UTSAV PATEL

Drama Tragedy

3.3  

UTSAV PATEL

Drama Tragedy

મા બાપનો આશરો

મા બાપનો આશરો

3 mins
7.1K


એક નાનકડું ગામ હતું. તેમાં થોડાક પરિવાર રહેતા હતા. એ ગામમાં એક પરિવારમાં એક પરિવાર પણ રહેતો હતો. જેમ એક દીકરો અને મા-બાપ રહેતા હતા. દીકરો મોટો થતા બહારગામ શહેરમાં ભણવા જાય છે. મા-બાપ ઘરમાં કરકસર કરીને પૈસા બચાવીને દીકરાને ભણાવે છે. સમય જતાં દીકરો ભણી ગણીને મોટો અધિકારી બને છે. તે આ બધી વાત પત્રમાં પોતાના માબાપને લખતો રહે છે.

થોડા સમય બાદ તે છોકરો પોતે જ્યાં નોકરી કરતો હોય છે, તે જ ઓફિસમાં કામ કરતી એક છોકરી સાથે લગન કરી લે છે.

હવે તે પોતાના મા-બાપને પત્ર લખવાનું ઓછું કરી દે છે. એનાં મા-બાપ એને પત્રમાં પૂછે છે કે, દીકરા, કેમ હમણાંથી ઓછું પત્ર લખે છે.’ ત્યારે દીકરો બહાનું કરે છે કે, ‘મારે ઓફિસમાં કામ વધુ હોય છે એટલે સમય રહેતો નથી.’ એમ કરતાં એક વખત તેના મા-બાપ તેની પાસે શહેરમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. દીકરો આ વાત પોતાની પત્નીને કરે છે. પણ પત્ની આ વાત સ્વીકારતી નથી. બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. પત્ની કહે છે કે,જો તમારા મા-બાપ અહીં આવશે તો હું મારે પિયર ચાલી જઈશ.’

છેવટે દીકરો મા-બાપને એક પત્ર લખે છે. જેમાં પોતાના શહેરનું સરનામું લખે છે. તેણે મા-બાપ તો રાજી રાજી થઈ જાય છે. તેઓ સરનામાની ચિઠ્ઠી લઈને શહેરમાં આવે છે. રેલવે સ્ટેશન પર બેસીને પોતાનો દીકરો લેવા આવશે તેવી રાહ જોવે છે. કેમ કે દીકરા એ પત્રમાં લખ્યું હતું કે હું તમને સ્ટેશન પર લેવા આવીશ. એક કલાક, બે કલાક, ત્રણ કલાક એમ કરતાં કરતાં સમય પસાર થાય છે. મા-બાપ તો ભૂખ્યા તરસ્યા સ્ટેશન પર બેસી રહે છે. પણ તેમને લેવા કોઈ આવતું નથી.

તેમને ત્રણ-ચાર કલાકથી સ્ટેશન પર બેઠેલા જોઈને, સામેની ચાની લારી વાળો ભાઈ તેમની પાસે આવે છે. અને પૂછે છે, 'તમે ચાર કલાકથી અહીં બેઠા છો, તમારે ક્યાં જાવું છે.’ ત્યારે મા-બાપ કહે છે કે ‘અમે ગામડેથી આવ્યા છીએ. અમારો દીકરો આ શહેરમાં રહે છે. તેણે કહ્યું હતું હું તમને સ્ટેશન પર લેવા આવીશ. પણ હજી સુધી આવ્યો નથી. ચા વાળો તેમની પાસે સરનામાં વાળી ચિઠ્ઠી માંગી. અને ચિઠ્ઠી જોઈને કહ્યું, ‘કાકા આ ચિઠ્ઠીમાં લખ્યું છે, તેવી કોઈ જગ્યા કે સરનામું આ શહેરમાં છે જ નહિ. મને માફ કરજો પણ તમારા દીકરાએ તમને છેતર્યા છે.'

પહેલા તો એ ઘરડા મા-બાપને આ વાત માન્યામાં નથી આવતી. તેઓ વાટ જોતા બેસી રહે છે. એમ કરતાં રાત પડી જાય છે. પણ હવે ક્યાં જવું! ત્યારે પેલી ચાની લારી વાળો ભાઈ પાછો આવે છે અને કહે છે, ‘કાકા, મારી વાત માનો તમને લેવા કોઈ નહિ આવે. હવે રાત પડી ગઈ છે. તમે એક કામ કરો. અત્યારે મારી સાથે મારા ઘરે ચાલો, સવારે હું તમારી વતન પાછા જવાની વ્યવસ્થા કરી દઈશ.’ ના છુટકે રડતી આંખે મા-બાપ છા વાળાને ઘરે ગયા. ત્યાં તેણે એમની ખુબ સેવા કરી. આશરો આપ્યો. એ આખી રાત મા-બાપ રોતા જ રહ્યા. સવારે ચા વાળા એ તેમની વતન પાછા જવાની વ્યવસ્થા કરી. તેઓ રડતી આંખે વતન પાછા ફર્યા.

જે મા નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં આશરો આપે છે, જે બાપ વર્ષો સુધી લોહી પાણી એક કરી બાળકોને ઉછેરે છે. તેજ મા-બાપને વૃદ્ધાવસ્થામાં પોતાના જ સંતાનો આશરો આપી શકતા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama