માં
માં


એક નાનું ગામ હતું. તે ગામમાં એક પરિવાર હતું. તે પરિવાર મા એક છોકરો અને તેની મા રહેતાં હતા. તે છોકરાનું નામ રાહુલ હતું. તેની મા ખેતીકામ કરી રાહુલ ને ભણાવતી હતી. પણ રાહુલની મા ને એક આંખ ન હતી. રાહુલ નિયમિત શાળા એ જતો ભણવામાં પણ હોશિયાર હતો. તેની મા તેની બધી જ જરૂરીયાત નું ધ્યાન રાખતી. અને ખુબ ખુશ રાખતી. રાહુલની શાળામાં ઘણા રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારો ઉજવાતા. ત્યારે બધાજ વાલી સાથે આવતાં. પણ રાહુલ માને શાળા એ કદી બોલાવતો નહી. કારણ કે તેની માને એક આંખ ન હતી. રાહુલ ધીમે ધીમે મોટો થતો ગયો. તે ધંધે લાગી ગયો. થોડા સમય પછી લગ્ન કરી લીધા. તેની પત્ની રાહુલની માને ખીજાતી. અને એવાત વાત મા ગુસ્સે થતી. થોડા વખત પછી તેઓ માથી દૂર રહેવા ચાલ્યાં ગયા. અને તેની માં એકલી પડી ગઈ.
થોડા પૈસા ભેગા કરી તેના દીકરાને ઘરે જવા ઈચ્છતી હતી. પણ તેને ડર હતો કે તેમને ખીજાશે! મારાથી દુઃખી થશે તો એવું વિચારી થોડા સમયમાં એ મૃત્યુ પામી. રાહુલ ને ખબર પડી કે માં મૃત્યુ પામી છે છતાં પણ તેની આંખમાંથી એકપણ આંસુ નીકળ્યું નહી. તેણે તેની માં ને અગ્નિસંસ્કાર દઈ દીધા.
પાડોશીઓએ એને એક ચબરખી આપી. અને કહ્યું કે આ તારી માં એ આપેલી. એમાં લખ્યું હતું કે એને અકસ્માત થયેલો જેમા રાહુલે આંખ ગુમાવી હતી. અને રાહુલ ને આ વાંચી ખુબ પસ્તાવો થયો. અને તેની જીદગીની નવી સારી શરૂઆત કરી.