જેવી કરણી તેવી ભરણી
જેવી કરણી તેવી ભરણી
એક નાનકડું નગર હતું. આ નગરમાં અનેક લોકો રહેતા હતા. તે લોકો પોતાના વ્યવસાય મુજબ કામધંધો કરીને સુખેથી જીવન જીવતા હતા. આજ ગામમાં એક મોહન નામનો માણસ પણ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે પોતાના ખેતરમાં જ જુદા જુદા શાકભાજી વાવતો, અને પછી બજારમાં જઈને વેચતો.
એક વખત આ મોહન પોતાના શાકભાજી લઈને ગામની શેરીએ શેરીએ ફરીને વેચતો હતો. તેના શાકભાજીમાં બટાકા, ડુંગળી, ટામેટા, મરચાં, રીંગણ વગેરે શાકભાજી હતા. શાકવાળો આવેલો જોઈને એક વાણીયાની પત્ની શાકભાજી લેવા માટે આવી. તેણે મોહન પાસેથી ૫ કિલો બટાકા લીધા. મોહન ૫ કિલો બટાકા જોખવા લાગ્યો. પણ તેણે જાણી જોઈને બટાકા ઓછા જોખ્યા. આ જોઈને પેલી બાઈ બોલી ‘ભાઈ આ બટાકા તો ઓછા છે, પુરા ૫ કિલો નથી.’ ત્યારે મોહન બોલ્યો શેઠાણી મે જાણી જોઈને ઓછા આપ્યા છે, કેમ કે તમારે વધારે વજન ઉપાડવું ના પડે.’
આ સાંભળી સંભાળીને શેઠાણી સમજી ગયા કે મોહન લૂચ્ચો છે, તે બધાને આવી રીતે છેતરે છે. એટલે તેમણે મોહનને પાઠ ભણવાનું નક્કી કર્યું. તેમણે ૫ કિલો બટાકાના પૈસાની જગ્યાએ ચાર કિલો બટાકાના પૈસા જ આપ્યા. મોહને પૈસા ગણ્યા તો ઓછા હતા. એટલે તેણે શેઠાણીને કહ્યું, ‘શેઠાણી જી આમાં તો પૈસા ઓછા છે.’ ત્યારે શેઠાણીએ મોહનને તેની જ ભાષામાં જવાબ આપ્યો. ‘મોહન, એતો મે જાણી જોઈને ઓછા આપ્યા છે, તારે વધારે પૈસા ગણવા ના પડે એટલા માટે.’ આ સાંભળી મોહન આખી વાત સમજી ગયો. અને લાચાર પાડ્યો.
એ પછીથી મોહન ક્યારેય તોલમાપમાં ગોલમાલ કરતો નહિ. એટલે તો આને કહેવાય ‘જેવા સાથે તેવા.’
