Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

i n a l

Children Classics Inspirational


4  

i n a l

Children Classics Inspirational


કારણ

કારણ

3 mins 736 3 mins 736

એક સમય હતો કે જ્યારે જે રાજાને પસંદ આવી જાય તે રાજાનું..

આનંદ નામની નગરીના રાજા ધરમ એક દિવસ પોતાના રાજ્યની સફર કરવા નીકળ્યા, સફર દરમ્યાન તેની નજર એક ગુલાબના છોડ પર પડી જેમા ખુબ સુંદર ગુલાબ ખીલેલું હતુ જેને જોઈ રાજા મોહિત થઈ જાય છે ને તેની સાર-સંભાળ રાખવા ત્યા એક ચોકીદાર લગાવી દે છે, આ દ્રશ્ય સામે ઊભેલ નાનકડી બાળકી જોવે છે.

થોડાં વર્ષ બાદ ધરમ રાજા મૃત્યુ પામ્યા ને પરંપરા અનુસાર તેમના પુત્ર ધ્રુવ આનંદ નગરીના રાજા બન્યા. ધ્રુવ રાજા તેમના સાથીઓ સાથે રાજ્યની સફરમાં નીકળ્યા, આખા રાજ્યની સફર બાદ પોતાના મહેલ તરફ જતા તેમની નજર દૂર ઊભેલા ચોકીદાર તરફ ગઈ ત્યા પાસે જઈ જોયુ તો ચોકીદારની ઉંમર હવે કામ કરી શકે એટલી ના હોવાથી તેને ઉચિત મુડી- વળતર આપી રજા આપી દીધી આ બધુ યુવાન મહિલા જોઈ રહી હતી. પછી રાજાને વિચાર આવ્યો કે "મારા પિતાજી એ આ ચોકીદાર અહિયા રાખ્યો હશે તો કોઈ કારણ હશે જ ભલે અહીં આસપાસ વેરાન જગ્યા હોય." એમને ફટાફટ બીજો ચોકીદાર ત્યા રાખી મહેલ તરફ પોતાના પગલાં પાડવાં લાગ્યા પણ રસ્તામાં જ ધ્રુવ રાજાનું અકાળે અવસાન થયું.

હવે, આ સમયે ધ્રુવ રાજાના પુત્ર ધર્મ રાજ્યનો કારભાર સંભાળી શકે એટલા પરિપક્વ હતા નહીં જેથી રાજમાતાના આદેશ અનુસાર મંડળને જ્યા સુધી તેમના પુત્ર ધર્મ રાજ્યનો કારભાર સંભાળી શકે એટલા સક્ષમ ના બને બધું જ સંભાળવાની જવાબદારી સોપવામાં આવી.

સમય જતાં રાજા ધર્મએ પોતાની બધીજ જવાબદારી સંભાળી લીધી. જવાબદારી સંભાળ્યા બાદ તેને વિચાર આવ્યો કે એટલા સમયથી જે કાંઈ ચાલતું તેમા રાજ્યની પ્રજાને કોઈ કષ્ટ તો પડ્યું નહી હોયને.. તે જાણવા મંડળ સાથે નીકળ્યા, નીકળતાની સાથે જ તેની નજર દુર વિરાન સ્થાન પર ઊભેલા માણસ સામે ગઈ, તેણે મંડળને કારણ પુછ્યું કે શા માટે તે માણસ ત્યાં ઊભેલ છે? મંડળના કોઈ સભ્ય પાસેથી કારણ જાણવા ના મળ્યુ ને આગળ વધવા લાગ્યા પણ કારણ જાણવાની તાલાવેલી તેની વાતોમાં પરથી દેખાવા લાગી તો મંડળના સભ્યો એ ધર્મ રાજાને તે માણસ પાસે જઈ કારણ પુછવાની સલાહ આપી.

ધર્મ રાજા કાંઈ વિચાર કર્યા વગર જલદીથી ત્યા પહોંચી ગયા ને ચોકીદાર ના કપડા પેહરેલ માણસને "શા કારણથી તેને ત્યા ઊભા રાખવામાં આવ્યા પુછ્યું?" ચોકીદાર પાસેથી ઉચિત જવાબ મળ્યો નહીં.

ચહેરા પર બદલાયેલા હાવ-ભાવ સાથે મહેલમાં પ્રવેશતાની સાથે જ ઢંઢેરો પીટાવ્યો કે "જેને તે વિરાન જગ્યાએ શા કારણથી ચોકીદાર રાખેલ છે ખબર હોય તેને તે મોંહ માગ્યું ઈનામ આપશે."

આ વાત રાજ્યની પ્રજાના કાનમા પહોચવા લાગી પણ કોઈને કારણ ખબર હતું નહી. વાતનો વેગ વધ્યો ને વાત એક બુઝુર્ગ મહિલાના કાનમા પડી, મહિલા પગથી બંધાયેલ હોવા છતાં રાજાના દરબારમા પહોંચી ને એને ધર્મ રાજાના દાદા ધરમ રાજા વખતે જોયેલ દ્રશ્ય રજુ કર્યું. હજુ ધર્મ રાજા કંઈ બોલે તે પહેલા જ તેણે તેમના પિતાજીના સમયે જોયેલી વાત વર્ણવાનુ શરું કર્યું....

આપણે પણ ઘણીવાર જે કાંઈ કરતા હોય તેની પાછળના સાચા કારણથી અજાણ હોઈએ છીએ, બસ આપણે અનુસરતા હોઈએ છીએ કોઈએ જણાવેલું હોય અથવા આપણે કોઈની ત્યા જોયેલ હોય તેમ,

જેમ કે, બિલાડી રસ્તો કાપે તો તરતજ આગળ વધવું નહી, શનિવારે વાળમાં તેલ ના નંખાય, દિવસ આથમ્યા બાદ નખ કાપવાના નહી, રવિવારે રીંગણાનુ ભડથું ના બનાવાય, કોઈ વ્યક્તિ મ્રુત્યુ પામે ત્યારે તેમના ઘરે સ્ત્રીઓ એ નાકમાંથી દાણો(ધરેણુ) કાઢીને જવાનું, લગ્ન પ્રસંગ સમયે કાળા રંગના કપડાં બને ત્યા સુધી પહેરવા નહીં, પીપળાના વૃક્ષ આસપાસ 'હાલો' શબ્દનો પ્રયોગ ના કરવો અને આવું ઘણું.....

અમુક માન્યતા પાછળ તો કોઈ કારણ જ હોતું નથી છતા આપણે તેને કારણ વગર ટકાવી રાખીયે તેનું માત્ર કારણ છે આપણું અનુકરણ!


Rate this content
Log in

More gujarati story from i n a l

Similar gujarati story from Children