Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dr.Riddhi Mehta

Drama


3  

Dr.Riddhi Mehta

Drama


કરામત કિસ્મત તારી -૧૨

કરામત કિસ્મત તારી -૧૨

3 mins 404 3 mins 404

અસિત પાચ -છ વાર ફોન કરે છે ત્યારે છેલ્લી વારમાં ફોન ઉપાડે છે કોઈ... આજુબાજુ બહુ અવાજ આવી રહ્યો છે. કોઈ ફંક્શન હોય એવું લાગી રહ્યું છે.

અસિત કહે છે, તમારી કોઈ બહેન હતી જેનો નવ મહિના પહેલા ટ્રેન એક્સિડન્ટ થયો હતો...તેને અવાજ માં બહુ સંભળાયુ નહી એટલે એ બહાર જઈને વાત કરે છે. પછી અસિત ફરીથી કહે છે બધુ.

આ સાંભળીને સામેવાળી વ્યક્તિનો અવાજ ધીમો થઈ જાય છે...અને તે કહે છે પણ તે તો આ દુનિયામાં નથી હવે...!!!

સામે અસિત કહે છે તેનુ સાચુ નામ તો મને નથી ખબર પણ તેને જ મને આ નંબર આપ્યો અને તે આપને મળવા માગે છે. બાકીનું બધુ હું તમે અહી આવો એટલે જણાવીશ. અને અસિત તેમનું નામ પુછે છે એટલે સામેથી બોલે છે... વિહાન મેહરા....!!!

***


આ બાજુ સંકલ્પ બહાર આવીને ખુશી સાથે વાત કરીને અંદર ફંક્શનમાં જતો હોય છે તે વિહાનને વાત કરતા સાંભળીને ઉભો રહે છે અને વાત સાંભળતા જ તેના પગ નીચેથી ધરતી ખસી જાય છે.... તે આમ સ્તબ્ધ થઈ ને ઉભો રહી જાય છે. તેને શુ કરવુ કાઈ સમજાતું નથી.

વિહાન ફોન મુકે છે અને શું કરવું એમ વિચારે છે. કેવી રીતે અહીંથી નીકળવું , કારણ કે અત્યારે તેની પત્ની પ્રિયાનુ શ્રીમંત ચાલી રહ્યું છે. તે ફરીથી અસિત ને ફોન કરીને ફંક્શનની વાત કરે છે અને કહે છે કે તે બનશે તેટલું જલ્દી આવવાનો પ્રયત્ન કરે છે.

વિહાન જ્યાં સુધી કન્ફર્મ ન કરે ત્યાં સુધી કોઈને પણ જણાવવા ઈચ્છતો નથી. એટલે સંકલ્પ તેની પાસે આવીને પુછે છે તેને ખબર હોવા છતાં હાલ તે કંઈ કહેતો નથી.

કલાક પછી બધુ ફંક્શન પુરૂ થતા વિહાન પ્રિયા ને વાત કરી આસિકા ને જોવા નીકળી જાય છે....


સાંજે સાત વાગે વિહાન ગ્લોબલ હોસ્પિટલ પહોંચે છે જ્યાં નવ્યા દાખલ હોય છે. તે ત્યાં અસિત ને મળે છે અને તેને નવ્યા પાસે લઈ જાય છે.

નવ્યા અત્યારે સુતી હતી. વિહાન નવ્યા ને જુએ છે અને તેની આંખોમાં આસું આવી જાય છે. મારી આસુ જીવે છે!!!

કહીને તેનો હાથ પકડીને તેને ચુમે છે...નવ્યા અચાનક આંખો ખોલે છે અને વિહાન ને જોઈને કહે છે ભાઈ...... અને કહે છે કેમ છો??

અસિત આ ભાઈ બહેનનું મિલન જોઈ રહ્યો છે ત્યારે તેને નવ્યા ને કાયમી માટે ગુમાવી બેસવાનો ડર લાગી રહ્યો છે.

નવ્યા ને હજુ કમજોરી હોવાથી ડૉક્ટર બહુ વાત કરવાની ના પાડે છે તેને. એટલે અસિત અને વિહાન બહાર આવે છે. ત્યાં અસિત ના મમ્મી પપ્પા હોય છે. અસિત તેમની ઓળખાણ કરાવે છે.

અસિત તેને નવ્યા મળી ત્યાર થી બધી તેની વાત કરે છે. પણ તે લગ્નની વાત નથી કરતો તેને એમ થાય છે કે કદાચ તેના કોઈ સાથે મેરેજ થઈ ગયા હોય......

વિહાન અસિત અને તેના પેરેન્ટ્સનો દિલથી આભાર માને છે. અને કહે છે હવે તમને વધારે તફલીક નહી આપીએ. તેને સારૂ થશે એટલે હું તેને અમારા ઘરે અમદાવાદ લઈ જઈશ.....

***


અસિત અંદરથી સાવ તુટી ગયો છે. તે શું કરે સમજાતુ નથી. તેની ખુશીઓ તેનાથી દુર જઈ રહી છે....

નવ્યા ને હવે સારું છે તે કહે છે , અસિત આઈ લવ યુ સો મચ...પણ એક વાત કહુ મારા મેરેજ થઈ ગયા છે ડૉ. સંકલ્પ સાથે. હવે તેના મેરેજ બીજા કોઈ સાથે થયા છે કે નહી એ મને નથી ખબર.

જો તેના મેરેજ બીજા કોઈ સાથે થઈ ગયા હશે તો તો આપણા મેરેજમાં પ્રોબ્લેમ નહી થાય..... પણ જો તેને બીજા મેરેજ નહી કર્યા હોય તો......કહેતા કહેતા તે અસિતના ખોળામાં માથુ નાખી ને બહુ રડે છે.

***


વિહાન બહુ ખુશ છે તે પ્રિયાને કહે કે તું ઘરે તૈયારી રાખજે હું આસુને લઈને અમદાવાદ આવું છું...અને તે સંકલ્પ ને પણ તેના ઘરે હાજર રહેવાનું કહે છે પણ તે કારણ જણાવતો નથી...પણ સંકલ્પ તો સમજી જ જાય છે અને હા કહે છે.             

બીજા દિવસે વિહાન આસિકા ને લઈને અમદાવાદ જવા નીકળે છે ત્યારે નવ્યા અસિત ને કહે હુ ત્યાં જઈને બધુ જોઈને પછી ભાઈને વાત કરીશ... એમ કહીને તે તેના ભાઈ સાથે જવા નીકળી જાય છે.


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama