લક્ષ્મીદેવીની કૃપા
લક્ષ્મીદેવીની કૃપા


એક નાગર હતું. તેમાં રોહિણી નામની સ્ત્રી રહેતી હતી. તે ખુબ જ હોશિયાર અને ચબરાક હતી. તેનો પતિ આમ તો વેપારી હતો. પરંતુ કોઈ કારણસર તેને ધંધામાં ખોટ આવી પડી. તેથી તેઓ નાનકડી ઝુપડીમાં રહેવા લાગ્યા. ઝુપડી પાછળનું ઘાંસ સાફ કરતા રોહિણીને હીરનો હાર મળ્યો એટલે ખુબ નવાઈ લાગી. તેને ખાતરી હતી કે કોઈ ખુબ પૈસાદાર સ્ત્રીનો હાર અહી પડી ગયો હોવો જોઈએ. ત્યાજ રાજાના માણસો ત્યાંથી ઢંઢેરો પીટતા નીકળ્યા.
ગામવાસીઓ સાંભળો રાજમાતાનો હીરનો હાર ખોવાયો છે. જેને પણ જડે તે પાછો આપશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. રોહિણી હાર પરત કરવાં મહેલમાં પહોંચી ગયી. રાજમાતા તો પોતાનો હાર જોઈ ખુશ થઇ ગયા. રોહિણીને ઇનામ રૂપે સો સોનાના સિક્કા આપ્યાં. પરંતુ રોહિણી એ તેનો સ્વીકાર કરવાની નાં પાડી. અને બોલી રાજમાતા આપ મને ઇનામ આપવા માંગતા હોય તો મારી એક વિનંતી છે. સ્વીકારશો ? મારે સોનું રૂપું નથી જોઈતું. હું ફક્ત માંગું છું કે મારી ઝુપડી પર જ મને દીવા કરવાની સત્તા આપો. એન ઢંઢેરો પીતાવો કે ફક્ત મારી જ ઝુપડી પર દીવા મુકાય.
રાજમાતાને આવી વિચિત્ર માંગણી નવાઈ લાગી. પણ માની ગયાં. દિવાળીની રાત આવી. રોહિણી એ પોતાનું ઘર સાફ કરી. રંગોળી કરી. તોરો લટકાવ્યા. તેલ લાવી સેંકડો દીવા નાની ઝુપડી સજાવી. રાજમાતાના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમા અંધકાર હતો. રાજમહેલમા પણ એકે દીવો નાં હતો. રોહિણી તો પૂજાની થાળી લઇ ઝુપડીના દરવાજે બેસી ગયી.
એવું માનવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી વર્ષમાં ફક્ત એક જ વાર દિવાળીની રાત્રી એ પૃથ્વી પર પધારે છે. તેમને ફક્ત એક જ ઘર દીવાથી ઝગારા મારતું દેખાય છે, રોહિણી રાહ જોઈને જ બેઠી હતી. તેણે લક્ષ્મીજીનું સ્વાગત કર્યું. તથા પૂજા કરી. અને કહ્યું મારાં ઘરમાં આપનું સ્વાગત છે. પરંતુ મારી એક શરત છે. એક વાર તમે ઘરનીઅંદર આવીજાઓ પછી તમે બહાર ન જઈ શકો. મંજુર છે ?
લક્ષ્મીજી શું બોલે ? આ એક જ ઘર તેમના સ્વાગત માટે શણગારેલ હતું. આ સ્ત્રી તેમની પરમ ભક્ત હતી. તેમને રોહિણીના ઘરમાં પ્રવેશ કર્યો અને હમેશા માટે ત્યા રહ્યા. અને તેઓનું નસીબ બદલાઈ ગયું.
મજબૂત મનથી ભક્તિ કરવાથી હમેશા ફળ મળે છે.