લંચબોક્સ
લંચબોક્સ
સ્કૂલની રિસેસનો બેલ વાગ્યો. કાવ્યા અને ખુશ્બુ દોડીને સ્કૂલના મેદાનમાં લીમડાના ઝાડ નીચે નાસ્તો કરવા બેઠા.
“કાવ્યા , આજે તારો ફેવરિટ નાસ્તો મમ્મીએ એ પેક કર્યો છે... ભેળનો સામાન... ચલ બધું મિક્સ કરીને બનાવીએ...”
ખુશ્બુએ લંચબોક્સ ખોલીને કાવ્યા ને બતાવ્યું. પણ કાવ્યા વિચારોમાાં ગુમ હતી.
“કાવ્યા... ક્યાં ખોવાઈ ગઈ? તું ઠીક તો છે ને?” ખુશ્બુએ એને હલાવીને પૂછ્યું.
કાવ્યા ચમકીને જાગી. “હા, હા, હું ઓકે છું.”
“તું સવારના ડ્રોઈંગ ક્નાલાસ રિઝલ્ટ વિશે વિચારે છે ને?” ખુશ્બુએ કાવ્યાના ચહેરાનો ઊડી ગયેલો રંગ જોઈને કહ્યું. કાવ્યા કંઈ બોલે એ પહેલા બાજુમાંથી રીતુ પસાર
થઈ.
“હાઈ કાવ્યા!” કહીને રીતુએ મોટી સ્માઈલ સાથે કાવ્યા સામે હાથ લંબાવ્યો.
“હ...હાઈ” કાવ્યાએ ખોટું સ્મિત આપીને હાથ તો મિલાવ્યો પણ તરત પાછો ખેેંચી લીધો. રીતુ એના હાથમાાં કશુંક લઈને આવી હતી, પણ કાવ્યાનો ઠંડો રિસ્પોન્સ જોઈને ત્યાંથી જતી રહી.
કાવ્યા અને ખુશ્બુ લંચબોક્સ ખોલીને ભેળ બનાવવા બેઠા.
“મોટી શહેરની સ્કૂલમાાંથી આવી છે, તે એટિટ્યૂડ તો જો ! હાય કાવ્યા... હં!” રીતુના ચાળા પાડતા કાવ્યા બોલી.
“હા યાર... કાવ્યા સાચું કહું તો મને એના કરતા તારું ડ્રોઈંગ વધારે સારું લાગ્યું હતું. ખબર નહીં સરે કેમ એને ફર્સ્ટ પ્રાઈઝ આપ્યું?” કહીને ખુશ્બુએ સેવ-મમરામાાં મરચું-મીઠું ભભરાવ્યું.
“તો શું? સવારે પ્રાઈઝ મળ્યું, ત્યારે એને જોઈ હતી? જાણે મિસ ઈન્ડિયાનો તાજ મળ્યો હોય એટલા ગુમાનમાાં હતી!” કહીને કાવ્યાએ ભેળમાાં મરચાં કાપીને નાખ્યા.
“છોડ ને... એનો આ એટિટ્યૂડ બહુ લાાંબો નહીં ટકે. આજે નહીં તો કાલે તું એને હરાવી જ દઈશ.” કહીને ખુશ્બુએ ભેળમાાં ચટણી રેડી.
“હા... એનો ઘમંડ તો હું તોડીને જ રહીશ. આવવા દે એક્ઝામ, જોઉં છું એ કેવી રીતે આગળ નીકળે છે!” બોલતા બોલતા કાવ્યા એ ભેળમાાં છેલ્લે લીંબુ નીચોવ્યું, અને એના ચહેરાનો રંગ લાલ થઈ ગયો.
એટલામાાં નાસ્તાની સુગંધથી એક ખિસકોલી ત્યાં આવી ચડી. ખુશ્બુએ ઝીણી ચીસ પાડી અને કાવ્યાએ તરત ઢાંકણથી ખિસકોલીને એટલો જોરથી ધક્કો માર્યો કે ખિસકોલી દૂર હડસેલાઈ ગઈ.
“વોટ્સ રોંગ વિથ યૂ કાવ્યા? તું તો કીડી પણ ડૂબતી હોય તો બચાવવા પાંદડું નાખે ને આજે આ ખિસકોલીને આમ ખસેડી?”
“ખસેડું નહીં તો શું કરું? મારો નાસ્તો લઈ જતી’તી એ!” કાવ્યાનો ચહેરો હજુ પણ લાલ જ હતો.
“થોડું એની સાથે શેર કરી દેત તો તું ભૂખી ના રહી જાત! બિચારીનો પગ તૂટી જતો હમણાં!” ખુશ્બુએ તરત ઊભી થઈને ખિસકોલીને વહાલથી ઊંચકીને ઝાડીમાાં મૂકી આવી.
બંનેનું મન ખાટું થઈ ગયું હતું. બંનેએ ચૂપચાપ ભેળ તો ખાધી પણ કોઈ સ્વાદ ના આવ્યો.
આ બાજુ રીતુએ જઈને ડ્રોઈંગ ક્લાસના સરને ગિફ્ટ પાછી આપતા કહ્યું, “સર, કાવ્યા કદાચ મારાથી નારાજ છે. આ પ્રાઈઝ તમે જ એને આપી દેશો તો એને વધારે ગમશે. મેેં તો પ્રાઈઝ માટે કોમ્પીટીશનમાં ભાગ નહોતો લીધો. તમારી પાસેથી શીખવા મળ્યું એ જ મારું પ્રાઈઝ!” કહીને ટેબલ ઉપર પોતાનું ઈનામ મૂકીને રીતુ બહાર નીકળી ગઈ.
ઈર્ષા એક મોટો અવગુણ છે. જેમાં બીજાની પ્રગતિને અટકાવવા જતા પોતાની જ પ્રગતિ ભયંકર રીતે રૂંધાય છે.
