માઇક્રોફિકશન - રાધિકા
માઇક્રોફિકશન - રાધિકા


સવારથી કોઈ ઘેર નહોતું. રાધિકા વિચારતી હતી કે આજે પહેલીવાર બપોરે થોડો આડો વાંહો કરવા મળશે. કામ પતાવી આડી પડી અને રોજની જેમ રાધિકા સપનામાં હાલરડું ગાતી, રમકડાંથી પોતાનાં બાળકને રમાડતી ખુશ હતી.
ત્યાં જ ધડામ કરતું બારણું ખોલી પતિ બરાડ્યો,"ઊઠ, વાંઝણી ઢોરને જાર-પૂળો કોણ તારો બાપ નાખશે ?" રાધિકા હાંફળી-ફાંફળી બેઠી થઈ કંઈક ફંફોસવા લાગી.