જાદુઈ પાણી
જાદુઈ પાણી


ઘણા વરસો પહેલાની આ વાત છે. ત્યારે રજવાડું ચાલતું હતુ. રાજાઓ રાજ કરતાં હતા. આવા એક રજવાડાની આ વાત છે. એક વખત એક નગરના રાજા અને પ્રધાન નગરમાં નગરચર્યા જોવા માટે નીકળ્યા. તે છુપા વેશે નીકળ્યા હતા. જેથી નગરના લકો તેમને ઓળખી નાં જાય. તેઓ ફરતા ફરતા નગરની બજાર બાજુ ગયા.
ત્યાં જઈને જોયું તો બજારમાં એક જગ્યાએ લોકોની ખુબ ભીડ ભેગી થઇ હતી. રાજાને નવાઈ લાગી. તેમેને પ્રધાનને પૂછ્યું, ‘પ્રધાનજી આ એટલી ભીડ કેમ છે ?’ પ્રધાનજીએ કહ્યું, ‘મહારાજ આપ જરાક થોભો હું જોઈ આવું છું. આમ કહી પ્રધાનજી જોવા માટે ગયા. ત્યાં જઈને જોયું તો એક ભાઈ પાણી વેચતો હતો. એક લોટો પાણીના ૧૦૦ સોના મહોર. આ જોઈ પ્રધાનને નવી લાગી. તેને જઈને રાજાને વાત કરી. કે ત્યાં એક માણસ પાણી વેચે છે અને તે પણ એક ના સો સોનામહોરના ભાવથી.
આ સંભાળીને રાજા તો ગુસ્સે થયા. પાણીના તો વળી પૈસા હોતા હશે. હું મારી પ્રજા માટે મફત પાણી પરબ બંધાવું છું. રાજા એ પાણી વેચવાવાળાની પાસે ગયા અને કહ્યું, ‘એ ભાઈ પાણીના તો પૈસા હોતા હશે. તું મારા રાજમાં આવો ધંધો કરી લોકોને લુંટે છે ! ત્યારે એ માણસે કહ્યું ‘મહારાજ આ કોઈ સાધારણ પાણી નથી. આ તો ગુસ્સો મટાડવાનું જાદુઈ પાણી છે. આપને પીવાથી ગુસ્સો ચાલ્યો જાય છે. રાજાને નવી લાગી. તેમને કસોટી માટે એક લોટો પાણી લઇ લીધું. અને પેલા વેપારીને જેલમાં પુરાવી દીધો.
હવે એક વખતની વાત છે. રાજા બહાર ગામ ગયા હતા. મહેલમાં રાજાની કુંવરી અને રાણી બે એકલા જ હતા. તે વખતે ગામમાં ભવાઈ રમવાવાળા આવ્યા. કુંવરીએ જીદ કરી કે મારે ભવાઈ જોવા જવું છે. રાની એ ખુબ સમજાવી કે તારા પિતા રાજા ઘરે નથી એટલે આપનાથી ના જવાય. પણ કુંવરી તો માની જ નહિ. એટલે રાની કુંવરીને રાજાનાપુરુષના કપડા પહેરાવ્યા અને ભવાઈ જોવા લઇ ગયા. ભવાઈ જોઇને આવ્યા એટલે કુંવારી થાકી ગઈ હતી. એટલે તે કપડા બદલ્યા વગર જ પુરુષના કપડામાં પોતાની મા ભેગું સુઈ ગઈ.
અડધી રાત થઇ એટલે રાજા ગામથી પાછા આવ્યા. એમને જોયું તો પોતાની રાની સાથે કોઈ પુરુષ સૂતેલો હતો. આ જોઈ રાજાને ખુબ જ ગુસ્સો આવ્યો. તેમને તલવાર કાઢીં અને એ બંને જાનને મારી નાખવા જતા હતા. ત્યાં અચાનક પેલું ગુસ્સો મટાડવાનું પાણી યાદ આવ્યું. તેમને એ પાણીનો લોટો લીધો અને પાણી પી ગયા. એ પાણી પીવાથી તેમનો ગુસ્સો શાંત થયો. અને તેમને મારતા પહેલા એ પુરુષ કોણ છે તે જાણવાનું નક્કી કર્યું. તેમણે પોતાની પત્ની અને બાજુમાં સુતેલા પુરુષને જગાડ્યા તો એતો પોતાની દીકરી જ હતી. રાજાને પોતી ભૂલ સમજાઈ. જો તેમને વિચાર્યા વગર તલવાર મારી દીધી હોત તો રાની અને કુંવરી બન્ને મારી જાત.
રાજાએ પેલા પાણી વેચવા વાળા માણસને જેલમાંથી મુક્ત કરી મહેલમાં બોલાવ્યો. તેને ખુબ ઇનામ અને સન્માન આપ્યું. અને પોતાની ભૂલ બદલ માફી માગી. અને તેના જાદુઈ પાણીના વખાણ કર્યા. ત્યારે પેલા વેપારીએ કહ્યું, મહારાજ એ કોઈ જાદુઈ પાણી નથી. આપનું સાદું પાણી જ છે. પણ ગુસ્સો મટાડવાનું પાણી આં નામ આપવાથી લોકોને શ્રદ્ધા બેસે અને મારું પાણી વેચાય એટલા માટે હું એમ કહેતો હતો. બાકી ગુસ્સો આવે ત્યારે ગમે તે પાણી પીવાથી ગુસ્સો મટી જાય છે. અને આપણાથી કોઈ મોટું યોગ્ય કાર્ય થતું અટકી જાય છે.