જીવંત સંબંધો
જીવંત સંબંધો


કયારેક અણધાર્યું કોઈક, સંબંધ પુરા કરી જાય ત્યારે,
કયારેક લોકો લાગણીઓ સાથે રમત રમી જાય ત્યારે.
કોઇ પણ કારણ વગર, ઇર્ષ્યા થાય અને આપણાંમાં દોષ નિહાળે ત્યારે ..
ઘણાં આપણને મુરખ સમજતા હોય છે. આ દુનિયામાં રાખવાના પણ અલગ ને બતાવવા પણ અલગ સંબંધ રાખે છે એટલે જોઈ વિચારીને જ સંબંધ રાખવો ઘણીવાર આપણી હાલત ધોબીના કૂતરા જેવી થાય છે જે ના રહે ઘરનો કે ના રહે ઘાટનો.
લગભગ બધાને અનુભવ થયો જ હશે.
ટકાવવાથી કશું ટકતું નથી, ખાલી સમય લાગે છે, બાકી સંબંધ તો તૂટીને જ રહે છે, કેમ કે ટકાવવાના પ્રયત્નો એકતરફી જ હોય છે. સામે પક્ષેથી તો સંબંધો સંબંધોના નામે આપણું શોષણ જ થયું હોય છે ! ત્યારે પોતાની જાત પર એટલે નફરત થાય છે કે આપણી સાથે આવું વારંવાર થવા છતાં આપણને બચતાં જ નથી આવડતું. આપણે જાણવા છતાં છેતરાઈયે છીએ સંબંધો ટકાવવા, ને એ લોકો આપણને મૂરખ જ સમજતા હોય છે. એકવાર માફ કરો પણ વારંવાર મુરખ ના બનો. કોઇ જાય તો જવા દો.
જગ્યા ખાલી થાય.પણ જગત ભીડથી ભરેલુ છે, કોઇક ને કોઇક તો આવી જ જશે. બહુ ભીડ પણ ભેગી ના કરો, જે દિલમાં બેઠા છે એમને મોકળાશથી બેસવા દો. કોઇ પણ માટે ઘેલા થતા પહેલા તેને માપજો, ચકાસજો.
આયે તો વેલકમ!
જાયે તો ભીડ કમ!