મીઠાસ ભાઈની
મીઠાસ ભાઈની
સાવ સવારથી આકાશમાં મઘમઘતી પ્રસન્નતા વ્યાપેલી હતી. શ્રાવણ માસની પૂનમ એટલે ભાઈ-બહેનના અવિચળ પ્રેમ અને પવિત્ર વિશ્વાસનું પર્વ રક્ષાબંધન. આજે લાંબા સમયે ભાઈ પોતાની વ્હાલસોયી બહેનને ઘેર મહેમાન બનીને આવ્યો હતો. સવારના પહોરમાં સ્નાન-ધ્યાન પતાવીને બહેને ઘરના આંગણે રંગોળી પૂરી હતી અને પવિત્ર મનમાં મનોમન ઈશ્વર પાસે ભાઈના દીર્ઘાયુષ્યની કામના કરી હતી. સ્નેહના આ પર્વની શરૂઆત કરતાની સાથે જ બહેને પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધ્યું:
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामभिबध्नामि रक्षे मा चल मा चल॥
જે રક્ષાસૂત્રથી મહાબલી અને દાનવોના રાજા રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, હે રક્ષે! હું તે જ સૂત્રથી તને બાંધું છું; તું (તારા સંકલ્પથી) ક્યારેય વિચલિત ન થા, ક્યારેય વિચલિત ન થા.
રાખડી બંધાઈ ગયા પછી ભાઈના મુખ પર અસીમ સંતોષ અને બહેનના નયનોમાં સ્નેહના અમી છાંટણા છવાઈ ગયા. ભાઈ-બહેનના આ નિર્મળ અને અસીમ પ્રેમ સમક્ષ તો ત્રિલોકનું સુખ પણ વામણું લાગે છે. શાસ્ત્રોમાં પણ સાચા સંબંધોની આ જ પરિભાષા આપી છે:
भ्रातुः हस्ते रक्षासूत्रं, भगिन्याः प्रेमबन्धनम्।
सदा भवतु सौहार्दं, सुखं च भवतु शाश्वतम्॥
ભાઈના હાથમાં રક્ષાનું સૂત્ર (રાખડી) છે અને બહેનનો પ્રેમનો પવિત્ર સંબંધ છે. આપણા સૌમાં સદાય પરસ્પર પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે તથા હંમેશાં શાશ્વત સુખ પ્રાપ્ત થાઓ.
પ્રેમની આ સરવાણી વચ્ચે બહેને રસોડામાંથી પ્રેમપૂર્વક બનાવેલી ગરમાગરમ ખીરની વાટકી લાવીને ભાઈના હાથમાં ધરી. ભાઈએ ઉત્સુકતાથી પહેલી ચમચી મોંમાં મૂકી. બે સેકન્ડ માટે તે મૌન થઈ ગયો, જાણે સ્વાદની કોઈ દિવ્ય અનુભૂતિમાં ડૂબી ગયો હોય, અને પછી બોલી ઊઠ્યો, "વાહ! શું જબરજસ્ત બની છે ખીર! અમૃત પણ શરમાઈ જાય તેવો સ્વાદ છે!"
બીજી ચમચી મોંમાં મૂકતાની સાથે જ બહેન બોલી, "થોડી ખીર મને પણ વાટકીમાંથી આપને, હું પણ ચાખું તો ખરી કેવી બની છે!"
ભાઈ તરત જ વાટકી પાછી ખેંચતા ના પાડે છે. એટલામાં થોડે દૂર ઊભેલા જીજાજી હસતાં હસતાં બોલે છે, "અરે સાળા સાહેબ, થોડીક મારી માટે પણ રાખજો હોં!"
ભાઈ મસ્તીના મૂડમાં આવીને બોલ્યો, "ના ભાઈ ના, આ ખીર એટલી બધી મસ્ત બની છે કે આનો એકેય ચમચો હું બીજા કોઈને નહિ આપું, બધી હું જ એકલો ખાઈ જવાનો છું!"
ભાઈ અને બહેન વચ્ચેનો આ બાળસહજ પ્રેમ અને ખીર માટેની આ પ્રેમભરી રકઝક ઘરના વાતાવરણમાં એક અનોખી મસ્તી ભરી રહી હતી.—
‘ભાઈ-બહેનનો પ્રેમ અખંડ, ભલે પછી ઝઘડો થાય પ્રચંડ.’
ભાઈ હજી તો વાટકી ખાલી કરવાની તૈયારીમાં જ હતો ત્યાં બહેન રસોડામાં ગઈ અને ખીર ભરેલી આખી તપેલી ઉપાડીને બહાર આવી. ભાઈને તપેલી બતાવતા તે ખિલખિલાટ હસીને બોલી, "તું વાટકીમાંથી ન આપે તો કશો વાંધો નહીં, લે હું તો આખી તપેલીમાંથી જ ખાઈ જવાની તારી માટે કશું નહિ રાખવાની.”
પણ ભાઈ પણ કાચનો ક્યાં હતો? તેણે તો ત્યાં સુધીમાં વાટકીની બધી ખીર સફાચટ કરી નાખી હતી અને તક મળતાં જ બહેનના હાથમાંથી પેલી તપેલી પણચપટીમાં સરકાવી લીધી અને મજાક કરતા બોલ્યો, "લાવ હવે આ આખી તપેલી તો હું ઘેર જ લઈ જઈશ!"
આ હાસ્ય અને મસ્તીના માહોલ વચ્ચે અચાનક રસોડામાંથી સાસુજીનો અવાજ આવ્યો, "બેટા!(વહુ) જરા કહે તો ખરી, આ મીઠાની બરણી ક્યાં મૂકી છે?"
આ અવાજ સાંભળતાની સાથે જ બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૈયું એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું. તેને તુરંત યાદ આવ્યું કે આજે ઉતાવળમાં સાકાર પીસીને રાખી હતી તે નાખવાની હતી, પણ તેના બદલે ભૂલથી અજાણતાં જ ખીરની અંદર ખાંડને બદલે મીઠું નખાઈ ગયું હતું! અને પીસેલી સાકાર હોવાને કારણે તેનો સ્વાદ કે રંગ પારખી શકાયો ન હતો. વળી બંને બરણીઓ કાચની એક સરખી દેખાવમાં હતી.
એક ક્ષણમાં જ પેલી રકઝક, પેલી જીદ અને પેલી મસ્તી પાછળનું સાચું રહસ્ય ખુલી ગયું. ભાઈએ તો ખીરનો એક દાણો પણ મોંમાં રાખ્યા વગર મીઠાવાળી બધી જ ખીર ચૂપચાપ ખાઈ લીધી હતી! તેણે બહેનની આબરૂ જાળવવા માટે, તેની રસોઈની સન્માન રક્ષા માટે અને પોતાના નિર્દોષ સ્નેહ ખાતર એ નકામી અને ખારી ખીર મૂંગા મોંએ સહન કરી લીધી હતી. ભાઈના આ અકથ્ય પ્રેમની પ્રતીતિ થતાં જ બહેનનું હૈયું ભરાઈ આવ્યું.
बन्धुः स्नेहेन मनो बध्नाति यः|
જે સ્નેહથી મનને બાંધે છે, તે જ ભાઈ છે।
રસોડામાંથી પાછી બહાર આવેલી બહેનથી પોતાની જાત પર કાબૂ ન રહ્યો. તે દોડીને સીધી ભાઈના ગળે વળગી પડી અને ચોધાર આંસુએ રડી પડી. થોડી ક્ષણો પહેલાં જે ભાઈની જીદ અને સ્વાર્થીપણું લાગતું હતું, તે જ ભાઈનો અસીમ પ્રેમ હવે તેના હૃદયને પવિત્ર શીતળતાથી ભરી ગયો. સંસારમાં ભાઈ-બહેનનો આ જ તો અનોખો અને અલૌકિક નાતો છે, જ્યાં શબ્દોની જરૂર નથી હોતી પણ આંસુઓની ભાષા બધું કહી દે છે. કવિ સાચું જ કહે છે:
લોહીના સંબંધો તો કુદરતી મળે છે અહીં,
પણ વ્હાલની સરવાણી તો ભાવ થી વહે છે અહીં;
દુનિયાના મેળામાં ભલે ભીડ રહે લાખોની,
સાચો પડછાયો તો બહેનનો ભાઈ રહે છે અહીં.
આ સમગ્ર દ્રશ્ય જાણે કરુણા અને વાત્સલ્યનો અદભુત સંગમ બની ગયું. જીવનમાં દરેક સંબંધની એક કિંમત હોય છે, જેને સમજવા માટે ક્યારેક હૃદયની વિશાળતા જોઇએ.
नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलम्।
नास्ति चक्षुसमं तेजो नास्ति नास्ति समं प्रियम्॥
વાદળ સમાન કોઈ જળ નથી, પોતાના આત્મા સમાન કોઈ બળ નથી, આંખ સમાન કોઈ તેજ નથી અને પોતાના ભાઈ-બહેન સમાન કોઈ પ્રિય નથી.
हे ईश्वर, अस्य बन्धनस्य रक्षणं कुरु|
હે સર્વશક્તિમાન ઈશ્વર, ભાઈ-બહેનના આ પવિત્ર બંધનની રક્ષા કરો અને તેને આશીર્વાદ આપો।
यथा रक्षासूत्रमेतत् प्रेम्णा बद्धं करे तव।
तथा नित्यं दृढं भूयात् भ्रातृभगिन्योः बन्धनम्॥
જે રીતે આ રક્ષાસૂત્ર તારા હાથમાં પ્રેમથી બાંધવામાં આવ્યું છે, તેવી જ રીતે ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમનો સંબંધ સદાય મજબૂત અને અતૂટ રહે.
भगिन्याः स्नेहसूत्रेण बद्धो भ्राता सुखी भवेत्।
दीर्घमायुः समाप्नोतु, यशश्चापि विवर्धताम्॥
બહેનના સ્નેહના પવિત્ર સૂત્રથી બંધાયેલો ભાઈ હંમેશાં સુખી રહે, તેને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય અને તેનું યશ સતત વધતું રહે.
रक्षाबन्धनपर्वेऽस्मिन् भ्रातृभगिन्योः शुभं भवेत्।
प्रेम्णा पूर्णं भवेत् जीवनं, सौख्यं नित्यं प्रवर्धताम्॥
આ પવિત્ર રક્ષાબંધનના પર્વ પર ભાઈ અને બહેન બંનેનું હંમેશાં કલ્યાણ થાય. તેમનું જીવન પ્રેમથી ભરપૂર રહે અને તેમના જીવનમાં સુખ સતત વધતું રહે.
भ्रातुः हस्ते रक्षासूत्रं, भगिन्याः प्रेमबन्धनम्।
सदा भवतु सौहार्दं, सुखं च भवतु शाश्वतम्॥
ભાઈના હાથમાં રક્ષાસૂત્ર અને બહેનના હૃદયમાં પ્રેમનો અતૂટ બંધન સદાય જળવાઈ રહે. બંને વચ્ચે હંમેશાં પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ રહે તથા તેમનું સુખ શાશ્વત બને.
भ्राता मे सुखी भूयात्, भगिनी च सदा मुदा।
उभयोः प्रेमसम्बन्धः शाश्वतः सुमनोहरः॥
મારો ભાઈ હંમેશાં સુખી રહે અને મારી બહેન પણ સદાય આનંદિત રહે. બંને વચ્ચેનો પ્રેમનો સંબંધ શાશ્વત, પવિત્ર અને અત્યંત સુંદર બની રહે.
आयुः आरोग्यमैश्वर्यं यशः सौख्यं च सर्वदा।
भ्रातुः जीवनमार्गेऽस्मिन् भगिनी प्रार्थयेत् सदा॥
બહેન પોતાના ભાઈ માટે હંમેશાં દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય, સમૃદ્ધિ, યશ અને સુખની પ્રાર્થના કરે. તેના જીવનનો માર્ગ હંમેશાં સુખમય અને સફળ રહે.
रक्षाबन्धनपर्वेदं प्रेम्णः पावनबन्धनम्।
भ्रातृभगिन्योः हृदये नित्यं सौख्यं प्रवर्धताम्॥
રક્ષાબંધનનું આ પર્વ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું બંધન છે. બંનેના હૃદયમાં સદાય પ્રેમ, આનંદ અને સુખ વધતું રહે.
न केवलं करसूत्रं, हृदययोः स्नेहबन्धनम्।
रक्षाबन्धनमेतद्धि प्रेम्णः पावनदर्शनम्॥
રક્ષાબંધન માત્ર હાથ પર બાંધવામાં આવતો દોરો નથી; તે તો બે હૃદયો વચ્ચેનો સ્નેહનો અતૂટ સંબંધ છે. રક્ષાબંધન પવિત્ર પ્રેમ અને લાગણીનું સુંદર પ્રતીક છે.
रक्षाबन्धनस्य शुभे पर्वणि शुभकामना मम।
भ्राता भगिनी च नित्यं प्रेम्णा हृष्टौ भवेताम्॥
રક્ષાબંધનના આ પવિત્ર પર્વ નિમિત્તે મારી શુભકામના છે કે ભાઈ અને બહેન બંને હંમેશાં પ્રેમથી આનંદિત અને પ્રસન્ન રહે.
स्नेहेन बद्धौ भ्रातरौ, स्नेहेन भगिनी तथा।
जन्मजन्मान्तरेऽप्येषः सम्बन्धः शुभदो भवेत्॥
ભાઈ-બહેનનો સંબંધ સ્નેહના પવિત્ર બંધનથી જોડાયેલો છે. આ સુંદર અને પવિત્ર સંબંધ જન્મોજન્મ સુધી અવિચળ રહે અને બંનેના જીવનમાં સદાય સુખ, મંગળ અને કલ્યાણ લાવતો રહે.
