણ માં આવી ગયા. ટીનું ને હોવી ઘરનું બધું જ કામ કરીને જાઉં પડતું હોવાથી ભણવાનો સમય ઓછો પડવા લાગ્યો. ને પછી તે દસમા ધોરણમાં આવી ગયા. ખેડૂત નો દીકરો ઘણો હોશિયાર હતો. ખેડૂત ના દીકરા ને સવારની નિશાળ હોવાથી હોવાથી હવે એને ભણવાનો પૂરતો સમય મળી રહેતો. આમ ને આમ બોર્ડના પેપરનો સમય આવી ગયો. ટીનું એ શિક્ષકને વાત કરી એટલે તેમણે ટીનું ને એક પુસ્તક વાંચવાનું કહ્યું કે એમાંથી જ બધું પુછાય છે.
એકવાર તેના પપ્પા ખેડૂતને ત્યાં ગયા હતા. એમના દીકરાને 59% જ આવ્યા. ટીનું ના પપ્પા તો રસ્તામાં વિચાર કરતા કરતા જ આવેલા કે મારી દીકરી તો ટ્યુશનમાં પણ જતી નહતી. એટલે એમ કે મારી દીકરી તો નાપાસ થશે તો?
જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે ટીનું દોડીને આવે છે અને કહે છે મારે 99% આવ્યા છે. અને બોલી કે હું રાત્રે ત્રણ વાગે ઉઠીને વાંચતી હતી. અને કયો વિષય ક્યારે વાંચવો , ક્યારે રમવું એ બધાનું ટાઇમટેબલ બનાવેલું હતું. એ જાણી તેના પાપા ખૂબ જ ખુશ થયા. તેના પાપા એ તેને અગિયારમાં ધોરણમાં ભણવા મોકલી. અને બારમા ધોરણમાં પણ 99 % જ લાવી.
તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે પહેલા પોલીસ ની નોકરી લીધી. અને ભણવાનો ખર્ચો તે પૂરો કરતી હતી. એને કોલેજના પ્રોફેસર બનવું હતું. એટલે તેની પરીક્ષા આપી. અને કોલેજની પ્રોફેસર બની. અને તેનો પરિવાર તેના પાર ગર્વ અનુભવતો હતો.