STORYMIRROR

PARESHBHAI CHAVDA

Drama

3  

PARESHBHAI CHAVDA

Drama

ખરાબ આદત

ખરાબ આદત

2 mins
259

એક બાળક હતો. તેણે ઘરેથી અમુક દિવસ પૈસા વાપરવા મળતા હતાં. એટલે એ દુકાને થી પોતાની મનગમતી વસ્તુ લઈને ખાવા લાગ્યો. પછી ધીમે ધીમે તેને રોજ પૈસા મળવા લાગ્યા એટેલે તેનું પૈસા વાપરવાનું પ્રમાણ વધી ગયું. સમય જતા તેણે વ્યાસન અને પડીકી- ગુટખા ખાવાનું વ્યસન થઈ ગયું. એના માટે તેણે ઘરેથી મળતા પૈસા ઓછા પડવા લાગ્યા.

એટેલે તેણે ગાલ્લાવાળાને કહીને ઉધાર લેવાનું ચાલુ કર્યું. હવે બધું ઉધાર મળવા લાગ્યું એટલે તેનો ખર્ચો વધી ગયો. એમ કરતા મહિના સુધી તેણે જલસા કર્યા. પણ મહિનો પૂરો થયો. એટલે દુકાનદારે બાકીના પૈસા માંગ્યા. પણ તેની પાસે પૈસા ન હતાં. કેમ કે તેને જે રોજ થોડા પૈસા વાપરવા મળતા તે તેણે બચાવ્યા ના હતાં પણ વાપરી નાંખ્યા હતાં. તેણે થોડા દિવસ તો દુકાનદારને પૈસા આપવામાં બહાનાબાજી ચલાવી. પણ પછી દુકાનદાર ગુસ્સે થવા લાગ્યો. તેણે પૈસાની કડક ઉઘરાણી કરી. હવે પૈસા આપ્યા વગર છૂટકો ન હતો.

પણ પૈસા લાવવા ક્યાંથી ? એમ વિચાર કરતાં તેને યાદ આવ્યું કે ઘરની તિજોરીમાં અમુક જગ્યાએ મમ્મી પૈસા મૂકે છે, એટલે તેણે ત્યાંથી પૈસાની ચોરી કરી. અને દુકાનદારને પૈસા આપી દીધા. હવે તેને પૈસા લેવાનો ટૂંકો રસ્તો મળી ગયો. ધીમે ધીમે ઘરમાં ચોરી કરવાનું પ્રમાણ વધતું ગયું. સમય જતાં તે મોટો થયો અને મોટી ચોરીઓ કરવા લાગ્યો. પણ જેમ બધા દિવસ સરખાં જતા નથી, તેમ એક દિવસ તે ચોરી કરતાં પકડાઈ ગયો. અને તેને જેલની સજા થઈ.

કાયમ આઝાદીથી રહેલા એ માણસને જેલનું બંધન આકરું લાગવા લાગ્યું. તેણે પોતાની ભૂલનો ખુબ જ પસ્તાવો થવા લાગ્યો પણ હવે શું થાય! એટલે આપણે નાનપણથી જ સાવધાન રહીને ખોટી આદતોથી દૂર રહેવું જોઈએ. કેમ કે નાનપણની નાની નાની કુટેવો મોટા થઈને મોટા ગુન્હા બની જાય છે.


Rate this content
Log in

More gujarati story from PARESHBHAI CHAVDA

Similar gujarati story from Drama