હું કોરોના છું
હું કોરોના છું


હું કોરોના બોલી રહ્યો છું, મને બહુજ જ બીક લાગે છે કેમ કે હું (કોરોના) ભારતમાં પોતાના પગ પેસારો કરવા આવ્યો છું. મને ભારત જેવા દેશમાં મારો પ્રકોપ ફેલાવવો થોડો મુશ્કેલ લાગે છે.
પણ જો ભારત ના લોકો મારી ગંભીરતા ના લે અને મારી મજાક ઉડાવી ને 22/03/2020 ને રવિવારે બહાર નીકળ્યા તો હું તેમને મારી ઝપેટ માં લઇ લઈશ અને મારૂ કામ સરળ થઈ જશે.
મને ડર છે કેમકે મને મારવા માટે મોદીજી એ જનતા કરફ્યુ લગાવ્યું છે.
જો કોઈ ઘરની બહાર ના નીકળ્યું તો હું અસ્તિત્વ વિહોણો થઈ જઈશ.
મને ભારતવાળા નહિ આવવા દે ,ચીનમા તો તમને ખબર જ હશે મેં શુ શુ કર્યું ,ઇટલી શુ મેં વિશ્વ ને ઝપેટમાં લઇ લીધું છે.
હવે હું ભારતમાં આવું છું.
પણ મને બીક લાગે છે કે જનતા કરફ્યુ જો કારગર રહેશે તો હું નહિ બચી શકું.