STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

3.4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

જયશ્રીબેનની ઝંખના

જયશ્રીબેનની ઝંખના

3 mins
411


શહેરમાં જન્મેલા ને શહેરમાં જ ઉછરેલા પરિવારના જયશ્રીબેન ગામડાની ત્રાસદીથી સાવ અપરિચિત. ભણવાનું પૂરું થયું ને ગામડામાં નોકરી મળી. ગામડાનાં બાળકો ને વાલીઓ સાવ પછાત. વ્યસન, અંધશ્રદ્ધા, વહેમો ને ઈર્ષ્યાની આગમાં અટવાતા રહે. પારકી પંચાતમાંથી નિવૃત્તિ મળે તો બાળકોને સારા સંસ્કારો આપે ને ? જેના વાલીઓની માનસિકતા આવી હોય તેના બાળકો તો દિશાવિહીન જ હોય ને ? જયશ્રીબેને આ બધું જોયું અને તેમને ખૂબ જ વ્યથા થઈ. આ બધાંમાંથી આ લોકોને મુક્ત કરવા તેઓએ પ્રયાસ આદર્યાં. જયશ્રીબેન ગમે તેટલા પ્રયાસ કરે તો પણ બાળક શાળાએ નાહ્યાં વગર જ આવે. નાહવા ધોવાનું તો નામ જ નહીં, જાણે કે સ્વચ્છતા સાથે કોઈ નાતો જ ના હોય ! ગાળો બોલે, મારામારી, લડાઈ-ઝઘડા ને ઉપરથી માવતરના ઉપરાણા. તેથી બાળકો સુધરવાનું નામ જ ન લે. જયશ્રીબેન આ પરિસ્થિતિમાં ખૂબ મથ્યાં પણ કોઈ ફેર જ નહીં. એક દિવસ થાકી હારી હવે હું આ લોકોને નહીં સુધારી શકું, માનીને રાજીનામું આપી પાછા શહેરમાં જતા રહેવાનો વિચાર કર્યો. રાજીનામાનો પત્ર લખી ટેબલ પર મૂકી હાશ ! હવે કાલથી આ પળોજણમાંથી મુક્તિ. એમ વિચારી મુક્તિનો શ્વાસ લઈ શ્લોક બોલી ઊંઘી ગયાં.

 જયશ્રીબેનને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે સાક્ષર લોકોમાં સાક્ષરતાના કારણે અજવાળા પથરાયા છે તે અજવાળા ત્યાં જ સીમિત રાખવાના ? આ અજવાળા છેવાડાના વિસ્તાર સુધી વિસ્તરે એમાં આપણે યોગદાન નહીં આપવાનું ? અડચણો તો આવે પણ એમ હારી જવાય ? એમ પ્રયત્નો થોડા છોડી દેવાય ? ઈશ્વરે તને નિમિત્ત બનાવી છે તો આ યજ્ઞ કાર્ય અધૂરો છોડી તું જઈ શકે ખરી ? જયશ્રીબેનની ઊંઘ ઊડી, ચાર વાગ્યાં હતાં. પરોઢનું સ્વપ્ન ઈશ્વરનો સંકેત માની, નાહીધોઈ દેવ મંદિરમાં જઈ પ્રભુની

માફી માંગી ને હું તિમિરમાં અટવાતા આ દીવડાઓમાં અનેરા ઉંજણને આંજુ તો જ ખરીનો સંકલ્પ કર્યો અને ઈશ્વર તું મારી સહાય કરજે ના આશીર્વાદ માંગ્યાં. જાણે કે ઈશ્વરે તેમને આશીર્વાદ આપી દીધાં હોય તેમ મંદિરના દેવ ને જયશ્રીબેનના ચહેરા મલકાયા.

 આજે તેઓ નિયત સમય કરતાં વહેલા શાળાએ ગયાં. બે દિવસ પછી દિવાળી વેકેશન શરૂ થવાનું હતું ; પરંતુ જયશ્રીબેને દ્રઢ નિર્ધાર કર્યો કે આ વેકેશન શહેરમાં વીતાવવાના બદલે મારી શાળાના બાળકો અને પરિવાર સાથે હું ગાળીશ. વેકેશન પડતાં જ બધાં શિક્ષકો પોત-પોતાના વતન ભણી ચાલી નીકળ્યાં પણ જયશ્રીબેને તો અહાલેક જગાવી કે આ તિમિરભર્યા કોડિયામાં દીપમાળાના તેજથી આ તહેવારને અજવાળું તો જ હું ખરી ! ને તેઓએ ફરીથી પ્રયાસ આદર્યાં. તેઓ ઘરે ઘરે જાય સારી વાતો કરે ને પારકાને પોતીકા કરવા મથે. 

જયશ્રીબેનના આ શુભ કાર્યમાં કેટલાય રોડા બનીને આવે. શાબ્દિક અપમાન પણ થાય તોય જયશ્રીબેન માન અપમાન બધું ભૂલી લોકોને મળવાનું ચાલુ જ રાખ્યું. એક દિવસ બે દિવસ એમ દિવસો વીતતા રહ્યાં અને લોકોની ભાવના પણ બદલતી ચાલી. તેઓને લાગ્યું કે આપણા જીવનને બદલવા માટે જયશ્રીબેન મસીહા બનીને આવ્યાં છે તો આપણે પણ સહકાર આપવો જોઈએ અને આ ભાવનાએ તેઓમાં પણ બદલાવ શરૂ થયાં. દિવાળી આવતા જ લોકો સ્વચ્છતાના પાઠ શીખ્યાં, નકારાત્મકતા છોડી સકારાત્મકતા તરફ વળ્યાં, બાળકો પણ ગાળો બોલવાનું છોડી મંગલ શ્લોક બોલતા થયાં. શ્લોક બોલવાના કારણે તેમની બુઠ્ઠી થયેલી પ્રજ્ઞા ધારદાર બની અને ભણતર પણ ભણવા લાગ્યાં.

જયશ્રીબેનની ઝંખના પૂરી થતાં અંતરમન પ્રસન્ન થયું. તેમને આ દિવાળી આજ દિન સુધી માણેલા ઉત્સવો કરતા પણ અધિક પ્રિય અને પ્રકાશમાન લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational