BHAVNA RABARI

Tragedy

3  

BHAVNA RABARI

Tragedy

મા મને છમ વડું

મા મને છમ વડું

2 mins
8.4K



એક હતો બ્રાહ્મણ. અને એક હતી તેની પત્ની બ્રાહ્મણી. તેમણે સાત દીકરીઓ હતી. આ બ્રાહ્મણ ખુબ જ ગરીબ હતો. રોજ બિચારો સાત ગામ આટો માંગવા જાય ત્યારે માંડ ઘર ચાલે.

હવે એક દિવસ આ બ્રાહ્મણને વડા ખાવાનો જીવ થયો. એને પોતાની પત્નીને કહ્યું, ‘ આજએ તો વડાં ખાવાનું મન થયું છે.’ બ્રાહ્મણી કહે, “પણ ઘરમાં બધાંને પહોચે એટલો લોટ નથી. માંડ પંચ –સાત વડાં થાય એટલો જ લોટ છે.’ ત્યારે બ્રાહ્મણ એ કહ્યું, ‘કંઈ નહિ વાત માંડી વાળો ત્યારે!’

ત્યારે બ્રાહ્મણી એ કહ્યું, ‘ના ના એમ નહિ. કાલે બાજુવાળા ધુલી કાકી થોડાક વડા આપી ગયા હતા. તે બધી છોકરીઓ એ ખાધા છે. પણ તમે બાકી રહી ગયા છે. એટલે બધી છોકરીઓ સૂઈ જાય એટલે તમારાં એક માટે વડા પાડી આપું. મારે પણ કઈ વડા ખાવા નથી એટલે તમારે એકલાને એટલા વડા ઘણાં થશે.’ આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, ‘ભલે ત્યારે તમને જેમ ઠીક લાગે તેમ કરો.’

રાત પડી એટલે છોકરીઓ સુઈ ગઈ. એટલે બ્રાહ્મણીએ હળવેક થી ઉઠીને ચૂલો સળગાવ્યો.પછી ચુલા પર લોધી મુકીને ઉપર તેલની ટપકું મુક્યું. પછી લોટ લઈને વડાં બનાવવા બેઠી. જેવું પહેલું વડું લોઢી પર મુક્યું, ‘છમ... છમ ... છમ ...’ નો અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને એક દીકરી જાગી ગઈ, પોતાની મા પાસે આવીને કહ્યું, ‘મા મારે છમ વડું ખાવું છે.’ ત્યારે બ્રાહ્મણી એ એ દીકરીને એક વડું આપ્યું અને કહ્યું, ‘લે આ એક વડું લઈને ખાઈને સુઈ જા, જો જે બીજી જાગે નહિ.’ પહેલી દીકરી વડું ખાઈને પાણી પીને સુઈ ગઈ. પછી બ્રાહ્મણીએ બીજું વડું લોઢી પર મુક્યું. વાળો પાછો છમ... છમ ... છમ... અવાજ આવ્યો. એ અવાજ સંભાળીને વાળી બીજી દીકરી જાગી. તે મા પાસે આવીને બોલી, ‘;મા મારે છમ વડું ખાવું છે.’ ત્યારે બ્રાહ્મણી એ એ દીકરીને એક વડું આપ્યું અને કહ્યું, ‘લે આ એક વડું લઈને ખાઈને સુઈ જા, જો જે ત્રીજી જાગે નહિ.’ બીજી દીકરી પણ વડું ખાઈને પછી જઈને સુઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણ સામે જોયું તો બ્રાહ્મણે કહ્યું, ‘કઈ વાંધો નહિ છોકરું છે, માંગે. તમ તમારે બીજું વડું બનાવો.’ એટલે બ્રાહ્મણીએ ત્રીજું વડું બનાવ્યુ. વાળી પાછો અવાજ આવ્યો, ‘છમ... છમ... છમ...’ આ સંભાળીને ત્રીજી દીકરી જાગી. આમ કરતા કરતા રાત વીતી ગઈ. વાર ફરતી બધી દીકરીઓ જાગતી ગઈ અને વડું માંગતી ગઈ. છેવટે બધો જ લોટ ખત્મ થઇ ગયો. પણ બ્રાહ્મણનાં ભાગમાં એક પણ વડું આવ્યુ નહિ.

છેવટે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખાલી પેટે પાણી પીને સુઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy