Ravi Patel

Drama Inspirational

5.0  

Ravi Patel

Drama Inspirational

કર્મ કરતો જા..(ગોલ્ડ થીંક)

કર્મ કરતો જા..(ગોલ્ડ થીંક)

3 mins
4.5K


સાંજનો સમય હતો. બધાંજ લોકોને જાણે કે પોતપોતાના વાડામાં જવાની ઉતાવળ હોય તેમ ખુબજ ઝડપથી ચાલતાં કે સાધનોમાં જઈ રહ્યાં હતાં. એ ગલી ખુબજ સાંકડી અને એટલી બધી ભીડવાળી હતી કે તેમાં માત્ર ને માત્ર વાહનોનો ઘોંઘાટ અને હોર્નનો અવાજ જ સંભળાતો હતો.

એજ ગલીમાં એક ભાઈ પોપકોર્નની લારી લઈને ઉભો હતો. 'પોપકોર્ન ના દસ રૂપિયા...' એ સતત મોટેથી બોલી રહ્યો હતો. 'પોપકોર્ન ના દસ રૂપિયા....' હું ત્યાંજ મારુ સ્કૂટર પાર્ક કરીને મારા મિત્રની રાહ જોતો ઉભો રહ્યો હતો. એવામાં મારુ ધ્યાન આ ભાઈ પર ગયું. આખા દિવસનો થાક આ સાધનો લઇને જઈ રહ્યા લોકો પર વર્તાઇ રહ્યો હતો. પણ તેમની વચ્ચે આખો દિવસ ઉભો રહી તડકો-છાંયડો સહન કરી મકાઈની ધાણીના પેકેટ વેચી દસ-દસ રૂપિયા ભેગા કરી લેનાર આ માણસ આટલો બધો ફ્રેશ તથા આનંદિત. તેનો ચહેરો જોઈ મને પણ નવાઈ લાગી તથા તેના પાછળનું રહસ્ય જાણવા હું અધીરો બની ગયો.

હું સ્કૂટર પરથી ઉતરવા જ જઈ રહ્યો હતો કે તેણે તેના ખિસ્સામાંથી પૈસા કાઢી ગણવાના શરૂ કરી દીધા. બધી જ દસની નોટો ભેગી કરીને સામેવાળી કપડાંની દુકાનમાં ગયો. મને થયું કે ઉધાર ચુકવવા ગયો હશે. પણ ત્યાંથી તે ભાઈએ છૂટ્ટા પૈસાની બદલામાં સો- સોની ત્રણ નોટો લીધી અને ત્યાંથી ત્રણ દુકાન છેટે આવેલી પુસ્તકોની દુકાનવાળા ને ત્યાં જઈ કંઈક લઈને આવ્યો. તે થોડોક નજીક આવ્યો ત્યારે તેના હાથમાં રહેલા પુસ્તક પર મારી નજર પડી. તે ધોરણ દસનો મોડેલ પેપર સેટ હતો અને આવતાંની સાથે જ તેણે તે પુસ્તક પોતાની લારી પર કોઈ ધર્મગ્રંથ ગોઠવતો હોય તેમ તેટલા ભાગને પોતાના હાથથી સાફ કરી ને ગોઠવ્યું.

આ બધું જોતા જોતા હું તેની લારી પાસે આવીને ઉભો હતો તરતજ તેણે પૂછ્યું બોલો દસવાળા કેટલા પેકેટ આપું? મેં તેને તરતજ દસ રૂપિયા આપ્યા અને એક પોપકોર્નનું પેકેટ લઈ સ્કૂટર તરફ ચાલ્યો. હવે મને મારા તમામ સવાલ ના જવાબ મળી ગયા હતા.

એ ભાઈ એટલા માટે આંનદીત હતો કે તેના સંતાને પોતાના અભ્યાસ માટે મંગાવેલ મોંઘાદાટ પુસ્તક ને દિવસના અંતે પોતે મજૂરી કરીને ખરીદી શક્યો હતો અને હવે તે લારી લઈ એજ આનંદીત ચહેરે ઘરે જઈ રહ્યો હતો. અને આટલી બધી મજૂરી બાદ પણ તે વ્યક્તિ પોતાના બાળક પાસે નંબર વનની અપેક્ષા ક્યારેય નહીં રાખી હોય.

જ્યારે આજે નંબર વનની આંધળી દોડમાં વાલીઓ એટલા આધીરા અને ક્રુર બની જાય છે કે બાળક ને ૮૦% લઈ ને પણ પોતાના પિતા પાસે જતા ડર લાગે છે. વિદ્યાર્થીઓ માટે પણ મને મારા જાની સાહેબની વાત હજુ પણ યાદ છે કે અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે તેઓ અમને કહેતા કે પેપર લખતા પહેલાં પોતાના માતા-પિતાનો એવો આનંદીત ચહેરો દેખો કે જાણે તમે ૯૦% માર્ક્સ લઈને ઘરે ગયા હોવ! અને એમ વિચારીને શરૂ કરી દો કે તમારા જીવનનો છેલ્લો વર્લ્ડકપ હોય. તમારાં તરફથી કોઈ કચાશ રહેવી ના જોઈએ. બાકી ગીતામાં લખેલું જ છે કે કર્મ કરતો જા ફળની આશા રાખીશ નહીં. કરેલું કર્મ ફોગટ જતું નથી. બસ વિદ્યાર્થી મિત્રો "એકવાર તમારાં માતા-પિતાના ચહેરાને આનંદીત કરીને જો જો પછી તમને જે શુકુન મળશે તેના અનુભવ કરજો."


Rate this content
Log in

Similar gujarati story from Drama