હિતોનું ગણિત
હિતોનું ગણિત
મોબાઈલમાં વ્યસ્ત વિશાખા નારાજગી સાથે બોલી "પપ્પા, મમ્મી નર્સિંગ હોમ ગઈ છે, ત્યાં એક સવાલ મારા મગજમાં આવ્યો છે, તો હું પૂછું ?"
"પૂછ ને બેટા.." ડોક્ટર શિવાંગે તેની દીકરી વિશાખાને કીધું,
"પપ્પા, ગઇકાલે રાત્રે અચાનક વિભુમામા આવ્યા હતા. મે સાંભળેલ તેઓ દાદાજીનું ખેતર વેચી રહ્યા છે. અને મમ્મીએ તેના ભાગ અંગે કોઈ પણ ફોડ પડ્યા વગર તેમણે મા સામે ધરેલ સ્ટેમ્પ પેપર ઉપર સાઇન કરી આપી, શું આ ખોટું નહતું ? તમે તો મને શીખવાડયું હતું. હક્ક કોઈ દિવસ જતો ન કરાય અને કાનૂની પેપરને વાંચ્યા વગર સહી કરવી નહીં."
"તારો સવાલ યોગ્ય છે. પણ ઘણી વખત જીવનમાં અમુક જગ્યાએ “ હિતોનું ગણિત” ગણવાનું છોડી આંખો બંધ રાખી વિશ્વાસ રાખવાનો હોય છે. એ માટે મારે તને થોડી જૂની વાત મારે તને કરવી ઘટશે, ચાલ જરા અતીતમાં ડોકું કરી લઈએ.
તારે તારા મામાના ભૂતકાળમાં મારી સાથે આવવું પડશે. અત્યાર સુધી તને વાત કરી ન હતી પણ હવે તું સવાલ જવાબ કરે છે તેથી,વાત કરવાનો સમય આવી ગયો હોય તેવું મને લાગે છે. "તારી મા ૧૨ વર્ષની હતી અને તારા જીતુમામા ૨૦ વર્ષના હતા, ત્યારે તારા દાદા મતલબ તારી મમ્મીના પપ્પાને ખેતરમાં નાગ કરડી જવાથી અચાનક અવસાન થયું હતું. તારા મામા શહેરમાં કોલેજમાં ભણતા હતા અને મમ્મી ગામની સ્કૂલમાં ભણતી હતી. અચાનક અવસાનથી કોલેજમાં ભણીને સમૃધ્ધ જીવનના તેમના સ્વપ્નાં વીંખાઈ ગયેલા હતા. અચાનક વાડી અને દાદી અને તારી મમ્મીની જવાબદારી તેઓના માથે આવી.
સવારથી રાત આખો દિવસ વાડીએ કામ, રાત્રે થાકીને આવે ત્યારે ૮ વાગી ગયા હોય. સંઘર્ષ કરતા જવાબદારી સહર્ષ નિભાવતા હતા. આ દરમ્યાન તારા દાદીએ ગામમા કોઈ છોકરા સાથે તારી મમ્મીનું સગપણ કરવા માંગતા હતા. તારી દાદી તારા મામાને કહેતા, દીકરી તો પારકી થાપણ કહેવાય, વિભુ દીકરા તારા માથે ઘરની જવાબદારી અચાનક આવી ગઈ છે. તો તારી બહેનને ભણાવીને ખરચ વધારવાનો શું ફાયદો ? એ તો ભણશે તોય સાસરે જવાની. તેના કરતાં તેના આપણે તેના લગ્ન કરાવી નાખીએ તો એક મોટી જવાબદારી આપાણી ઓછી થાય.
પણ મામાએ તેવે ટાણે કીધેલું, માં દરેક પોતાનું નશીબ લઈ આવે છે, ચિંતા કરવાની જરૂર નથી. તું મને ખોટું ગણિત ન શીખવ. બાપા ગયા પણ મને ઘણું શીખવાડતા ગયા છે, બધુ થઈ પડશે આપણે ક્યાં કોઇની પાસે રૂપિયાની મદદ માંગવી છે, હજુ મારા હાથ સલામત છે. તેઓએ તારી દાદીને કીધુ મા, આ મારી ફક્ત નાની બહેન નથી. પણ બાપુના ગયા પછી એ મારી દીકરી અને હું તેનો પહેલા બાપ પછી ભાઈ સમજી તું ? માટે આવી બેહૂદી વાત હવે કરીશ નહીં.
વિશાખાની ઈચ્છા હશે, તેટલુ એ ભણશે અને તેની ઇચ્છા હશે, ત્યારે તેની પસંદ પ્રમાણે એ લગ્ન કરશે. માટે આજ પછી આવી લગનની વાતો આવે તો પાછી કરી દેવી, પણ કુદરતને બીજું મંજૂર હશે અને તારી મમ્મીની ૧૪ વર્ષની થઈ, ત્યારે અચાનક તેની કિડની ફેઇલ થઈ. તારા મામાએ પળને વિચાર કર્યા વગર તેઓની એક કિડની તારી મમ્મીને દાનમાં આપી તેનું જીવન બચાવ્યું તારા મામાએ તારી મમ્મીને મેડિકલ કોલેજમાં એડમિશન આપવી ડોક્ટર બનાવી. અને માટે તેઓ આજીવન કુંવારા રહ્યા. તારી મમ્મી આજે ડોક્ટર બની, તેની પાછળ તારા મામાનું યોગદાન કેન્દ્ર સ્થાને હતું, તારા મામા એ સમયે પોતાનુજ હિત જોઈ જવાબદારીમાંથી છટકી ગયા હોત,તો વિચાર તારી માની હાલત અત્યારે શું હોત ?"
તારી મમ્મી અને હું એક જ કોલેજમાં ભણતા હતા હતા. તારી મમ્મીએ જ્યારે મારી સાથે લગ્નની ઈચ્છા જાહેર કરી ત્યારે પણ તારા મામાએ મારા ખાનદાન અને મારી સંપૂર્ણ તપાસ કરી લગ્ન માટે હા પાડી, એક સલામત હાથમાં પોતાની વહાલી બેનનું જીવન મને સમર્પિત કર્યું. અને કન્યાદાન પણ તારા મામાએ આપી જવાબદારી અને ફરજ પુરી કરી.
બેટા, તારા મામાને શારીરિક આર્થિક અને માનસિક કેટલી તકલીફ પડી હશે તે વિચાર ! આજના ભૌતિક વાદના જમાનમાં આવી વ્યક્તિ કેટલી મળે ? આવી વ્યક્તિ સાથેના વ્યવહારમાં અંગત” હિતોનું ગણિત” માંડી અને રૂપિયાથી જોખવાની ભૂલ ન કરાય..
વિશાખાની આંખો ભીની થઇ તે બોલ્યો "પપ્પા, તમે મારી ગેરસમજો યોગ્ય સમયે દૂર કરી...મોટું કામ કર્યું ત્યાં વિશાખાનું પાળેલું પ્રિન્સ કૂતરું ભષ્યું. મેં દરવાજે જોયું તો મામા, કેરીનો ટોપલો લઈ બારણે ઉભા હતા. મેં ઉભા થઇ તેમને આવકાર્યા.
વિશાખા તેના મામાને દર વખતે પગે તો લાગતી, પણ આજે તેણે મામાના ચરણ પકડ્યા અને ક્યાય સુધી ત્યાં નમી રહી.
વિભુ મામાએ કેરીનો ટોપલો બાજુએ મૂકી, વિશાખાને પગ માંથી ઊભી કરી અને તેના હાથમાં ખિસ્સામાથી એક ચેક કાઢી, તેના સ્હાથમાં મૂકી કીધું, "લે દીકરી તારીમાં દવાખાનેથી આવે ત્યારે તેને તેનો હક્ક આપજે."
વિશાખાએ મારી સામે જોયું. મારે તેને હવે કોઈ સલાહની જરૂર નહતી. તે બોલી જ્યારે તમે ખુદ અમારા છો પછી. “મામુ“ શેનો અને કોનો હક્ક આજે અમારુ અસ્તિત્વ ફક્ત તમારે આભારી છે. આ ચેક પાછો લઈ જાવ મને ખાત્રિ છે મારી મા પણ આજ કહેશે. ઈશ્વરે અમને તમારા જેવા સ્વજન આપ્યા એ પૂરતું છે."
"જો દીકરી, કોઈનો હક્ક ડુબાડવો નહીં, એ સિદ્ધાંત ઉપર હું જીવન જીવી ગયો. કોઈ લેણદેણના અધૂરા કે કોઈ લાગણીના સંબંધો મારી બહેન અને મારી વચ્ચે હશે. એટલે તો ઘરની જવાબદારી મારા માથે મૂકી મારા બાપા ધામ માં જતા રહ્યા. પણ મારે તો મારા આવતા જન્મ માટે ચોપડો ચોખ્ખો રાખી જવું છે." તેઓ ભીની આંખે બોલ્યા.
હું મારી દીકરીને ભેટી રડી પડ્યો. મે જોયું તે હજુ હીબકે હતી. વિશાખાની આંખોએ હજુ અશ્રુ ધારા વહેતી હતી ભીની હતી. મામા “દીકરીના ઘેર પાણી ના પીવાયના” સિધ્ધાંતે પરત ગામ ગયા. પછી વિશાખા બોલી, પાપા આપણે ખરેખર નસીબદાર છીએ." મેં હસીને કીધું, "બેટા, હવે ખબર પડી ને કે બધી જગ્યાએ અંગત "હિતોનું ગણિત" ન મંડાય.
