STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

માતૃહૃદયની પરીક્ષા

માતૃહૃદયની પરીક્ષા

2 mins
0

नास्ति मातृसमा छाया नास्ति मातृसमा गतिः। 

नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा॥

માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવો કોઈ આશરો નથી, માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા જેવી કોઈ તૃપ્તિ

રાજા વિક્રમસિંહના રાજ્યમાં એક દિવસ એવું ઘટ્યું કે રાજદરબારમાં એક વ્યાપારી આવ્યો. તેના હાથમાં બે સુંદર, સ્વસ્થ અને લગભગ એકસરખી દેખાતી ગાયો હતી. વ્યાપારી નમ્રતાપૂર્વક રાજા સમક્ષ ઊભો રહીને બોલ્યો, “મહારાજ! આ બે ગાયો મા-દીકરી છે. પણ મને જાણવા મળતું નથી કે કઈ મા છે અને કઈ દીકરી. બંનેની રૂપરેખા, રંગ, આકાર – બધું જ એકસરખું છે. હું ઘણા ઠેકાણે પૂછી આવ્યો, પણ કોઈએ ઓળખી શક્યું નહીં. કોઈએ કહ્યું કે તમારા વૃદ્ધ મંત્રી અત્યંત કુશાગ્રબુદ્ધિના છે. તેથી હું અહીં આવ્યો છું. કૃપા કરી મારી સમસ્યાનું સમાધાન કરો.”

દરબારમાં સૌના નજર મંત્રી તરફ વળી. મંત્રી ધીમે ધીમે ઊઠ્યા અને ગાયો પાસે ગયા. તેમણે બંનેને ઝીણવટથી જોયા, સ્પર્શ કર્યો, નજીકથી અવલોકન કર્યું. છતાં તેમને કંઈ સમજાયું નહીં. મંત્રીની કપાળે ભીંજણ આવી ગઈ. તેમણે વ્યાપારીને એક દિવસની મુદત માગી અને ઘરે પરત ફર્યા.

ઘરે આવીને મંત્રી ચિંતામાં ડૂબી ગયા. તેમની પત્ની, જે બુદ્ધિ અને ચતુરાઈ થી ભરપૂર હતી, તેણે પૂછ્યું,

“આજે તમે આટલા ચિંતિત કેમ લાગો છો?”

મંત્રીએ આખી વાત કહી. પત્ની હળવેથી હસી અને બોલી, “અરે! માત્ર આટલી વાત છે? હું કહું છું કે આવી આવી.”

“ચહેરો ઓળખવા આંખો જોઈએ,
 પણ સંબંધ ઓળખવા હૃદય જોઈએ.”

બીજે દિવસે મંત્રી તેમની પત્નીને ગાયો બંધાયેલી જગ્યાએ લઈ ગયા. પત્નીએ બંને ગાયો સમક્ષ સ્વાદિષ્ટ અને પર્યાપ્ત ખોરાક મૂક્યો. થોડી વાર જોઈને તેણે સ્પષ્ટ કહી દીધું,

“આ બીજી ગાય મા છે, અને પહેલી તેની દીકરી.”

સૌ આશ્ચર્યથી જોતા રહી ગયા. પત્નીએ સમજાવ્યું,

“જુઓ, પહેલી ગાયે જલદી-જલદી પોતાનો ખોરાક ખાધો અને પછી બીજી ગાયના ખોરાક તરફ મોં માર્યું. પણ બીજી ગાયે પોતાનો ખોરાક છોડીને પહેલીને ખાવા દીધો. આવું માત્ર મા જ કરી શકે. મા જ પોતાના બાળકને માટે ભૂખી રહી શકે.”

“नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गतिः ।
 नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रिया ॥”

માતા જેવી છાયા કોઈની નથી, માતા જેવો આશ્રય કોઈ નથી; માતા જેવું રક્ષણ કોઈ આપી શકતું નથી અને માતા જેટલું પ્રિય પણ કોઈ નથી.

દરબારમાં સૌએ તાળીઓ પાડી. રાજાએ મંત્રીની પત્નીને ભેટ આપી અને કહ્યું કે સાચી બુદ્ધિ ક્યારેક હૃદયની અંદરથી આવે છે.

પોતે ભૂખી રહી સંતાનને અન્ન આપે,
 પોતે રડીને સંતાનના આંસુ પોસે;
 મમતાનું નામ પૂછો તો ઉત્તર એક જ—
 મા પોતે બળે અને સંતાનને પ્રકાશ આપે.


माता मित्रं पिता चेति स्वभावेनैव कल्पितम्।

पुत्रस्य हि हितायैव सर्वेषां च हितं भवेत्॥

 મા અને પિતા સ્વભાવથી જ મિત્ર સમાન છે. તેઓ પુત્રના હિત માટે જ કાર્ય કરે છે, અને તેમાંથી સૌનું હિત થાય છે.

આમ, વ્યાપારીની સમસ્યા સમાધાન થઈ, મંત્રીની પત્નીની બુદ્ધિની પ્રશંસા થઈ, અને રાજ્યમાં માતૃપ્રેમનો મહિમા ફરી એકવાર ગુંજી ઊઠ્યો.





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational