કહાની હોસ્ટેલની
કહાની હોસ્ટેલની
કહાની એક હોસ્ટેલની...
હો એટલે હોમ અને સ્ટેલથી દૂર....
જે ઘરથી દૂર પોતાનું ઘર જેવું એ આપણી હોસ્ટેલ....
જ્યારે હોસ્ટેલ જવાનું હોય ને ત્યારે ના મન હોય અને માળવે જવાની પરિસ્થિતિનું નિર્માણ થાય...પણ એ વધારે ઝાઝું ચાલે નહિ...જેમ મળી જાય નવા સંભારણા તેમ ભળી જાય આપના રંગ...અને પછી ગમવા લાગે આ હોસ્ટેલ....
સવારે ઉઠીને બધાને ઉઠાડવા...ચા પીવા જવું... નાસ્તો કરવા જવાનું.... અને પોતાના કામ તો અલગ જ ....આ ધોવાનું પેલું ધોવાનું.....કોલેજ ટાઈમ સર જવાનું...પ્રોજેક્ટ પૂરા કરવાના...પણ હા કોલેજમાં હોસ્ટેલની આખી ટીમ અલગ હોય હો....જ્યાં જરૂર પડે ત્યાં હોસ્ટેલ ટીમ એક થઈને ઊભી રહે....ભલે અંદર કેટલાય કડવા વેણ કેમ ના હોય...પછી જમવાનું સાથે ...ટાઇમપાસ સાથે કરવાનો ..ફરવા સાથે જવાનું...અને મોજમસ્તી સાથે ભણવાનું સાથે....
આ સાથે ઘરની યાદ આવે તો એક બીજાને સાચવવાના એતો અલગ...
ભલે પરિવાર નહિ પણ પરિવાર ની જેમ રહેવાનો પ્રણ એટલે હોસ્ટેલ...
એક નવો પરિવાર....
એકબીજા સાથે મળીને તહેવારો મનાવવા.... શોપિંગ કરવા જવું....જન્મદિવસ મનાવવા અને જન્મદિવસની પાર્ટી તો બાકી રહે....
કોલેજના બધા ફંકશનમાં કપડાં પહેરવા ઝગડાઝગડી કરવી....અડધી રાતે ભૂખ લાગે તો બાજુવાળાના રૂમનો દરવાજો ખખડાવીને મમરા માંગવા ....રાતે એક બીજા ને ડરાવવા....અને પછી એક બીજા ને ચીડવવા...
રજાના દિવસે ઘરે ગયા હોય તો પણ હોસ્ટેલની યાદ આવે જ... ઝાઝું ટકાય ના ઘરે...
અને આમ ને આમ વર્ષો નીકળી જાય...
પછી આવે દુઃખ ની ઘડી...જ્યારે છોડવાની થાય હોસ્ટેલની છડી....
જે સામાન લાવ્યા હોય તે પણ ભારી થઈ જાય કારણ તેમ એક યાદની પોટલીનો ભાર વધી જાય....
આ એક હોસ્ટેલની કહાની...
જે છે બેસ્ટ પરિવારની સુહાની..
