જંગલનો ખજાનો
જંગલનો ખજાનો
એક નાનકડું સુંદર ગામ હતું. તે ગામમાં બે મિત્રો રહેતા હતા. તેમના નામ કનુ અને મનુ હતું. બંને મિત્રો સાથે જ ભણતા હતા. એક વખત શાળામાં રવિવારની રાજા હતી. એટલે બંને મિત્રો જંગલમાં ફરવા જવાનું નક્કી કર્યું. બંને જણા તો ઉપાડી ગયાં જંગલમાં. બંને જણા જંગલમાં ખુબ ફર્યા, રમ્યા અને ખુબ આનંદ કરી આવ્યાં.
એમ કરતાં કરતાં બપોર થઈ ગઈ. હવે કનુ અને મનુને ભુખ લાગી. બંને જણા ઘરેથી જમવાનું ભાથું લઈને જ આવ્યા હતા. એટલે તેમણે જંગલમાં સારી જગ્યા જોઈને ત્યાં બેસીને જમવાનું નક્કી કર્યું. બંને જણા સારી જગ્યા શોધવા લાગ્યા. શોધતા શોધતા તેમણે એક સરસ મજાની ગુફા મળી ગઈ. ત્યાં સરસ છાંયો પણ હતો. પછી બંને જણા ત્યાં બેસીને ભાથું જમ્યા. જમી લીધા પછી બંને જણને વિચાર આવ્યો કે આ ગુફા કેટલી ઊંડી હશે? ચાલો જોવા જઈએ. એમ કરી બંને જાણ ગુફા જોવા ગયા.
બંને જણા ગુફાની અંદર ચાલતા ગયા. ચાલતા ચાલતા ખાસા દુર ગયાં. ત્યાં તેમને કશુક ચમકતું હોય તેવું દેખાયું. બંને જણે ત્યાં જઈને જોયું તો એ એક મોટો ખજાનો હતો. રાજા મહારાજના સમયમાં કોઈએ ત્યાં સંતાડી દીધો હતો. બંને ખજાનો જોઈને રાજી થઈ ગયાં. આ ખજાનામાંથી શું કરશે તેનો વિચાર કરવા લાગ્યા.
કનુએ વિચાર્યું કે આ ખજાનામાંથી હું મોટો મહેલ બનાવીશ, ગાડીઓ વસાવીશ અને કરોડપતિ બનીને આરામથી જિંદગી
જીવીશ. જ્યારે મનુએ વિચાર્યું કે હું આ ખજાનામાંથી સરસ મજાની સ્કુલ બંધાવીશ, તળાવ અને કુવા બનાવીશ, અનાથ બાળકો માટે અનાથાશ્રમ બનાવીશ. પણ કનુ આ માટે તૈયાર ન થયો. બંને મિત્રો ખજાના માટે ઝઘડવા લાગ્યા.
એ બંનેના ઝઘડવાનો અવાજ સંભાળીને એ ગુફામાંથી એક વાઘ બહાર આવ્યો. વાઘને જોઈને બંને જણા ડરી જ ગયા. પણ એ વાઘ તો માણસની જેમ બોલવા લાગ્યો. વાઘે પૂછ્યું, ‘તમે બે જણા કેમ લડો છો?’ વાઘને આમ માણસની જેમ બોલતો જિઓને કનુ-મનુને ખુબજ નવાઈ લાગી. પછી કનુએ કહ્યું, ‘આ ખજાનો મને મળ્યો છે, પણ મનુ મને આપતો નથી.’ ત્યારે વાઘે કહ્યું, ‘આ ખજાનો જુના વખતના રાજાના છે, હું ખજાનાની ચોકી કરું છું. જે માણસ આ ખજાનાનો સારો ઉપયોગ કરશે તેને જ આ ખજાનો મળશે. તમે બંને મને કહો કે આ ખજાનાનું તમે શું કરશો.
ત્યારે કનુએ કહ્યું કે હું આ ખજાનામાંથી મારા માટે મહેલ બનાવીશ અને કરોડ પતિ બનીશ.’ પછી મનુએ કહ્યું, ‘હું આ ખાજનામાંથી સરસ મજાની સ્કુલ બંધાવીશ, તળાવ અને કૂવા બનાવીશ, અનાથ બાળકો માટે અનાથાશ્રમ બનાવીશ.’ બંનેની વાત સાંભળ્યા પછી વાઘે કહ્યું કે મનુ આ ખજાનો સારા કામમાં વાપરવા માગે છે. એટલે આ ખજાનો હું મનુને આપું છું.
પછી મનુએ એ ખજાના નો સદુપયોગ કરીને શાળા, તળાવ, કૂવા, અનાથઆશ્રમ એ બધું બનાવી ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની સેવા કરી.