જેવા સાથે તેવા
જેવા સાથે તેવા


એક ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતા. આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તે લોકો ખેતીની ઉપજ વેચીને પોતાનું ગુજરાન ચાલવતા હતા. એક સમયની વાત છે. આ ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખુબ મહેનતુ અને ઈમાનદાર હતો. તેના પરિવારમાં માત્ર એક દીકરી જ હતી. તેનું નામ મીના હતું. મીના સિવાય આ દુનિયામાં તેનું બીજું કોઈ ન હતું.
હવે એક દિવસની વાત છે.આ ખેડૂતે પોતાના ખેતરમાં જાર વાવી હતી. સમય જતા જાર પાકી ગઈ. ખેડૂત અને તેની દીકરીએ જાર વાઢીને તેના પૂળા બનાવ્યા. પછી એ પૂળા ભરી એક ગામથી બીજા ગામ ફરી ફરી વેચવા લાગ્યા. આમ કરતા કરતાં એક દિવસ આ અખેસુત અને તેની દીકરી પૂળા ભરેલું ગાડું લઇ. એક નગરમાં વેચવા માટે આવ્યા.
આ નગરનો રાજા ખુબ જ સ્વાર્થી હતો. તેને સરસ મજાના પૂળા ભરેલું ગાડું જોયું. એટલે એના મનમાં પોતાના ઘોડાઓ માટે આ પૂળા લેવાનું મન થયું.તેના સિપાહીઓને કહ્યું. પેલા ગાડાવાળાને અહીં બોલાવો. સિપાહીઓ તે ખેડૂતને બોલાવી રાજા પાસે લઇ ગયા. રાજાએ પૂછ્યું, ‘અલા એ પૂળાવાળા આ ગાડાના પૂળા શું ભાવ આપ્યા ? ખેડૂત બોલ્યો, ‘મહારાજ એક ની એક સોના મહોર.’ રાજાએ કહ્યું, સારું. આપી દે.’ ખેડૂતે કહ્યું ભેલે મહારાજ.’
રાજાએ પોતાની કપટ બુદ્ધિથી કાગળમાં લખાણ કરવી લીધું અને પૂળાની સાથે ગાડું પણ પડાવી લીધું. આ જોઈ ખેડૂત કરગરવા લાગ્યો, ‘મહારાજ મારું ગાડું તો આપી દો. મેં તો પૂળા વેચવાની વાત કરી હતી. આપે તો ગાડું પણ લઇ લીધું.’ ત્યારે રાજાએ પેલો કાગળ બતાવીને કહ્યું, ‘તે ગાડા સાથે પૂળા આપવાની વાત કરી છે.’ આમ રાજા આગળ બિચારા
ખેડૂતનું કંઈ ચાલ્યું નહિ.
પેલો ખેડૂત તો બિચારો નિરાશ થઇ રડતો રડતો ઘરે આવ્યો. પિતાજીને રડતા જોઈ દીકરીએ બધી વાત પૂછી. ખેડૂતે રડતા મોઢે રાજાએ કરેલા અન્યાયની વાત કરી. હવે આ ખેડૂતની દીકરી ખુબ જ હોંશિયાર હતી. તેને પોતાના પિતાજીને કહ્યું, ‘પિતાજી તમે ચિંતા ના કરો. કાલે મને તમારા ભેગા લઈ જજો. હું તમારું ગાડું અને પુળા બધું પાછી અપાવીશ, આમ નક્કી કરી બીજા દિવસે ખેડૂત અને તેની દીકરી બીજા એક ગાડાંમાં પૂળા ભરી તે જ રાજાના નગરમાં ફરીથી વેચવા ગયા. ફરી પાછો પેલો રાજા ત્યાં આવ્યો. ગઈ કાલે તે ફાવી ગયો હતો. એટલે એને એમ કે આજે પણ હું ખેડૂતને છેતરી ગાડું અને પૂળા લઇ લઈશ.
રાજાએ ખેડૂતને પૂછ્યું, ‘ગાડાના પૂળાનો શું ભાવ છે ?’ ખેડૂતે કહ્યું, ‘મહારાજ આજે પૂળાનો ભાવ મારી દીકરી કરશે.’ એટલે રાજાએ ખેડૂતની દીકરીને કહ્યું, ‘બોલ તારા પૂળાનો શું ભાવ છે “ત્યારે દીકરીએ કહ્યું, ‘મહારાજ એક પૂળાનાં એક ચપટી અને બે હાથ મુઠ્ઠી.’ રાજાએ એ મુજબ કાગળ પર કરાર કરી સહી કરાવી લીધી. પછી રાજે પૂળા લઇ લીધા અને થાળીમાંથી ચપટી ભરી અને બે મુઠ્ઠી ભરી સોના મહોર આપી. ત્યારે દીકરીએ કહ્યું, ‘આ રીતે નહિ મહારાજ, બે ચપટી એટલે તમારા હાથની આંગળીઓ અને બે મુઠ્ઠી એટલે કાંડા સુધીનો હાથ આપવાના રહેશે.’ આ સાંભળી રાજા તો ફસાઈ ગયો. પણ કરે શું ? તેને કાગળમાં સહી કરી હતી.
છેવટે રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને ખેડૂત અને તેની દીકરીની માફી માંગી. સિપાહીઓને કહી, તેનું ગાડું અને પૂળા પાછા અપાવ્યા. એટલે જ તો કહ્યું છે કે ‘બુદ્ધિ આગળ બળ પાણી ભારે’