માતૃત્વ ન્યાય
માતૃત્વ ન્યાય


એક વાર દરબારમાં બે સ્ત્રી લડતી આવી ત્યારે મહારાજે તેમને પૂછ્યું કે આપ શાને માટે ઝગડો છો. ત્યારે એક સ્ત્રી કહે 'મહારાજ આ મારું બાળક છે, અને આ સ્ત્રી પોતાનો હક જમાવી રહી છે.' ત્યારે બીજી સ્ત્રી કહે, 'ના મહારાજ આ બાળક મારું જ છે. તે બંને સ્ત્રીઓની બાળક માટેની ઉગ્ર દલીલો જોઈ મહારાજે રાજપૂતને પૂછ્યું કે 'આમાં કઈ સ્ત્રી સાચું બોલે છે ?' 'રાજપૂતે કહું આપ આજ્ઞા આપો તો હમણાં જ ફેસલો કરી આપું.'
મહારાજની અનુમતિથી તે બંને સ્ત્રી પાસે આવ્યાં. અને તેમના હાથમાંથી બાળક લઇ લીધું. અને તેને જમીન પર સુવડાવી દીધું. તલવાર જોઈ એક સ્ત્રી બોલી ઉઠી 'આપ શું કરો છો ?' તો કહે બાળકના બે ટુકડા કરી આપું જેથી આપ બંને મા
તાઓનાં તેના પર અધિકાર રહે.
આટલું સાંભળતા એક સ્ત્રી બોલી કે 'બાળક મરી જશે. મારું બાળક મારાથી દુર રહેશે તો ચાલશે. હું એના વગર જીવી લઈશ. આ સ્ત્રીને બાળક સોંપી દો પણ તલવાર દુર રાખો.' તલવાર પાછીછી મુકતા બીજી સ્ત્રી બોલી, 'જોયું હું કહેતીતી હતીને બાળક મારું જ છે !'
આ સાંભળી રાજપૂત ખીજાયા. 'ધૂર્ત સ્ત્રી તું ચુપ કર. આ બાળક તારું નહી પેલી સ્ત્રીનું છે.' અને બાળક એને સોંપી દીધું. અને બોલ્યા 'લો મહારાજ ફેસલો થઇ ગયો. મહારાજ બોલ્યા એ કઈ રીતે ? આ સ્ત્રી બાળકનાં ટુકડા થવા વિચાર માત્રથી ડરી ગઈ. કોઈ મા પોતાના બાળકના ટુકડા થતાં ન જોઈ શકે.
આમ ખરી માને બાળક સોંપવાથી રાજપૂતનો જયજયકાર ગુંજી ઉઠ્યો.