માનું હૃદય
માનું હૃદય
એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો. જે ખુબ જ ગરીબ હતો. તે પરિવારને ઘણીવાર દિવસમા બે વાર જમવાનું પણ ન મળતું. પિતા મજૂરીનું કામ કરતા અને માતા પારકા ઘરે કામ કરતી હતી.
એ માતા-પિતાએ રાત-દિવસ મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવ્યો. દીકરો ભણી ગણીને મોટો ડોક્ટર બન્યો. અને શહેરમાં મોટું દવાખાનું બનાવી ત્યાં રહેવા જતો રહ્યો. શહેરમાં તેણે એક પોતાની ગમતી છોકરી સાથે લગ્ન કર્યા. તે પોતાના મા-બાપને ભૂલી જાય છે. એકવાર તેના પિતા શહેરમાં મળવા જાય છે. ત્યારે તે જાહે છે કે, ‘હું તમને ઓળખતો નથી, આવા ગંદા કપડા પહેરીને મારા ઘરે કેમ આવ્યા છો.’ પોતાના એકના એક દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા આ આઘાત સહન કારી શકતા નથી. અને હૃદયરોગનો હુમલો આવાથી મૃત્યુ પામે છે.
હવે પિતાજીનું મૃત્યુ થવાથી દીકરો આબરૂની બીકે ઘરે આવે છે. પોતાના દીકરાને પાછો આવેલો જોઈ તેની મા ખુબ જ ખુશ થઇ જાય છે. પણ થોડા દિવસ પછી એ છોકરાની પત્ની કહે છે કે હું આ ઝુંપડામાં નહિ રહું. ત્યારે દીકરો કહે છે કે ‘હવે મારા પિતાજી નથી રહ્યા, તો હું મારી માને કોની પાસે એકલી મૂકું?’ ત્યારે તેની પત્ની કહે છે, ‘તું તારી માને મારી નાખ. પછી આપણે શહેરમાં પાછા જતાં રહીશું. જો તમે આમ નહિ કરો તો હું મારે પિયર પછી જતી રહીશ.’ દીકરો પત્નીની વાતમાં આવી જાય છે.
એક દિવસ રાતે તે પોતાની સૂતેલી માની હત્યા કારી નાખે છે. તે હત્યા કરીને ભાગવા જતો હોય છે. ત્યા જ ઠેસ વાગવાથી પડી જાય છે. ત્યારે તેની મારેલી માના શરીરમાંથી અવાજ આવે છે, ‘ખમ્મા મારા દીકરા, તને વાગ્યું તો નથી ને !’ આ સંભાળતા જ દીકરાને પોતાની ભૂલ સમજાય છે. તેના પસ્તાવાનો પાર રહેતો નથી. પણ હવે પસ્તાવો કરવાથી શું થાય?
ગાંધીજી અને શિવાજી જેવા મહાપુરુષોના જીવન ઘડતરમાં પણ તેમની માતાઓનો મોટો ફાળો રહેલો છે. ગરીબ મા પોતાના પેટે પતા બાંધીને પણ પોતાના બાળકને ઉછેરે છે. એટલે જ તો કહેવાયું છે, ‘જે કર ઝુલાવે પરનું તે જગ પર શાસન કરે.’ એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.’ ‘ મા તે મા, બીજા વગડા ના વા.’ મા બાપને ભૂલશો નહિ.
