કોણ મોટું
કોણ મોટું


એક મોટું બજાર હતું. તે બજારમાં નાની મોટી અનેક દુકાનો હતી. તેમાં એક લુહારની દુકાન પણ હતી. લુહાર પોતાના ઓજારોથી કામ કાજ કરે અને રાત પડે એટલે દુકાન બંધ કરી પોતાના ઘરે જાય. હવે એક દિવસ આથમ્યો એટલે લુહાર પોતાની દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યો. રાત પડી લુહાર જતો રહ્યો એટલે લુહારની દુકાનમાં જેટલા ઓજાર હતાં તે બધા એક બીજા સાથે વાતો કરવા લાગ્યા. વાતો કરતાં કરતાં કોણ મોટું અને કોણ મહાન એ બાબતે ઓજારો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા.
એરણ કહે હું મોટો છું,
હથોડો કહે હું મોટો છું,
આરી કહે હું મોટો છું,
આમ બધા ઓજારો પોતાના ગુણગાન ગઈ પોતાને મહાન બનાવવા લાગ્યા. એરને કહ્યું, ‘મારા વગર લોખંડને ટીપી શકાય જ નહિ. તો વળી હથોડો કહે તું હોય પણ હું ના હોવ તો ફટકા જ કોણ મારે ? ત્યારે વળી તગારું બોલ્યું ગરમ થયેલા લોખંડને હુજ મારામાં ભરેલાને ઠંડું પાડું છું. તો વળી કરવત બોલી હું કાપવાનું કામ કરું છું. મારા વગર તો લુહારને ચાલે જ નહિ એટલે હું મોતી છું. આમાં બધા અંદર ઝગડતા હતાં. આ બધું જોઈને ક્યારની એ ચુપ બેઠેલી સોય બોલી.
તમે બધા જ ચુપ થઈ જાઓ. તમે બધા જ મારવાનું, ઝુડવાનું અને કાપવાનું કામ કરો છો. જયારે હું તો બધાને ભેગા કરવાનું કામ કરું છું. અને જે તોડવાનું નહિ પણ જોડવાનું કામ કરે તે જ મહાન કહેવાય.
છેવટે સોયની વાત સાંભળી બધા જ હથિયારો ચૂપ ..!!